દીવાલે દીવાલે લગાવ્યાં છે ચિત્રો,
છતાં ઘર હજી કેમ લાગે છે ખાલી.
કાલિન્દી પરીખ

(સત્ય અને બળ) – રધુવીર ચૌધરી

સહદેવ, અગ્નિ લાવ;
જે હાથે દ્રૌપદીને હોડમાં મૂકી
એ હાથ હું બાળી નાખું.
ભલે એ હોય મોટાભાઈના.

જાતને હારનાર
બીજાને હોડમાં મૂકે એ મને મંજૂર નથી.
સહદેવ, અગ્નિ લાવ,
હું આ આખી ધૃતસભાને સળગાવી દઉં.
આ સિંહાસન પર સ્થિર થયેલા અંધાપાને
પ્રકાશમાં પલટાવી દઉં.

પાંચાલીના પ્રશ્નનો ઉત્તર કોઈની પાસે નથી
અહીં આશ્રિત બનેલો ધર્મ
અંધાપાને અનુકૂળ રહ્યો છે.
શાંતિના નામે હું દાસ નથી રહેવાનો,
હું અધર્મની છાતી તોડીશ.
સહદેવ, તારું સત્ય લાવ,
એને હું મારા બળમાં પ્રગટાવીશ.

– રઘુવીર ચૌધરી

કાવ્યનો પ્રસંગ બધાને ખબર જ છે. ભીમના મોઢામાંથી બોલાતા આ કાવ્યનો સંદર્ભ સર્વવિદિત છે. પણ આ ઘટનાને કવિ જે અલગ દ્રષ્ટિકોણ આપે છે તે કાવ્યને મહાન બનાવે છે.

ખાલી સત્ય (અને જ્ઞાન)થી કાંઈ શક્ય નથી. સત્યનો આદર કરવાનો એક જ રસ્તો છે – એને આચરણમાં મૂકવાનો.  જે સત્યને તમે કર્મનો ટેકો નહીં આપી શકો તે વિલોપાઈ જ જવાનું. કવિએ કાવ્યમાં ભીમની સાથે સંવાદમાં સહદેવને મૂક્યો છે. સહદેવ બધુ જાણતો હોવા છતાં જાતે કદી કશું કરી શકે નહોતો. એ અહીં નમાલા, અકર્મણ્ય સત્યનું પ્રતિક છે.

સત્યનો પૂર્ણ પ્રકાશ તો એની પાછળ કર્મનું બળ મૂકો તો જ મળે.

8 Comments »

  1. Bharat Trivedi said,

    August 16, 2010 @ 8:48 PM

    ભાઈ ધવલે સુંદર ભુમિકા બાંધી આપી છે એટલે વિશેષ કહેવાનું રહેતું જ નથી. હજી ગઈકાલે જ આઝાદીને ૬૨ વર્ષ પુરાં થયાં છતાં મહાભારત સમયે જે બનતું હતું તે આજેય બની રહ્યું છે. જેમના હાથમાં સત્તા છે તેઓ બધું જાણવા/સમજવા છતાં ક્યાં કશું કરે છે! ભ્રઠાચારીઓના વારસ વધતા જ જાય છે. પડોશી દેશ તેની અવળ-ચંડાઈ ચાલુ જ રાખે છે ને નિર્દોશ લોકો રોજ મરતા રહે છે. આ બધામાંથી નીકળી ના શકાય તેવું થોડું જ છે?

    કવિ રઘુવીર ચૌધરીએ ઇશારા ઇશારામાં એનો ઉપાય અહીં બતાવી પણ દીધો છે!

    ભરત ત્રિવેદી

  2. વિવેક said,

    August 17, 2010 @ 7:49 AM

    સુંદર રચના…

  3. pragnaju said,

    August 17, 2010 @ 10:10 AM

    સરસ રચના
    હું અધર્મની છાતી તોડીશ.
    સહદેવ, તારું સત્ય લાવ,
    એને હું મારા બળમાં પ્રગટાવીશ.
    સત્યનો માર્ગ વિકટ છે અને સરલ પણ છે. જે સત્યના માર્ગે ચાલે છે એનો સ્વીકાર ઝડપથી થતો નથી. એ માર્ગે જનારને વચ્ચે અનેક સંકટોનો મુકાબલો કરવો પડે છે. અનેક વિઘ્નો આવવા છતાં જો એ આગળ નીકળી જાય તો એનો જય થાય છે, પણ જો એ સંકટોનાં વાદળમાં ઘેરાઈ જાય તો પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકતો નથી. એક વાત દીવા જેવી છે કે, સત્યના માર્ગે ચાલનારો બાળક જેવો નિર્દોષ હોય છે. જેને અસત્યનો આશ્રય લેવો હોય છે, એ આટાપાટાની રમત રમતો હોય છે. જે મન અને હૃદયથી સરળ છે, એને મન તો આખી દુનિયા એ જ પ્રકારની લાગતી હોય છે. એના કારણે એને ક્યારેક સહન કરવાનો સમય આવે છે, પણ એના કારણે નિરાશ થઈને પોતાનો ધ્યેય છોડવાની જરૃર રહેતી નથી. સત્યનો માર્ગ તો શૂરાનો છે, એમાં કાયરનું કામ નથી. સત્ય જ ઈશ્વરનો પર્યાય છે. સત્યનો પુરસ્કાર સત્ય જ છે, એવું ગાંધીજી માને છે. આપણે જાણીએ છીએ કે, હીરા-માણેકથી વધારે કીમતી વસ્તુ મળી શકતી નથી.

  4. Girish Parikh said,

    August 17, 2010 @ 11:55 AM

    જય રઘુવીર

  5. Sanjay R. Chaudhary said,

    August 17, 2010 @ 12:48 PM

    પિતાજીની આ એક સુંદર કવિતા છે. વર્તમાન કાળને બરોબર બંધ બેસે છે. ભાઈ ધવલે યોગ્ય ભૂમિકા રજૂ કરી છે.

  6. Girish Parikh said,

    August 17, 2010 @ 3:06 PM

    (Truth and Strength)
    Draft

    Sahadeva, bring me fire!
    I will burn the hand
    that staked Draupadi.
    Let it be the hand –
    of the elder brother!

    I cannot accept
    that the one
    who has lost one’s own self
    bets on the other.
    Sahadeva, bring me fire!
    I will burn this entire gambling house.
    And I will turn the blindness
    occupying this throne
    into light.

    No one has the answer
    to the question
    of Panchali.
    Here the dharma
    weighed down under the obligation
    has adapted to the blindness.
    I will not remain a slave
    in the name of peace.
    I will break the chest of adharma.
    Sahadeva, bring your Truth,
    I will manifest it in my Strength.

    (Rendering of the Gujarati poem (સત્ય અને બળ) of Sri Raghuvir Chaudhari into English by Girish Parikh. The rendering into English: Copyright (c) 2010 by Girish Parikh. Girish hopes and prays that Sri Raghuvirbhai would like it.

    Indeed,the Gujarati poem has international appeal, and when its rendering in English is accompanied with its background and appreciation, I think it can take place in the world literature. I urge Dhaval to prepare the background and appreciation in English to accompany the English rendering.

    As the above is the draft, I would deeply appreciate suggestions for improvements, etc.)

    –Girish Parikh Modesto California E-mail: girish116@yahoo.com
    Blog: http://www.girishparikh.wordpress.com.

  7. Surta Mehta said,

    August 17, 2010 @ 11:22 PM

    પ્રિય ગિરિશભાઈ,
    સુન્દર ભાષાન્તર બદલ ધન્યવાદ.
    પપ્પાજીને આજે વાંચી સમ્ભાળાવીશ.
    સુરતા મહેતા

  8. Surta Mehta said,

    August 17, 2010 @ 11:22 PM

    પ્રિય ગિરિશભાઈ,
    સુન્દર ભાષાન્તર બદલ ધન્યવાદ.
    પપ્પાજીને આજે વાંચી સમ્ભળાવીશ.
    સુરતા મહેતા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment