નહિતર આ અંધકારમાં રસ્તો નહીં જડે,
થઈને પ્રકાશ કોઈનો પથરાય છે અવાજ.
મહેક ટંકારવી

રાતે- – જયન્ત પાઠક

રાતે ધરતી પર
ઢળી પડેલા આકાશને
પ્રભાતે
પંખીઓની પાંખોએ
ઊંચકી લીધું, અધ્ધર !

– જયન્ત પાઠક

કવિતા કોને કહે છે ? થોડા ચબરાકીભર્યા શબ્દોની કોઈક નિયમાનુસાર ગોઠવણી ? પતંજલિએ કહ્યું હતું, एक: शब्दः सम्यगधीतः सम्यक प्रयुक्तः स्वर्गेलोके कामधुग्भवति | એરિસ્ટોટલે કહ્યું હતું, The object of poetry, as of all the fine arts, is to produce an emotional delight, a pure and elevated pleasure.  આ લઘુકાવ્ય આ બંને શરતો પર ખરું ઉતરતું જણાય છે. ઓછામાં ઓછા શબ્દપ્રયોગથી કવિએ અહીં આખું શબ્દચિત્ર તાદૃશ કરી આપ્યું છે… દિવસના અજવાળામાં આકાશ ધરતીથી ઉપર અને અલગ નજરે ચડે છે પણ અંધારું ઉપર-નીચે, દૂર-નજીક બધાંયને એક જ રંગે રંગી નાંખે છે. અંધારામાં બધું ઓગળી જાય છે એટલે આકાશ પણ જાણે ધરતીનો જ એક હિસ્સો બની ગયું છે… પ્રભાતે પંખીઓ સહુથી પહેલાં ઊઠીને અજવાળાંની સાથોસાથ જાણે આકાશને અધ્ધર ઊંચકી ન લેતાં હોય !

20 Comments »

 1. Jayshree said,

  April 2, 2010 @ 12:54 am

  વાહ કવિ….

 2. P Shah said,

  April 2, 2010 @ 1:04 am

  સુંદર રચના !

 3. વિહંગ વ્યાસ said,

  April 2, 2010 @ 5:14 am

  વિવેકભાઇ, આવી કવિતા માણીને મને કવિતા લખવાનું બંધ કરીને કેવળ ભાવક રહેવાની ઈચ્છા થાય છે. ખુબ સુંદર કવિતા

 4. Pushpakant Talati said,

  April 2, 2010 @ 6:27 am

  અતિ સુન્દર અને ઘણી જ સ્પષ્ટ તથા સ્વચ્છ પરિ-કલ્પના.

  ‘ રાતે ધરતી પર ઢળી પડેલા આકાશને –
  પ્રભાતે પંખીઓની પાંખોએ ઊંચકી લીધું, અધ્ધર ! ‘

  ખરેખર અ ફ લા તુ ન – અ ફ લા તુ ન – અને – અ ફ લા તુ ન .

  ખુબ જ સરસ તથા NOTHING BUT EXCELLENT .

 5. MAYAANK TRIVEDI SURAT said,

  April 2, 2010 @ 7:00 am

  રાતે ધરતી પર
  ઢળી પડેલા આકાશને
  પ્રભાતે
  પંખીઓની પાંખોએ
  ઊંચકી લીધું, અધ્ધર !
  એક જ ઉદગાર….અફલાતુન

 6. urvashi parekh said,

  April 2, 2010 @ 8:26 am

  ખુબજ સરસ..
  આખુ દ્રશ્ય આંખ સામે..
  અભીનંદન…

 7. preetam lakhlani said,

  April 2, 2010 @ 8:41 am

  મહા કવિને લાખો વદન્…ઈમેજ પ્રકાશને પ્રગટ કરેલ સમ્રગ કવિતાને અગણિત વાર વાચવા જેવુ છે, Thanks to Dr. Suresh Dalal, તેમણે મને મોકલેલ છે……….

 8. Dr. J. K. Nanavati said,

  April 2, 2010 @ 8:44 am

  ભાગ-૨…!!

  સમી સાંજના
  એ જ બધાની
  થાકેલી પાંખોથી પડતું
  જમીન પર નભ
  અંધારૂં થઈ….ધબ્બ…!!!

  આ તો અમથું જ હોં….

  ડો. નાણાવટી

 9. Dr. J. K. Nanavati said,

  April 2, 2010 @ 9:03 am

  સમી સાંજના
  એ જ બધાની
  થાકેલી પાંખોથી પડતું
  ધરતી પર નભ
  અંધારૂં થઈ….ધબ્બ…!!!

  આ વધુ સારૂં લાગશે

 10. vishwadeep said,

  April 2, 2010 @ 9:19 am

  રાતે ધરતી પર
  ઢળી પડેલા આકાશને
  પ્રભાતે
  પંખીઓની પાંખોએ
  ઊંચકી લીધું, અધ્ધર !

  Short & sweet!!

 11. pragnaju said,

  April 2, 2010 @ 9:50 am

  પ્રભાતે
  પંખીઓની પાંખોએ
  ઊંચકી લીધું, અધ્ધર !
  અદભૂત
  ગીત વેચાતાં નથી… જો પક્ષીઓ ગાઈ શકે છે, જો છોડવાઓ ધ્વનિઓ છોડી શકે છે, જો પાણી ખળખળી શકે છે તો તમે મનુષ્ય તરીકે એટલા નકામા છો કે એમની સાથે ઊભા ન રહી શકો ? પક્ષીઓ ગાયનો શીખવા કોલેજોમાં જતાં નથી અને ગાવામાં અન્યનો પ્રતિભાવ પ્રથમ મહત્ત્વનો નથી, પ્રથમ મહત્ત્વનો છે

  તમારો ભાવ
  येन स भवत्यपदेशः शब्दः द्रव्यश्रुतमिति।
  गुणे सम्यक. मिथ्यात्वका संचय काल ..

 12. અભિષેક said,

  April 2, 2010 @ 12:23 pm

  શબ્દોનો પ્રચુર નહીં પણ યથોચિત ઉપયોગ એટલે કવિતા. આ અર્થને તાદ્રશ કરે છે આજની રચના

 13. impg said,

  April 2, 2010 @ 1:05 pm

  રાતે આકાશી Blanket જગતને સુવાઙી દે છે
  પ્રભાતે
  પંખીઓની પાંખો આ Blanketને દુર કરે છે
  This is called a poem !!

 14. kanchankumari parmar said,

  April 2, 2010 @ 2:00 pm

  યુગો થિ આથમતિ સાંજ અને પ્રગટતુ પ્રભાત….પણ અહિં તો કવિતા વાંચિ ને જ બસ હૈયે ઉજાશ જ ઉજાશ……

 15. sudhir patel said,

  April 2, 2010 @ 9:49 pm

  ખૂબ સુંદર કવિતા!
  સુધીર પટેલ.

 16. Pancham Shukla said,

  April 3, 2010 @ 10:15 am

  આ ટચૂકડું કાવ્ય તો સરસ છે જ.

  વિવેકભાઈએ ‘કવિતા એટલે શું ?’ નો પ્રશ્ન કર્યો અને બહુ ગમ્યું. દરેક કવિ/ભાવક આ બાબતે પોતીકી રીતે અને પોતીકી વિભાવનાથી જાગૃત રહે તો કવિતાને લગતાં ઘણાં વયક્તિક રહસ્યો આપમેળે ઉકેલાતાં અનુભવાય. આ બાબતે વિશ્વસાહિત્યમાં તો થોથેથાથાં લખાયું છે પણ કવિતા એક એવો મહેરામણ છે જેનો ના છેડો છે કે ના છોર!

 17. Bharat Patel said,

  April 4, 2010 @ 8:42 am

  Nothing but the BEST !!!

 18. Pinki said,

  April 4, 2010 @ 12:05 pm

  વાહ્… !

 19. ઊર્મિ said,

  April 6, 2010 @ 10:56 pm

  સરળ, સ-ચોટ અને સ-રસ…

 20. Rina said,

  February 16, 2012 @ 8:38 am

  beautiful…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment