હશે ક્યાંક છિદ્રોમાં કોઈ પુરાણ જ,
કદી વાંસળી આ બરાબર ન વાગી.
વિવેક મનહર ટેલર

હાઈકુ – માધુરી મ. દેશપાંડે

પલળવાનાં
સ્વપ્નમાં, કોરી રહી
ગઈ જિંદગી.

– માધુરી મ. દેશપાંડે

છ શબ્દોનાં બિંદુમાં આખ્ખો સિંધુ !  જાણે કોઈ લાં…બી જિંદગીની ટૂંકીટચ વાર્તા હોય એવું નથી લાગતું?!

13 Comments »

 1. અભિષેક said,

  March 25, 2010 @ 11:32 pm

  ઓછા શબ્દોમા માર્મિક વાત કહી દીધી છે.

 2. વિવેક said,

  March 26, 2010 @ 1:37 am

  સુંદર! સચોટ!

 3. Dr. J. K. Nanavati said,

  March 26, 2010 @ 4:01 am

  સિક્કાની બીજી બાજુ…….

  એક શમણુ
  જીંદગી નખશિખ
  ભિંજાવી ગઈ…

  ડો. નાણાવટી

 4. વિવેક said,

  March 26, 2010 @ 7:01 am

  નાણાવટી સાહેબ,

  આ રીતે લખાશે:

  એક શમણું
  જિંદગી નખશિખ
  ભીંજવી ગયું…

 5. preetam lakhlani said,

  March 26, 2010 @ 8:56 am

  વિવેકભાઈ/ધવલભાઈ,
  વેણિભાઈ પુરોહિતે આવુ કઈ લખ્યુ છે,
  ગુલછડીના ખ્વાબમા બાવળ થઈ ગય જિદગી,…..
  ખરેખર મને આ હાઇકુમા બહુ જામતુ નથી, આપણા કવિઓ એ ખાસ હાઈકુનો અભ્યાસ કરવો જરુરી છે, જેમ ગઝલમા છદ આવડે અટલે ગઝલ આવડી ગઈ એવુ નથી, આવુ જ હાઈકુમા છે ૧૭શબ્દ દોઠવી દેવાથી હાઈકુ નથી બની જતા!….બાકી ડો. નાણાવટી પણ હાઈકુ લખે છે અટલે આપણે કારણ વિના ૧૭ શબ્દને કકુ ચોખે પોખવાના નો હોય્!….બાકી જો આ હાયકુ કોઈ નવિ કલમથી લખાણુ હોય તો તે આવકારને પ્રાત્ર છે…. કોઈ દિવસ લખતા લયો થાય્…!!..તમે આ નવી કલમને આવકારો છો તે ખરેખર આવકારને પ્રાત્ર છે.

 6. preetam lakhlani said,

  March 26, 2010 @ 9:05 am

  વિવેક ભાઈ,
  ૧૭ શબ્દની છે આ રમત્!

  પનિહારીની,
  યાદે શાવણે કુવો,
  ગયો સુકાઈ!!

  અને છતા હાઈકુ નથી બનતુ!, ખાસ લખવાનુ કે ગુજરાતી મહિના નુ નામ્ key board, ની બહુ જાણ કારી ન હોવાથી લખવુ મુશ્કેલ લાગે છે

 7. અનામી said,

  March 26, 2010 @ 9:10 am

  પલળવાનાં
  સ્વપ્નમાં, કોરી રહી
  ગઈ જિંદગી.

  ભાઈ વાહ……

 8. kanchankumari parmar said,

  March 26, 2010 @ 12:59 pm

  ભરુ ભરુ ને તોય ખાલિ ,ચુવે સાવ કોરિ જિંદગી….

 9. Dr. J. K. Nanavati said,

  March 26, 2010 @ 10:27 pm

  વિવેક્ભાઈ,

  હાઈકુ વિષે બહુ જાણકારી નથી
  પણ હાઈકુ પણ જો લયમા બોલાય તો વધુ ઉઠાવ આવે
  એથી જ મેં ’ભીંજાવી ગયું; એમ લખ્યુ…..
  પ્રતિભાવ બદલ આભાર

  નાણાવટી

 10. pragnaju said,

  March 27, 2010 @ 4:27 pm

  કૈંક એ જ બધું જે આપણી ભીતરમાં જાગતું…
  નાનકડાં બિંદુઓની ફુહારમાં નખશીખ પલળ્યાં
  અ મે

 11. rakesh v. kakkad said,

  April 1, 2010 @ 10:07 am

  The unique expression of feelings such a superb way congrats

 12. Bharat Patel said,

  April 4, 2010 @ 8:36 am

  પલળવાનાં
  સ્વપ્નમાં, કોરી રહી
  ગઈ જિંદગી.

  એક શમણું
  જિંદગી નખશિખ
  ભીંજવી ગયું…

  I must congratulate the creators of the site who have given us this wonderful platform to express and enjoy the Gujarati Literature.

  ખુબ ખુબ આભાર

 13. Bruno said,

  October 26, 2015 @ 1:44 pm

  Thanky Thanky for all this good inoirmatfon!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment