રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એજ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.
બરકત વિરાણી 'બેફામ'

નદીઓ સુકાઈ છે – ‘શલ્ય’ મશહદી

કે’વાનું જેટલું હો તે સઘળું કહી શકો !
ફરિયાદની જ પ્રેમમાં કેવળ મનાઈ છે !

લાગે છે એમ કોઈની સ્વપ્નસ્થ આંખડી,
જાણે કમળની પાંખડી હમણાં બિડાઈ છે.

નયનોએ નીર સિંચ્યાં છે ઉપવનની આશમાં,
જીવનના રણમાં કેટલી નદીઓ સુકાઈ છે !

તરછોડે છે કાં ધૈર્યને જીવન વિચાર કર !
એના ઉપર તો આખી ઇમારત ચણાઈ છે.

જોઈ શકે છે દિલ મહીં બ્રહ્માંડની કલા,
દ્રષ્ટિમાં ‘શલ્ય’ની એ કરામત સમાઈ છે.

– ‘શલ્ય’ મશહદી

પ્રેમમાં જો સાચે જ ફરિયાદની મનાઈ હોય તો તો પ્રણય સાવ ‘બોરીંગ’ ના થઈ જાય…?  ( જો કે અહીં મીઠી ફરિયાદ નહીં પણ કડવી ને તીખી ફરિયાદ કરવાની મનાઈ ફરમાવાઈ છે. ) 🙂   ધૈર્ય ઉપર જીવનની ઇમારત ચણાવાની વાત ખૂબ જ સુંદર રીતે કહેવાઈ છે.

13 Comments »

 1. Gaurang Thaker said,

  April 1, 2010 @ 8:09 am

  લાગે છે એમ કોઈની સ્વપ્નસ્થ આંખડી,
  જાણે કમળની પાંખડી હમણાં બિડાઈ છે.
  વાહ સરસ શેર….

 2. વિવેક said,

  April 1, 2010 @ 8:16 am

  સુંદર રચના…

 3. pragnajuvyas said,

  April 1, 2010 @ 8:45 am

  મઝાની ગઝલનો આ શેર

  તરછોડે છે કાં ધૈર્યને જીવન વિચાર કર !
  એના ઉપર તો આખી ઇમારત ચણાઈ છે.

  શુ ભા ન અ લ્લાહ્

  પ્રેમમા ધૈર્ય ધારણ કરવાનું શીખવે છે.
  તુષારાણાં પ્રપાતેડિપ યત્નો ધર્મસ્તુ ચાત્મન: | …

 4. વિહંગ વ્યાસ said,

  April 1, 2010 @ 8:45 am

  આખી ગઝલ ગમી ગઇ.

 5. અભિષેક said,

  April 1, 2010 @ 8:54 am

  કમળની પાંદડી જેવી સુંદર રચના

 6. impg said,

  April 1, 2010 @ 3:43 pm

  કોઈ શીક્વા નહિ પ્રેમમા!!!

  તરછોડે છે કાં ધૈર્યને જીવન વિચાર કર
  એના ઉપર તો આખી ઇમારત ચણાઈ છે.—–માશાલ્લા!!

  સ્વપ્નસ્થ આંખડી,——કે ધ્યાન્સ્થ આંખડી, બુદધ ભગવાન યાદ આવી ગયા

 7. ધવલ said,

  April 1, 2010 @ 9:42 pm

  લાગે છે એમ કોઈની સ્વપ્નસ્થ આંખડી,
  જાણે કમળની પાંખડી હમણાં બિડાઈ છે.

  – સરસ !

 8. P Shah said,

  April 2, 2010 @ 1:07 am

  તરછોડે છે કાં ધૈર્યને જીવન વિચાર કર !
  એના ઉપર તો આખી ઇમારત ચણાઈ છે…

  આખી ગઝલ સરસ છે.

 9. સુનીલ શાહ said,

  April 2, 2010 @ 8:17 am

  સુંદર ગઝલ..

 10. Bharat Patel said,

  April 4, 2010 @ 8:26 am

  તરછોડે છે કાં ધૈર્યને જીવન વિચાર કર !
  એના ઉપર તો આખી ઇમારત ચણાઈ છે…

  ધૈર્ય means Patience.
  The life ( here it is said ઇમારત )of two partners is really built on patience.
  If you lose patience, you lose the life.

  a deep thinking poem.

  ભરત પટેલ

 11. manhar m.mody said,

  April 6, 2010 @ 3:31 am

  તરછોડે છે કાં ધૈર્યને જીવન વિચાર કર !
  એના ઉપર તો આખી ઇમારત ચણાઈ છે…

  કેવી અને કેટલી ઊંચી વાત !!!

 12. Ashish said,

  April 9, 2010 @ 6:27 am

  એક હોય તો છુપાવિ શકાય
  સ્વામિ આ પ્રેમ ના પુરાવા હજાર છે

  Speechless to express feelings

  ashu_moni17@yahoo.co.in

 13. usha desai said,

  March 15, 2011 @ 5:43 pm

  સુંદર, સચોટ, સ-રસ, સ- અર્થ…….

  જોઈ શકે છે દિલ મહીં બ્રહ્માંડની કલા,
  દ્રષ્ટિમાં ‘શલ્ય’ની એ કરામત સમાઈ છે.

  ઉંચેી કક્ષાનેી કવિતા વાચેી આનંદ થયો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment