ભીતરે એકલા જવું પડશે,
બ્હાર બીજે અનેક લૈ જાશે !
સુધીર પટેલ

રાધાની આંખ ! -વિવેક મનહર ટેલર

જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !
તીરથ ને મંદિરો પડતાં મેલીને કદી જાત આ ઝુરાપાની નદિયુંમાં નાંખ.

રાધાનાં શમણાંના સાત રંગ રોળાયા
તંઈ જંઈ એક મોરપિચ્છ રંગાયું,
હૈડું ફાડીને પ્રાણ ફૂંક્યા કંઈ ઘેલીએ,
તંઈ જંઈ આ વાંસળીએ ગાયું,
મોરલીની છાતીથી નીકળતા વેદનાના સૂર, સખી ! સાંખી શકે તો જરી સાંખ !
જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !

ગોધૂલિવેળાની ડમરીમાં ડૂબકી દઈ
આયખું ખૂંદે છે ખાલીખમ પાદર;
રાહનાં રૂંવાડાને ઢાંકવા પડે છે કમ
આ ચોર્યાસી લાખ તણી ચાદર.
છો ને ભવાટવિ ઊગી અડાબીડ પણ ધખધખતી ઝંખનાને વળશે ન ઝાંખ
જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !

– વિવેક મનહર ટેલર
(૨૧-૦૭-૨૦૦૯)

જમુનામાં અવિરત વહેતા જળનું કારણ માત્ર રાધા જ છે, મોરપિચ્છનાં રંગોનું રહસ્ય ફક્ત રાધા જ છે, અને વાંસળીમાંથી ફૂંકાતા હૃદયસ્પર્શી સૂરોનો રાઝ પણ કેવળ રાધા જ છે- કેવી મજાની અભિવ્યક્તિ !  

પ્રિય વિવેકને લયસ્તરો તરફથી જન્મદિવસની મબલખ હાર્દિક શુભેચ્છાઓ..

31 Comments »

 1. Gaurang Thaker said,

  March 16, 2010 @ 8:19 am

  કવિને જન્મદિવસની અનેક શુભેચ્છાઓ ………સરસ ગીત

 2. Param Shah said,

  March 16, 2010 @ 8:34 am

  કવિને જન્મદિવસની મબલખ હાર્દિક શુભેચ્છાઓ

 3. virendra bhatt said,

  March 16, 2010 @ 9:41 am

  કવિને જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ. સુન્દર કલ્પના. રાધા પ્રેમ સમર્પણનુ પ્રતીક છે.

 4. vajesinh said,

  March 16, 2010 @ 9:54 am

  કવિને જન્મદિન મુબારક.
  કવિની પંક્તિની પેરડી કરીને કવિને કહેવાનું કે…
  જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !
  શબ્દોનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું કવિની આંખ!
  કવિની આંખમાંથી અવિરત શબ્દોનાં જળ વહેતાં રહો!

 5. Girish Parikh said,

  March 16, 2010 @ 10:38 am

  વિવેકભાઈઃ
  રાધાના પ્રેમથી છલોછલ ભરેલા ગીતે રૂંવાડાં ખડાં કરી દીધાં.
  આપણે હજુ રૂબરુ મળ્યા નથી પણ તમારાં કાવ્યો તથા ‘લયસ્તરો’ દ્વારા આપણી આત્મિયતા સધાઈ છે.
  જન્મદિવસની હ્રદયમાંથી શુભેચ્છાઓ તથા આરોગ્યમય અને કાવ્યમય શત વર્ષોના તમારા આયુષ્ય માટે શ્રી શ્રી રાધા કૃષ્ણને પ્રાર્થના કરું છું.
  – -ગિરીશ પરીખ

 6. Monal said,

  March 16, 2010 @ 11:20 am

  મને ગમતું ગીત! વિવેક્ભાઈને જન્મદિવસની ખૂબ શુભકામનાઓ..

 7. Pinki said,

  March 16, 2010 @ 12:15 pm

  સાચું કહું તો, મને તો તમારાં તાજેતરનાં ગીતો વધુ ગમ્યાં.

  જન્મદિનની ફરી ફરીને શુભેચ્છાઓ.

 8. YOGESH PANDYA said,

  March 16, 2010 @ 12:41 pm

  very touching poem –i have joined recently –many many happy returns of the day
  for shri vivek bhai –i liked it as devotional bhajan

 9. preetam lakhlani said,

  March 16, 2010 @ 1:01 pm

  સરસ મજાના ગીત સાથે ડોકટર કવિ વિવેક ભાઈને જન્મદિન મુબારક્!!!!!!!!!

 10. pragnaju said,

  March 16, 2010 @ 1:03 pm

  ગોધૂલિવેળાની ડમરીમાં ડૂબકી દઈ
  આયખું ખૂંદે છે ખાલીખમ પાદર;
  રાહનાં રૂંવાડાને ઢાંકવા પડે છે કમ
  આ ચોર્યાસી લાખ તણી ચાદર.
  છો ને ભવાટવિ ઊગી અડાબીડ પણ ધખધખતી ઝંખનાને વળશે ન ઝાંખ
  જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ

  ખૂબ ભાવવાહી

  ‘શ્રીકૃષ્ણ’’નું જ બીજું સ્વરૂપ એટલે ‘‘રાધા’’. રાધાનું વર્ણન કરતાં કરતાં પણ વિદ્વાનો થાકી જાય છે. સામાન્ય રીતે રાધા અદભુત, અનુપમ અને અત્યંત સુમધુર લાવણ્ય ધરાવતી કન્યા એમ આપણે માનીએ છીએ, પણ રાધા એ કોઈ વ્યક્તિનું નામ નથી. રાધા એટલે કલ્પનાતીત, વાસનાવિહીન, અલૌકિક, પરમ વિશુદ્ધ પ્રેમ. એ પરમાત્માનું જ પરમ પ્રેમ સ્વરૂપ છે. એટલે જ એને પરમાત્માની પડખે સ્થાન મળ્યું છે. આપણા સીમિત જ્ઞાન અને ફક્ત લૌકિક પ્રેમની સમજણને કારણે અલૌકિક પ્રેમ શું કહેવાય એ જ ખબર ન હોય ત્યારે રાધાને આપણે ક્યાંથી ઓળખી શકીએ ? પરમ નિષ્કામ એટલે કે નિઃસ્વાર્થ પ્રેમ હોય તો જ શ્રીકૃષ્ણ મળે. રાધાની આંખ વિના એટલે કે આવા પ્રેમ વિના, શ્રીકૃષ્ણ દર્શન શક્ય નથી.
  ‘‘રાધાની આંખ ઉછીની લઈને હું એ શ્રીકૃષ્ણ સંધ્યાની રાહ જોતો હતો.’’ શ્રી ગુણવંતભાઈ શાહે રાધાને અદભુત શીતલ, મધુર જળ સાથે સરખાવેલી છે. અત્યંત તરસ્યા
  માનવીને જ એ જળની મધુરતા સમજાય. એનું વર્ણન ન થઈ શકે….

  મોરપીંછની અનુપમ સુંદરતા આપણે સૌએ જોઈ છે. મનમોહક સૂરોથી ગુંજતી વાંસળીના અદભુત સૂર પણ આપણે સાંભળ્યા છે. ગુલાબની મધુર સુગંધથી આપણે પરિચિત છીએ. રાધા એટલે સૌંદર્યભર્યું મોરપીંછ. રાધા એટલે વાંસળીના કર્ણપ્રિય સૂર. રાધા એટલે સુગંધથી છલકાતું ગુલાબ. મોરપીંછ અને વાંસળી વિના શ્રીકૃષ્ણનું ચિત્ર અધૂરું ગણાય. શ્રીકૃષ્ણ અને રાધા ક્યારેય અલગ હોઈ જ ન શકે.

  જન્મદિનની શુભેચ્છાઓ

 11. નિનાદ અધ્યારુ said,

  March 16, 2010 @ 1:18 pm

  આ ચોર્યાસી લાખમી ચાદર હો એવી વિવેકભાઈને શુભેચ્છાઓ….!

  (pls take it positively.)

 12. Girish Parikh said,

  March 16, 2010 @ 1:47 pm

  આ રાધામય ગીત રેકોર્ડ તો થયું જ હશે. ‘લયસ્તરો’ એના ‘સૂરસ્તરો’ વહાવશે?

 13. ડૉ.મહેશ રાવલ said,

  March 16, 2010 @ 3:56 pm

  સરસ ભાવવાહી ગીત વહેતું મૂક્યું……
  વિવેકભાઈને જન્મદિન નિમિત્તે અઢળક શુભેચ્છાઓ.

 14. priyjan said,

  March 16, 2010 @ 4:50 pm

  વિવેકભાઈ.

  જન્મદિન ખૂબ ખૂબ જન્મદિન મુબારક્

 15. sudhir patel said,

  March 16, 2010 @ 4:54 pm

  કવિ શ્રી વિવેકભાઈને જન્મ-દિવસની ફરી ફરી શુભેચ્છાઓ!
  સુધીર પટેલ.

 16. M.Rafique Shaikh,MD said,

  March 16, 2010 @ 5:04 pm

  Dear Dr. Vivek Manhar Tailor,
  Today, we pray for many happy returns of your very Happy Birthday Day! ( so that we can have many happy returns of such beautiful expressions of some intense emotions! ) May God bless you and your team!

 17. Pancham Shukla said,

  March 16, 2010 @ 7:58 pm

  વિવેકભાઈને જન્મદિનની ખૂબ ખૂબ વધાઈ. વારંવાર માણવું ગમે એવું ગીત.

 18. urvashi parekh said,

  March 16, 2010 @ 8:21 pm

  ખુબજ સુન્દર અને ભાવવાહી રચના..
  એક એક પન્ક્તી સુન્દર અને સરસ છે.
  સરસ અર્થ સાથે દ્ર્શ્ય…
  અભીનંદન્…

 19. deepak parmar said,

  March 17, 2010 @ 12:08 am

  વિવેકભાઈ.

  જન્મદિન ખૂબ ખૂબ જન્મદિન મુબારક્

 20. vallabh-sumitra bhakta said,

  March 17, 2010 @ 12:19 am

  વિવેકભાઇ,
  આજ મુબારક
  કાલ મુબારક
  તમોને જન્મદિન મુબારક
  સરસ ભાવો ગીતમા રજુ કર્યા. રાધા બીજુ કાઇ નહિ પણ ક્રુસ્ણ્ના વિવિધ પાસાનુ દર્શન.

  વલ્લભ ભક્ત, ગર્દેન ગ્રોવ

 21. Jina said,

  March 17, 2010 @ 3:49 am

  વિવેકભાઈ… જન્મદિનની ખૂબ ખૂબ શુભકામનાઓ… બાકી આપની રચના વિશે તો શું કહું… અમે તો તમારી કલમના ફેન છીએ જ…

 22. Pushpakant Talati said,

  March 17, 2010 @ 7:20 am

  HAPPY BIRTH DAY
  TO
  SHREE VIVEKBHAI

  ”શ્યામ રાધા” કોઈ ન કેહતા, કેહતે ”રાધે શ્યામ”
  જનમ જનમ કે ભાગ જગાદે એક રાધા કા નામ.

  રાધા કે બીના શ્યામ આધા, કેહતે ” રાધે-શ્યામ”
  જનમ જનમ કે ભાગ જગાદે એક રાધા કા નામ.

  બોલો રાધે રાધે રાધે – બોલો રાધે…….

  RAADHAA IS RAADHAA
  YOU CAN NOT FIND ANY COMPARABLE THING
  HENCE THERE IS NO ALTERNATE BUT TO SAY THAT
  RAADHAA IS RAADHAA

  ફરી થી વિવેકજીને જન્મ દિન ની શુભ કામના.

 23. SMITA PAREKH said,

  March 17, 2010 @ 10:52 am

  વિવેકભાઈ,
  જન્મદિનની ખુબ ખુબ શુભેચ્છા.
  ખુબ જ ભાવવાહી ગીત.

 24. rekha said,

  March 18, 2010 @ 4:18 am

  કાનુડો
  કામણગારો ,
  કેમ લઉં ,રાધા ની બાધા .
  રેખા જોશી .
  વાહ સરસ ભાવ સભર ગીત ……………..તમારું સાંભળી મેં ઉપર નું હાઇકુ બનાવ્યું .

 25. mita said,

  March 18, 2010 @ 7:27 am

  Wish u many happy returns of the day.lovely poetry. have a great day.

 26. વિવેક said,

  March 18, 2010 @ 7:32 am

  સહુ મિત્રોનો દિલથી આભાર…

 27. kanchankumari parmar said,

  March 18, 2010 @ 8:13 am

  રાધા ના પ્રેમ નિ તોલે કોઇ જ ના આવિ શકે ….એક ગિત આ વિશે થોડુ થોડુ યાદ આવે છે રાધા મોરલિ નિ ઈર્ષા કરતા કહે છે કે “મોહન કહે તો મોરલિ નિ જેમ કાયા હુંકોરાવુ….અધર ઉપર રહિ મનમોહન ના નિત નવા ગિત ગાઊ…હું નહિ જાઊ જમના ઘાટ કે મોરલિ મને નથિ ગમતિ..હોરે કે મોરલિ મને નથિ ગમતિ….”

 28. કિરણસિંહ ચૌહાણ said,

  March 18, 2010 @ 10:24 am

  કવિ, ગીતોમાં બરાબ્બર જામી રહ્યા છો.

 29. MAYAANK TRIVEDI SURAT said,

  March 19, 2010 @ 10:07 pm

  વિવેકભાઈ,
  જન્મદિનની ખુબ ખુબ શુભેચ્છા.
  જન્મદિનની આટલી સરસ ઉજવણી

 30. વિવેક said,

  March 20, 2010 @ 1:33 am

  આભાર!

 31. Dr.Mayuri Desai said,

  October 10, 2013 @ 9:20 am

  nice….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment