આગ અંદરની આ પાણીથી કદી બૂઝાય નહિ,
આગ આ પ્રગટાવવામાં લોહીનું પાણી થયું.
મહેશ દાવડકર

જ્યારે વિધાતાએ ઘડી દીકરી… – મકરન્દ દવે

વિધાતાએ દીકરી ઘડીને ત્યારે ખૂબ ખાંતે
                    કસબી હાથેથી એણે કરી કમાલ !
રૂપનો અંબાર કરું, મીઠપ અપાર ભરું
                    ખજીનો ખૂટાડી કરું ખલકને ન્યાલ.

દેવીયું કનેથી માંગી લીધો મલકાટ
                   અને મધરાતે માપી સીમાડા સુદૂર,
ચપટીક રજ લીધી નખેતર તણી
                   અને દીકરીના આંખે ભર્યાં દમકતાં નૂર.

સાકરનો લઈને સવાદ એણે દીકરીમાં
                  તજ ને લવિંગ વળી ભેળવ્યાં જરીક,
સૂરજનાં ધોળાં ફૂલ હાસ ને હુલાસ દીધાં
                  જોઈ કારવીને કીધું, હવે કાંક ઠીક.

વિધાતાએ દીકરી ઘડીને વળી જોઈ જોઈ
                   વારે વારે હસું હસું થાય એનું મુખ
હૈયે એને હાશ, હર માવતર કાજે ધર્યું
                   હર્યુંભર્યું હેત, નર્યું નીતર્યું આ સુખ.

– મકરન્દ દવે

નારી-ઘડતરની આ નમણી કવિતા મહિલા દિવસે એટલે કે ગઈકાલે મૂકવી’તી. પણ ગઈકાલે હું એક ખાસ મહિલાની સેવામાં હતો એટલે શક્ય ન થયું. તો હવે આજે પોસ્ટ કરું છું 🙂

(ખાંત=ઉત્સાહ, નખેતર=નક્ષત્ર,  હાસ=હાસ્ય,  હુલાસ=ઉલ્લાસ)

23 Comments »

  1. Jayshree said,

    March 9, 2010 @ 10:39 PM

    વાહ… મસ્ત મઝાનું ગીત…!

    ગુજરાતી કવિતા-સાહિત્યની બાબતમાં at least અમે દીકરીઓ નસીબદાર છીએ.. દીકરી વ્હાલપના જેટલા ગીતો લખાયા છે, લેખો લખાયા છે, અને ચોપડીઓ છપાઇ છે…. દીકરાઓને ભાગે એ નથી આવ્યું 🙂

  2. Girish Parikh said,

    March 9, 2010 @ 11:38 PM

    ‘ખજીનો’ શબ્દ મેં આપણા મહકોશ ભગવદ્ગોમંડલ
    (http://www.bhagavadgomandal.com/)
    માં જોયો. જવાબ મળ્યોઃ ‘જુઓ ખજાનો’. એટલે ખજીનો એટલે ખજાનો.
    ‘ખૂટાડી’ શબ્દ ભગદ્વોમંડલમાં નથી, પણ એનો અર્થ અહીં ખૂટવાડી (વાપરી) છે.
    ખલક = દુનિયા; જગત; વિશ્વ; સૃષ્ટિ; આલમ; માણસજાત; સંસાર.
    ન્યાલ = ઇચ્છા પાર પડી હોય એવું; નિહાલ; કૃતાર્થ.

    ઓછા પરિચિત શબ્દોના અર્થ જાણવાથી કાવ્ય સમજવાનું અને માણવાનું સરળ બને છે. ભગવદ્વોમંડલ ગુજરાતી ભાષાનો શબ્દ-‘ખજીનો’ છે.

    કાવ્યનો એકે એક શબ્દ મારા હ્રદયને સ્પર્શ્યો – – મારે બે દીકરીઓ છે. અને દીકરી ન હોય એમને વસવસો થાય એવું આ કાવ્ય છે.

  3. Girish Parikh said,

    March 9, 2010 @ 11:45 PM

    ઉપરના લખાણમાં ‘મહાકોશ’, અને ‘મારે બે દીકરીઓ જ છે’ એમ વાંચવા વિનંતી.
    – – ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા

  4. Pinki said,

    March 9, 2010 @ 11:54 PM

    દીકરી જેવું જ નમણું કાવ્ય..

    અને, દીકરીને લાડ લડાવીએ એટલું જ વ્હાલું લાગ્યું !

    agree with jayshree… 🙂

    but nilamaunty is going to write on ‘dikra’ my Om, too.

    no injustice to anybody !!!

  5. વિવેક said,

    March 10, 2010 @ 12:27 AM

    સુંદર અર્થપૂર્ણ રચના… કવિએ પંડ્યનું સઘળું વહાલ શબ્દોમાં ઠાલવી દીધું છે…

  6. રાકેશ ઠક્કર, વાપી said,

    March 10, 2010 @ 12:36 AM

    ખરેખર દીકરી જેવું જ નમણું કાવ્ય..
    વિધાતાએ દીકરી ઘડીને ત્યારે ખૂબ ખાંતે
    કસબી હાથેથી એણે કરી કમાલ !
    મકરંદ દાદાએ પણ કરી કમાલ!

  7. MUKESH VARIAWA said,

    March 10, 2010 @ 12:41 AM

    મારે બે દીકરીઓ જ છે. હુ મારી જાતને દુનિયાનો સૌથી નસીબદાર માનુ છુ.

  8. Jyoti said,

    March 10, 2010 @ 12:49 AM

    Amazing ..

  9. AMARISH said,

    March 10, 2010 @ 1:41 AM

    DIKARI AETALE VAHAL NO DARIYO AND JE LOKO AE VATANE SAMAJI NATHI SHAKYA TEMNE AA KAVITA VACHAVI JOEYE.ANE HA DIKARI AGAR NA HOY TO TENE RAVAN SATHE SARKHAVI SHAKAY KHARO. DHANYAVAD

  10. minesh shah said,

    March 10, 2010 @ 1:41 AM

    દિકરિ તો વ્હાલ નો દરિયો કહેવાય
    ખરેખર સુન્દર રચના રચિ, મક્રરન્દભાઇ એ..

  11. preetam lakhlani said,

    March 10, 2010 @ 6:55 AM

    સાઈ મક્રરન્દ દવે જેટલા ગુજરાતી સાહિત્યમા લાબા કવિઓ બે હિસાબ છે, પણ કવિ મકરન્દભાઈ જેવા ઉચા કવિ કેટલા ?. મારુ આ સદભાગ્ય છે કે હુ અને મકરન્દ ભાઈ એક જ શેરી મા વરસો લગી ધાટકોપરમા રહ્યા…..જો અહી દીકરી વિશે થોડા શબ્દમા જ કહેવુ હોય તો કહી શકાય ‘દીકરી તો વરસતી વ્હાલની વાદળી,,,,અને બિજી રિતે પણ આ રિતે કહી શકાય્,”દી કરી તો આગણાનો તુલસી ક્યારો!!!..આ અમર કવિની કોઈ પણ કવિતા વાચ્યે તો ‘ગમતાનો ગુલાલ જ લાગે!!!!!”…..

  12. B said,

    March 10, 2010 @ 7:13 AM

    Sundar geet. Oh Jaishriji…. Kem Bhooligaya….Haa Dikari maate jaroor Geet. Lekho ane Chopadiyo Lakhaichhe…… Parantu…..Motabhage ….I repeat just Motebhage Lakhavanu saubhagya ……Purushne bhage aavyun chhe,,, A pachhi Koikna Dikarana roope ke Koikna Pitah naa roope. This is one of the nice poem.

  13. P Shah said,

    March 10, 2010 @ 11:49 AM

    સુંદર રચના !

  14. Pancham Shukla said,

    March 10, 2010 @ 1:17 PM

    તળપદા શબ્દો અને ધરતીની મ્હેકનો અનુભવ એટલે સાંઈ કવિની રચનાઓ. માનવી ગમે જ.

    દીકરા વિશે મેં મારી અંગત અનુભૂતિને આ મુજબ મૂકી છે.
    http://spancham.wordpress.com/2009/10/15/aham-baapano/

  15. ઊર્મિ said,

    March 10, 2010 @ 11:00 PM

    નર્યું નિતર્યું વ્હાલ… કવિશ્રીને અભિનંદન.

  16. Viren Patel said,

    March 11, 2010 @ 2:17 AM

    આ કાવ્ય – ખાસ તો છેલ્લી બે કડી – વાચીને હર્ષાશ્રુ આવ્યા.
    મને દિક્રરી હોવા ના બાપ તરીકે ગૌરવ્ ની વિશેષ પ્રતિતિ થઈ.
    મકરન્દભાઈને અભિનન્દન્.

  17. preetam lakhlani said,

    March 11, 2010 @ 12:46 PM

    ગુજરાતી સાહિત્યમા કવિ, સજ્રકોએ દીકરા કરતા દીકરીને કેન્દ્રમા રાખી અગણિત દીકરી પર વ્હાલપના કાવ્ય્/ગીતો/અને લેખો લખ્યા છે,એ બાબતમા દીકરીઓ દીકરા કરતા વિશેષ નસીબ વાળી તો ખરી જ પણ દૂઃખની વાત એ છે કે ગુજરાતમા જેટલી ભુત કાળમા દીકરીઓને દુધપિતી કરી દેવામા આવતી હતી તેના કરતા આજે વતમાન મા પુત્ર લાલશામા દીકરીઓને જન્મતા પહેલાજ મુત્યુને ધાટ ઉતારી દેવામા આવે છે, ત્યારે મેધાણીની કવિતા યાદ આવે છે, આયરે કવિ તને કવિતા લખવી કેમ ગમે! કવિ તો તેની કલમથી જાગુત છે પણ વાચકોએ આ કાવ્ય વાચીને અભિપ્રાય ફક્ત લ્ખવાને બદલે જન જગુતી લાવવાની જરુર છે !!!!નહીતર રાજયસભા અને લોકસભામા “Women reservation bill” pass થયા વગર ૧૪ વરસથી પડયુ ન રયુ હોત અને હજી બીજા કેટલા વરસ લાગશે એ તો ઈશવરને ખબર્!

  18. Girish Parikh said,

    March 11, 2010 @ 4:33 PM

    મારે બે દીકરી જ છે એમ મેં પહેલાંની કોમેન્ટમાં લખ્યું છે, પણ મારી એક અધ્યાત્મિક (spiritual) દીકરી મીડલ ઈસ્ટમાં છે. તમારે દીકરી ન હોય તો આધ્યાત્મિક દીકરી બનાવવાનું જરૂર વિચારશો.

    આજે માર્ચ ૧૧, ૨૦૧૦ ના રોજ પાપમોચીની એકાદશી છે. આજે મારા નીચેના બ્લોગના શ્રી ગણેશ કર્યા છેઃ
    http://www.GirishParikh.wordpress.com
    મારી કોમેન્ટો તમને ગમતી હોય તો મારા બ્લોગ પરના પોસ્ટ પણ તમને ગમશે. બ્લોગની મુલાકાત લેતા રહેવાની તથા કોમેન્ટ મોકલવાની નમ્ર વિનંતી કરું છું.

  19. Girish Parikh said,

    March 11, 2010 @ 4:55 PM

    અને તમારે દીકરી(ઓ) હોય તો પણ આધ્યાત્મિક દીકરી(ઓ) બનાવી શકાય.

  20. દીકરી – 1 « અમૂલ્ય રત્નો said,

    March 11, 2010 @ 10:56 PM

    […] From, https://layastaro.com/?p=4090 […]

  21. Pinki said,

    March 12, 2010 @ 5:29 AM

    Women reservation bill was first time discussed and requested in 1974.
    and in 2074, it will be passed , don’t worry !! 🙂

  22. pragnaju said,

    March 14, 2010 @ 2:43 PM

    ખૂબ સરસ કવિતા
    યાદ આવી વાર્તા
    ‘વોલ્વેર’ નામની ફિલ્મમાં પેડ્રોએ એક એવી યુવતીની વાર્તા કહી છે જે સગા બાપે કરેલા બળાત્કારથી સગર્ભા બને છે, દીકરીને જન્મ આપે છે, દીકરીને લઇને બાપથી દૂર જતી રહે છે, એક યુવકને પરણે છે, યુવકની નોકરી છૂટી જાય છે, એ ઘરે બેઠો રહે છે, ઘરમાં એ પત્નીના આગલા સંબંધથી થયેલી દીકરી (પોતાની સાવકી દીકરી)નો વિનયભંગ કરવાની કોશિશ કરે છે, દીકરી ઉશ્કેરાઇને-ગભરાઇને એને ચાકુ મારી દે છે અને સાવકો બાપ મરી જાય છે.
    સાંજે મમ્મી ઘરે આવે છે. હવે લાશનું શું કરવું? મમ્મી શાંતિથી વિચારે છે અને શકય તેટલી સ્વસ્થતાથી લાશના નિકાલનું કામ એવી રીતે કરે છે જાણે એ કોઇ ન ગમતું છતાં રોજ કરવું પડતું દૈનિક કાર્ય હોય. ખેર, ગામની નજીકમાં લાશનો ક્યાંક આસાનીથી નિકાલ થઇ શકે તેમ હોવા છતાં મમ્મી ઘણી અગવડો વેઠીને, એક બહેનપણીની મદદ લઇને, સેંકડો કિલોમીટર દૂર એક નદીકાંઠે, ઝાડ નીચે પોતાના પતિની લાશને દફનાવે છે.
    આ કામ પતાવ્યાના થોડા સમય બાદ એ જ રસ્તે દીકરીને લઇને મા પસાર થાય છે ત્યારે દફનસ્થળ નજીક વાહન રોકે છે. દીકરીને પેલા ઝાડ નીચે લઇ આવે છે અને કહે છે: તારા (સાવકા) પપ્પા નજીકના ગામમાં મોટા થયેલા.
    એમને આ નદી, આ ઝાડ બહુ ગમતાં. એટલે મને થયું કે કમસે કમ એમને ગમતી જગ્યાએ દફનાવું.

    દીકરી બે ઘડી ચૂપ થઇ જાય છે. પછી જાણે કોઇ સાવ સામાન્ય વાત કહી રહી હોય એમ ધીમા સાદે બણબણે છે: ‘હં… મમ્મી, આ તેં સારું કર્યું.’

  23. Girish Parikh said,

    March 17, 2010 @ 8:26 PM

    એક બીજી ફિલ્મ વિશે લખું: વર્ષો પહેલાં અમદાવાદના એક થીએટરમાં જોઈ હતી બીમલ રોયની ફિલ્મ ‘બાપ બેટી’. મારી યાદ મુજબ એ ચેખોવ કે મોપાંસાની વાર્તા ઉપરથી બની હતી. વાર્તા યાદ નથી પણ ફિલ્મ હ્રદયસ્પર્શી હતી. બાપના પાત્રમાં રંજન હતો એટલું યાદ છે. તમારામાંથી કોઈએ ફિલ્મ જોઈ હોય તો એના વિશે લખશો તો વાંચવાનો આનંદ આવશે.
    – – ગિરીશ પરીખ
    ‘આદિલના શેરોનો આનંદ’ માણવા ક્લીક કરોઃ
    http://www.girishparikh.wordpress.com

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment