મન દઈને ‘મરીઝ’ એ હવે કંઈ પણ નથી કહેતાં,
સૌ મારા ગુનાની મને રહેશે આ સજા યાદ.
મરીઝ

ગઝલ – સુરેશ વિરાણી

ખુદની કિંમત જો તમે આંકી શકો,
શક્ય છે બ્રહ્માંડને માપી શકો.

કાળમીંઢા કાળજા કૂણા પડે !
સાવ સાચું સ્મિત જો આપી શકો.

આવનારી પેઢીઓ લણતી રહે,
સદવિચારો જો તમે વાવી શકો.

માછલીએ પૂછ્યું માછીમારને :
આખ્ખો દરિયો બાનમાં રાખી શકો ?

આ પવનની પાલખી તૈયાર છે,
પુષ્પતાને જો તમે પામી શકો.

– સુરેશ વિરાણી

પોતાની જાતની ‘સાચી કિંમત’ આપણે આંકી જ ક્યાં શકીએ છીએ?  કાળમીંઢા કાળજાને કૂણા પાડી શકતા સાચા સ્મિતવાળી વાત પણ ખૂબ જ સ્પર્શી  જાય છે…

24 Comments »

 1. Rajul Shah said,

  February 10, 2010 @ 6:00 pm

  આવનારી પેઢીઓ લણતી રહે,
  સદવિચારો જો તમે વાવી શકો.

  ખૂબ સરસ.

 2. vishwadeep said,

  February 10, 2010 @ 6:28 pm

  ખુદની કિંમત જો તમે આંકી શકો,
  શક્ય છે બ્રહ્માંડને માપી શકો. …ક્યાઁ બાત હૈ સુરેશભાઈ…મજા આવી ગઈ..

 3. urvashi parekh said,

  February 10, 2010 @ 7:36 pm

  સુરેશભાઈ,
  ખુબ સરસ વાત ઘણી સરસ રીતે કહી છે.
  ખુદ ની કિંમત અને
  આવનારી પેઢી વાળી વાત તો એક્દમ સાચ્ચી છે.
  સરસ.

 4. ડૉ.મહેશ રાવલ said,

  February 10, 2010 @ 8:13 pm

  વાહ…
  ખુદની કિંમત આંકી શકીએ તો પછી “બાકીનું” બધું ગૌણ થઈ જાય……..
  બહુ ગમ્યું
  અભિનંદન સુરેશભાઈ.

 5. નિનાદ અધ્યારુ said,

  February 10, 2010 @ 10:57 pm

  કાળમીંઢા કાળજા કૂણા પડે !
  સાવ સાચું સ્મિત જો આપી શકો.

  આ બનાવટી જમાનામાં સ્મિત પણ બનાવટી હોય છે. કવિએ અરીસાથી પથ્થરને તોડવાની વાત કહી છે, શર્ત એ છે કે અરીસો અરીસો હોવો જોઇએ……! સુરેશભાઈને અભિનંદન.

 6. વિવેક said,

  February 11, 2010 @ 12:08 am

  સરસ રચના… પવનની પાલખી ગમી ગઈ…

 7. રાકેશ ઠક્કર, વાપી said,

  February 11, 2010 @ 12:23 am

  ખુબ સરસ વાત !
  આવનારી પેઢીઓ લણતી રહે,
  સદવિચારો જો તમે વાવી શકો.

 8. સુનીલ શાહ said,

  February 11, 2010 @ 1:22 am

  સુંદર મત્લા સાથે મઝાની ગઝલ.

 9. Pinki said,

  February 11, 2010 @ 5:48 am

  ખુદની કિંમત જો તમે આંકી શકો,
  શક્ય છે બ્રહ્માંડને માપી શકો… સરસ !

 10. Pushpakant Talati said,

  February 11, 2010 @ 6:43 am

  ખુદની કિંમત જો તમે આંકી શકો – તો પછી શુઁ બાકી રહે ?

  સાવ સાચું સ્મિત આપવુ એ કાઁઈ સહેલી વાત નથી જ તો વળી,

  સદવિચારો જો તમે વાવી શકો અને પુષ્પતાને જો તમે પામી શકો આ બન્ને ઘણી જ ગુઢ તથા ગહન વાત છે, ખરુ ને !

  પરન્તુ પેલી ખુદની કિમત વાળી વાત માટે એક શેર યાદ આવે છે કે
  — ખુદી કો કર બુલન્દ ઈતના
  કી હર તકદીર બનાનેસે પહલે
  ખુદા બન્દેસે ખુદ પુછે –
  બતા તેરી રજા ક્યા હૈ?

  સરસ હો ભાઈ

 11. najam said,

  February 11, 2010 @ 7:09 am

  ખુદની કિંમત જો તમે આંકી શકો, શક્ય છે બ્રહ્માંડને માપી શકો. its very good dear sureshbhai
  you know u r what than u give god

 12. Kirtikant Purohit said,

  February 11, 2010 @ 10:48 am

  કાળમીંઢા કાળજા કૂણા પડે !
  સાવ સાચું સ્મિત જો આપી શકો.
  માછલીએ પૂછ્યું માછીમારને :
  આખ્ખો દરિયો બાનમાં રાખી શકો ?
  આ પવનની પાલખી તૈયાર છે,
  પુષ્પતાને જો તમે પામી શકો.

  એક સુંદર ગઝલ.પહેલાં પણ ક્યાંક સુરેશ્ભાઇની આ ગઝલ વાંચી ત્યારે ખૂબ ગમી હતી.

 13. preetam lakhlani said,

  February 11, 2010 @ 1:16 pm

  પુરોહિત સાહેબ આ master ની ગઝલ તમે બીજે તો કયા વાચી હોય કાવ્ય્ shrushti સિવાય્.. જે ના સપાદક સુરેશ વિરાણી ખુદ પોતેજ્ હતા, આ સામયિકનો જન્મ દીવસ આવતા પહેલા જ્
  મરણની સાલ આવી ગઈ…..ભલે બીજા મિત્રો કહેતા કે ગઝલ બહુજ સરસ, ચોટદાર વગેરે વ ગેરે પણ હુ આત્માના અવાજે આટલુ તો ચોક્ક્સ કહીશ કે, ગઝલ થીક છે એમા આટલા ખોટા વખાણ કરવાની કહી જરુર ખરી!!!!!!!! Mr. Virani, કદાચ ગઝલ કાર કરતા સપાદક વધારે સારા!!!!!!!!!એવુ મારુ માન વુ છે!
  ,

 14. ધવલ said,

  February 12, 2010 @ 6:59 am

  માછલીએ પૂછ્યું માછીમારને :
  આખ્ખો દરિયો બાનમાં રાખી શકો ?

  – સરસ !

 15. આખાબોલો said,

  February 12, 2010 @ 9:04 am

  પ્રિય પ્રીતમ લખલાણીજી,

  કડવું બોલવાના મોહમાં આપ ઘણીવાર સત્ય વિસરી જાઓ છો… અહીં પ્રતિભાવ આપવા આવનાર એક પણ વાચકોનો આ સાઇટના સંચાલ્કો કંઈ હાથ પકડવા નથી જતા કે કોમેંટ કરો.. કોમેંટના આંકડા જ કૃતિની લોકભોગ્યતાનું પ્રતિબિંબ છે…

  કોઈને ઉતારી પાડવાથે શું મળે છે? બીજાની લીટી નાની કરી પોતાની લીટી મોતી કરવાની વૃત્તિ ખોટિ છે એવી વાર્તા નાનપણમાં ભણ્યા નથી કે શું?

  અને કોઈની તરફ એક આંગળી કરીએ ત્યારે ચાર આપણી તરફ હોય છે એ વાત પણ મમ્મી-પપ્પાએ શીખવી લાગતી નથી… બીજાની કવિતાની નિંદા કરો છો ત્યારે તમને એ વાતનો અહેસાસ છે ખરો કે તમારી કવિતાઓ નકરા કચરા અને બકવાસથી વિશેષ કંઈ જ નથી?

  ક્રિકેટ રમતા ન આવડે એ લોકો ક્રિકેટના વિવેચક બનવા નીકળ્યા છે… લો બોલો.. ગઝલ લખતાં આવડે છે ખરી? છંદ-કાફિયા0રદીફ્ની ચોતલી પકડતાં આવડે છે?

  લયસ્તરો જેવી સભ્ય સાઇટ પર તમારી વિષૈલી વાણીની કોઈ જ આવશ્યક્તા નથી…

  ગેટ લોસ્ટ

 16. Girish Parikh said,

  February 12, 2010 @ 6:14 pm

  ખુદની કિંમત જો તમે આંકી શકો,
  શક્ય છે બ્રહ્માંડને માપી શકો.

  પાંચ શેરની આ આખ્ખી ગઝલ ગમી ગઈ, પણ મને આધ્યાત્મિકતામાં વિષેશ રસ હોવાથી ઉપરનો શેર વધુ ગમ્યો. નીચેનો શેર પણ સ્પર્શી ગયોઃ

  આવનારી પેઢીઓ લણતી રહે,
  સદવિચારો જો તમે વાવી શકો.

  ‘લયસ્તરો’નાં કાવ્યો અને એમના આસ્વાદનું ધોરણ ઊચ્ચસ્તરોનું છે. કોમેન્ટો મોડરેટ થતી નથી છતાં એમનું ધોરણ પણ ઊંચું છે એ બતાવે છે કે ‘લયસ્તરો’નો આસ્વાદ માણનારા વાંચકોની રસવૃત્તિ પણ ઊંચી છે.

  પ્રીતમજીના પરિચયમાં હું આવેલું છું, અને એમનાં કેટલાંક સર્જનો પણ મેં વાંચ્યા છે. મેં વાંચેલી એમની ગદ્યકૃતિઓ મને ગમી છે.

  પ્રીતમજીને નમ્ર વિનંતી કે સર્જન ગમે તેનું હોય પણ મન અને હ્રદય ખુલ્લાં રાખીને વાંચશો તો રચનાની ખૂબીઓનો પણ ખયાલ આવશે.

  – – ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા E-mail: girish116@yahoo.com

 17. Sonali said,

  February 14, 2010 @ 8:42 am

  ખુબ સરસ ઃ)

 18. preetam lakhlani said,

  February 14, 2010 @ 2:05 pm

  આખબોલા છો એ નો પ્રીતમ લખલાણીને ડર નથી, તમે નામ સાથે લખયુ હોત કે મારી કવિતા કચરા જેવી હોય છે, તો હુ પ્રેમથી તમારો આભાર વ્યકત કરત્ પણ દોસ્ત્ તમે તો એ રીતે તમારો અભિપ્રાય વ્ય્ક્ત કરયો કે મારે તમને સેમા ગણવા….નરમા કે નારીમા….મને મન પર કઈ અસર થઇ નથી પણ તમારા લખાણ પરથી એ વુ લાગે છે કે, મારે તમને એક સલાહ આપવી જોઈ કે please check your BP, as soon as possible…..કારણ કે મને તો બહુ ફ્ર્ક પડતો નથી……

 19. preetam lakhlani said,

  February 14, 2010 @ 2:23 pm

  આખાબોલા, તમે હજી બાળક લાગો છો, અને ન ખબર હોય તો સુરેશ વિરાણિને પુછિ લેશો કે પ્રિતમ લખલાણીની તમે કેટલી ગઝલ પ્રગટ કરી છે ? અટલે તમને ખ્યાલ આવી જશે, ” ગઝલ નામે લીલો દુકાળ્” મારો તાજે તરમા પ્રગટ થયેલ ગઝલ સગ્રહ છે..આજે ગઝલની Demand ધટી છે અને supply, વધી છે, બાકી દોસ્ત્, બે દિવસ જીવો પણ સિંહની જેમ …..બાકી બકરાવો ૧૦૦ દિવસ પણ જીવે છે!!!!

 20. tirthesh said,

  February 15, 2010 @ 2:01 am

  પ્રિતમ,
  મેં તમારી ગઝલો વાંચી નથી અને તમારા લવારા વાંચ્યા પછી હવે વાંચવી પણ નથી. કવિ ને કાવ્ય લખવાનો જેટલો અધિકાર છે તેટલો જ વાચકને તે ઉપર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો હક છે. પ્રશ્ન decency નો છે જે શબ્દનો અર્થ તમારી સમજની બહારનો છે. બહુ જાણીતી ઊક્તિ છે કે ‘disagree without being disagreeable’- જોકે કદાચ આ ઊક્તિની તમને જાણ હોય તેવી આશા રાખવી વધુ પડતી છે. ગઝલ ઉપર તમે લખેલી comment તમારો નપુંસક ગુસ્સો વ્યક્ત કરે છે જેની કિંમત બરાબર તમારી ગઝલો જેટલી જ છે. જો તમે નિષ્પક્ષ રીતે ગઝલ ના ગુણ-દોષ ની સાહિત્યિક ટીકા કરી હોતે તો હું તેને ખરા દિલથી વધાવી લેતે. તમે રચના છોડીને વ્યક્તિગતતા ઉપર ઉતરી આવીને તમારું સ્તર જાહેર કર્યું છે જે ‘લયસ્તરો’ ના સ્તર સાથે મેળ નથી ખાતું-આ હકીકત તમે છેલ્લા ૫ વર્ષની comments નો અભ્યાસ કરશો તો દેખાશે. આપણે આ વાત અહી અટકાવીએ તો તમને સારું રહેશે, બાકી ‘લયસ્તરો’ ની ટીમના સભ્યો સુરતના છે !

 21. akur vyas said,

  February 15, 2010 @ 9:51 pm

  “બાકી ‘લયસ્તરો’ ની ટીમના સભ્યો સુરતના છે !” વેબ જગતની આ ટોળાવાદી વાતો અને લય્સ્તરોનું
  આ વત સાથે સહમત થવું -મૌન રાખી – એ તેનુ સ્તર જણાવે જ છે.તિર્થેશ કે આખાબોલા ભાઈઓ
  તમારામાથી પાંચ વર્ષમાં “કવિતા” વિશે કોણે, ક્યારે લખ્યું છે? જણાવજો મારે વાંચી જોવું છે.અને પ્રિતમ
  તારે આ બાલુડાંઓ વચ્ચે આવવાની કોઈ જરુર ખરી?તને “સરસ ગઝલ” કે “સુંદર ગઝલ” આ બે વાક્યો ના આવડતા હોય તો આ “સુરત ટીમના સાભ્યોથી “……. આઘો રહેને ભાઈ.

 22. ધવલ said,

  February 15, 2010 @ 10:52 pm

  ‘લયસ્તરો’ કવિતાની વેબસાઈટ છે. અને ખૂબ જતન અને પ્રેમથી બનાવેલી છે.

  જે કોઈ પોતાને ગમે તે કહે એમા હું કદી કાંઈ કહેતો નથી. મારા વિચારો બીજા પર થોપવા કે બીજા કોઈના વિચારોને અવરોધવા મારા સ્વભાવમાં નથી. દરેકને પોતાનો અભિપ્રાય મુબારક છે.

  મારા મતે કવિતા સારી કે ખરાબ લાગવી એ એટલી અંગત ઘટના છે કે એનું માપ કરવું શક્ય જ નથી.

  ‘લયસ્તરો’ પર આવી બધી કોમેંટ જોવાથી, આટલા વર્ષોમાં પહેલી વાર, મને મારી જાત પર શરમ લાગે છે. મહેફીલમાં કશુંય ખોટું થાય તો બધો વાંક યજમાનનો જ કહેવાય, એ ન્યાયે આનો બધો વાંક તો મારો જ કહેવાય. એટલે આ બધાય વાંક માટે હું બધા વતી માફી માગુ છું.

  ‘લયસ્તરો’ પર હજુય બધાને પોતાના મનની વાત કહેવાની -પહેલા જેટલી જ-પૂરેપૂરી છૂટ છે. શું લખવું કે ન લખવું તે મારે કોઈને સમજાવવાનું ન હોય, એ તો તમારે તમારા પોતાના દીલને જ પૂછવાનું… દીલ હા પાડે તે લખવાનું. કવિતાની દુનિયામાં આ સિવાય કોઈ નિયમ કદી હોઈ શકે જ નહીં.

  બની શકે તો, ‘લયસ્તરો’ નામના આ એક ખૂણાને અભડાયા વિનાનો રાખો એવી મારી બધાને વિનંતી છે.

 23. વિવેક said,

  February 16, 2010 @ 12:16 am

  ‘લયસ્તરો’ના એક સંચાલક તરીકે હું પણ બહુધા ધવલની જેમ મેલી મથરાવટી ધરાવતી અને બિનજરૂરી વિવાદ જગાવીને સસ્તી લોકપ્રિયતા મેળવવા મથતા ભાવકોને જવાબ આપવામાં માનતો નથી…

  કવિતા બધા માણસ વાંચી શક્તા નથી. બધા પચાવી પણ નથી શક્તા. કવિતા માણી શકનાર ભાવકોનો વર્ગ દુનિયાની કોઈપણ ભાષામાં હંમેશા લઘુત્તમ જ રહેવાનો. પણ એની સામે એક ઉજળી વાત એ પણ છે કે જે લોકો કવિતા વાંચવા-સમજવા-માઅણવાનો પ્રયત્ન કરે છે એમની અભિરુચિ અને બુદ્ધિમતા સામાન્ય માનવી કરતાં ભિન્ન અને/અથવા વધુ ઉચ્ચ જ હોવાના…

  આ વાચકો મારા મતે માનસરોવરના હંસ જેવા છે. ક્ષીર-નીરનો તફાવત એ પોતે જ કરી શકે છે. કોણ કેવી જાતનો પ્રતિભાવ આપે છે અને કેમ આપે છે અને એ મનુષ્યની માનસિક્તા મેલી છે કે ઉજળી છે એનો નિર્ણય આ વાચકો સોએ સો ટકા કરી શકવા સક્ષમ છે જ અને મને એમાં કોઈ કરતાં કોઈ જ શંકા નથી… એટલે આ વાચકોના મતની વચ્ચે ધવલની જેમ હું પણ સામાન્યરીતે પડતો નથી.

  બોલવું સહેલું છે. બકબક કરવું વધુ સહેલું છે પણ મૌન રહેવું દુષ્કર છે. અને મૌનનો શબ્દ કે મૌનનું સ્તર સમજી શકવું કદાચ વધુ કઠિન છે.

  તમામ વાચકમિત્રોને લયસ્તરો ટીમ તરફથી કવિતાનો ચોતરો ન આભડવા માટે એક નમ્ર વિનંતી છે. સાઇટના મોદરેટર તરીકે અમુક નામ, અમુક ઇ-મેલ કે અમુક આઇ.પી. એડ્રેસ પરથી આવતી કૉમેન્ટ્સને અટકાવી દેવી એ અમારા ડાબા હાથનો ખેલ છે. પ્રતિભાવોને માત્ર મોડરેટ કર્યા પછી જ પ્રગટ કરવાની સત્તા પણ અમારા હાથમાં છે… અમે એ સત્તા આજ સુધી વાપરી નથી એ અમારી ભીરૂતા નથી, એ જ અમારી ખરી તાકાત છે અને એ અમારો અમારા વાચકો પરત્વેનો ઊંડો વિશ્વાસ છે…

 24. preetam lakhlani said,

  February 16, 2010 @ 6:59 am

  ધવલ ભાઈ તેમજ્ વિવેક ભાઈ, તમારી વાત સાચી છે, અને એ બાબતમા મને જરાય વાધો નથી, પરતુ વાત એ છે કે મને વ્યકતિ ગત કોઈ પ્રત્યે કયાય કોઈ રાગ દેષ નથી, પણ વાત કવિતાની આવે છે ત્યારે હુ બીજા મિત્રોની જેમ ફકત રચના સારી છે, સરસ છે. એમ ખોટી વાહ વાહ નથી કરતો કારણ કે જિદગીના પાચ અમુલ્ય દાયકા મે વિવેચન પાછળ ખચી નાખ્યા છે, અને મારી આ વાતની નોધ અગણિત વિવેચક મિત્રોએ લીધી છે, અને જયા સુધી તમે સાચી વાત ન કહો તો વગર વાવ્યે રોજ રોજ સરજકો નામે weeds ઉગી નિકળે છે….જો સાહિત્ય અને લોકશાહીનુ મુલ્ય તકાવુ જ હોય તો સાચુ વિવેચન અને વિરોધી બળની જરુરી છે.!!!! તમારા અભિપ્રાયની કદર કરુ છુ…..આભાર્!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment