મારું સારું બધું સહજ છે ‘મરીઝ’,
કેળવેલી આ લાયકાત નથી.
મરીઝ

સ્વપ્ન – રમેશ પારેખ

સ્વપ્ન ચુંબનથી ય નાનું જોઈએ
ને શરત છે કે મજાનું જોઈએ

ઘર મળ્યું તો ઝંખના સાથે મળી –
ઘરને ઘર કહેવાનું બહાનું જોઈએ

સર્વ ઇતિહાસોનો આ ઇતિહાસ છે :
સૌને સૌનું ખાસ પાનું જોઈએ

જીવ જ્યાં જ્યાં મહાલી આવે એકલો
આંખને ત્યાં ત્યાં જવાનું જોઈએ

એમ સગ્ગા હાથને મરતો દીઠો
જેમ મરવું પારકાનું જોઈએ

ચીંધ આખું વિશ્વ તું એને, રમેશ
જેને સરનામું ર.પા.નું જોઈએ

-રમેશ પારેખ

જે માણસ આખી દુનિયાના સરનામે મળે છે એ માણસની આ ગઝલને કોઈ પૂર્વભૂમિકાની જરૂર ખરી ?

12 Comments »

 1. Dr. J. K. Nanavati said,

  April 15, 2010 @ 4:11 am

  જે ગઝલને કોઈ પુર્વભુમિકા નથી જરૂરી
  તેને કોઈ ટિપ્પણી પણ ન હોય……..

  વાહ ર.પા.
  ઉતરી જાય..આ..ર..પા..ર..પા..ર..પા..ર…!!

 2. mahesh dalal said,

  April 15, 2010 @ 5:10 am

  ર્.પા એટ્લે ર્.પા.

 3. પંચમ શુક્લ said,

  April 15, 2010 @ 8:30 am

  ***

 4. pragnaju said,

  April 15, 2010 @ 8:32 am

  કહેવાતા ચિંતકો ઢોંગમા જે વિચારતા હોય ,તેઓની પણ ભીતરની વાતનો રપાને અનુભવ છે.!
  જીવ જ્યાં જ્યાં મહાલી આવે એકલો
  આંખને ત્યાં ત્યાં જવાનું જોઈએ
  એમ સગ્ગા હાથને મરતો દીઠો
  જેમ મરવું પારકાનું જોઈએ
  શોકસભા ગજવતાની પણ આવી ભાવના હોય છે!
  યાદ આવ્યા
  તો નક્કી માનજો – મેં રાતે એનું ખ્વાબ જોયું છે,
  સવારે આંખ હું ખોલું અને એ આંખ નમ નીકળે.
  પ્રણયને પાપ કહેનારા, થશે તારી દશા કેવી?
  કદાચ અલ્લાહને ત્યાં એ જ જો દિલનો ધરમ નીકળે?

 5. sapana said,

  April 15, 2010 @ 8:44 am

  સરસ !! સપનું નાનું અને મજાનુ જોઈએ !!સરસ ..
  સપના

 6. sapana said,

  April 15, 2010 @ 8:46 am

  તો નક્કી માનજો – મેં રાતે એનું ખ્વાબ જોયું છે,
  સવારે આંખ હું ખોલું અને એ આંખ નમ નીકળે.
  પ્રણયને પાપ કહેનારા, થશે તારી દશા કેવી?
  કદાચ અલ્લાહને ત્યાં એ જ જો દિલનો ધરમ નીકળે?

  આભાર આ સાચુ જ નીકળે તો?
  સપના

 7. સુનીલ શાહ said,

  April 15, 2010 @ 9:50 am

  સ્વપ્ન નાનું પણ મઝાનું જોઈએ..
  સાવ સાચી વાત…!

 8. Girish Parikh said,

  April 15, 2010 @ 11:08 am

  ચીંધ આખું વિશ્વ તું એને, રમેશ
  જેને સરનામું ર.પા.નું જોઈએ
  -રમેશ પારેખ
  ‘જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ!’ એ ઉક્તિ ર.પા. ને બરાબર લાગુ પડે છે!

 9. sudhir patel said,

  April 15, 2010 @ 11:45 am

  ર.પા.નું સરનામું મળે એવી ગઝલ!
  સુધીર પટેલ.

 10. impg said,

  April 15, 2010 @ 2:41 pm

  રમેશ પારેખના કાવ્યની Comment કરવાની તાકાત નથી !!!

 11. himanshu patel said,

  April 15, 2010 @ 8:43 pm

  દરેક શેર જુદા અને સ્વતંત્ર લાગ્યા કોઈ એક સબ્જેક્ટ મેટરથી વણાયેલા વંચાતા નથી
  શેર બધાં સારા છે પણ ગઝલ્!! સારી છે એવું કહેતા ખચકાવાય છે,કવિતા એક સ્વાયત્ત
  આકૃતિ છે……

 12. kanchankumari. p.parmar said,

  April 23, 2010 @ 5:49 am

  સ્વપ્ન હતુ જે કમળ થિયે કોમળ…..જાગિ ને જોયુ તો દીસે વ્રજ થિ યે કઠોર્….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment