દોસ્ત અફવા ઊડતી આવી અને,
આગ માફક એ બધે ફેલાઈ ગઈ.
– રાહુલ શ્રીમાળી

આપણે – રતિલાલ બી. સોલંકી

 લાશ ખુદની ઉંચકીને ચાલનારા આપણે,
તે છતાં ખોટા ભરમમાં રાચનારા આપણે.

કોણ કોનું સુખ દેખી થાય છે રાજી અહીં,
રામને વનવાસ આપી કાઢનારા આપણે.

જો કલા-કારીગરીની થાય છે કેવી કદર !
જીવતે જીવ એક કડિયો ગાડનારા આપણે.

સંત જેવો એ હતો, શયતાન ક્યાંથી થઈ ગયો ?
હાથમાં ચાકુ-છરી પકડાવનારા આપણે.

ને પટાવી-ફોસલાવી ટોચ પર મૂકી દીધો,
સ્થિર થાશે એટલામાં પાડનારા આપણે.

પીઠબળ એનું હતું તો થઈ શક્યા પગભર તમે,
પીઠ પાછળ કારમો ઘા મારનારા આપણે.

– રતિલાલ બી. સોલંકી

‘આપણા’પણાંને છડેચોક નગ્ન કરતી ધારદાર ગઝલ… વાંચતાવેંત સોંસરવી ઉતરી ગઈ !  ‘આપણે’ વિશે આટલું જાણ્યા પછી આ ગઝલ વિશે આપણે કંઈ બોલવાનું રહે ખરું?

14 Comments »

  1. shashikant vanikar said,

    January 21, 2010 @ 4:06 AM

    Wonderful !!!!! Si,ply wonderful !!!! it’s bare / naked TRUTH we are always like it !!!!!!!

  2. રાકેશ ઠક્કર, વાપી said,

    January 21, 2010 @ 6:50 AM

    ધારદાર ગઝલ…
    ને પટાવી-ફોસલાવી ટોચ પર મૂકી દીધો,
    સ્થિર થાશે એટલામાં પાડનારા આપણે.

  3. pragnaju said,

    January 21, 2010 @ 7:45 AM

    ને પટાવી-ફોસલાવી ટોચ પર મૂકી દીધો,
    સ્થિર થાશે એટલામાં પાડનારા આપણે.

    પીઠબળ એનું હતું તો થઈ શક્યા પગભર તમે,
    પીઠ પાછળ કારમો ઘા મારનારા આપણે.

    દરેક ક્ષેત્રે આવું અનુભવ્યું છે.જો આવી ધરદાર
    વાત સમજી ન શકો તો માનસશાસ્ત્રીને ફેલ્પ લાઈન …
    યાદ આવી હિન્દી કવિતા…

    कैसे गीत खुशी के गाऊँ?
    सच्चा मीत कहाँ से लाऊँ?
    रिश्ता दुनियाँ में जैसे व्यापार हो गया।
    बीते कल का ये मानो अखबार हो गया।।
    जीने की खातिर दुनियाँ में रिश्तों का दस्तूर।
    भाव नहीं दिखता रिश्तों मे जीने को मजबूर।।
    फिर भी जीना भला क्यों स्वीकार हो गया।
    बीते कल का ये मानो अखबार हो गया।।
    अपनापन दिखलाता जो भी क्या अपना होता है
    सच्चे अर्थों में अपनापन तो सपना होता है।।
    कैसे कहते हैं अपना परिवार हो गया।
    बीते कल का ये मानो अखबार हो गया।।
    रंगमंच गर है जीवन तो हम अभिनय करते हैं।
    दिखलाना हो सुमन को सचमुच बहुत प्रणय करते हैं।
    वह पल लगता है अपना संसार हो गया।
    बीते कल का ये मानो अखबार हो गया।।

  4. virendra bhatt said,

    January 21, 2010 @ 10:22 AM

    હા,સહુથી વધુ તકલીફ,પીડા,સંતાપ હંમેશા આપણે આપણાને આપીએ, અને આપણને આપણા તરફથી જ મળે છે.
    વીરેન-વેણુ

  5. ધવલ said,

    January 21, 2010 @ 11:52 AM

    જો કલા-કારીગરીની થાય છે કેવી કદર !
    જીવતે જીવ એક કડિયો ગાડનારા આપણે.

    – મૂળ ડભોઈના હોવાના નાતે આ શેર જરા વધારે ગમી ગયો ! સરસ ગઝલ !

  6. M.Rafique Shaikh,MD said,

    January 21, 2010 @ 1:31 PM

    This a simply brilliant gazal reminding us of our individual and collective responsibility for the vices within and around us. Very well done!

  7. Girish Parikh said,

    January 21, 2010 @ 4:09 PM

    જો કલા-કારીગરીની થાય છે કેવી કદર !
    જીવતે જીવ એક કડિયો ગાડનારા આપણે.

    સર્જક હોવાને નાતે ઉપરના શેર વિશે વધુ વિચાર્યું. ‘ગાડનાર’ શબ્દના અર્થની ખબર નહોતી. આપણા ઓન લાઈન મહાકોશ ભગવદ્ગોમંડલ (www.bhagavadgomandal.com) માં જોયું પણ શબ્દ ન મળ્યો! પછી ‘ગાડવું’ શબ્દ જોયો અને ત્રણ અર્થોમાંથી નીચેના અર્થો બંધબેસતા લાગ્યાઃ
    ૧. જમીનની અંદર ખાડો કરી તેમાં મૂકવું; દાટવું.
    ૨. ઠોકવું; મારવું.
    આપણે કલા કારીગરીની યોગ્ય કદર કરવાને બદલે કડિયા બનીને એને દફનાવીએ છીએ! અલબત્ત, આમાં અપવાદ હોય છે પણ કેટલા?
    દલપતરામનું પેલું શરણાઈવાળાનું કાવ્ય યાદ આવે છે. એની શેઠે કેવી કદર કરી! કવિ દલપતરામનો આજે (જાન્યુઆરી ૨૧, ૨૦૧૦) જન્મદિવસ છે. શરણાઈવાળાનું કાવ્ય જયશ્રીબહેને Tahuko.com પર આજે જ પોસ્ટ કર્યું છે.
    – – ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા
    E-mail: girish116@yahoo.com
    (ગિરીશનું સર્જાતું જતું પુસ્તકઃ ‘આદિલના શેરોનો આનંદ’)

  8. વિવેક said,

    January 21, 2010 @ 11:25 PM

    સુંદર રચના… ડભોઈના કડિયાવાળો સંદર્ભ સાવ ભૂલી જ જવાયો હતો… એ પુનઃ યાદ આવ્યા પછી શેર વધુ જીવંત બની ગયો…

  9. Pancham Shukla said,

    January 22, 2010 @ 7:37 AM

    હીરાધર શિલ્પીના હાથમાં આવતાં ઈંટ, ચૂનો અને રેતી-પથ્થર મારવાડની પૂતળીઓ બનીને નર્તન કરતાં હતાં.લોકનજરે દેખાતી હીરાની ર્મિ લહરીઓ જયાંથી ઠતી હતી તેનું સરનામું હતી એક મજૂરણ યુવતી .

    ‘હજૂર, હીરો એક મજૂરણ બાઈના નામને અમર કરવા ચોરીને આરસ કંડારે છે. નામ અમર કરવાનો અધિકાર કાં તો રાણી-જાયાનો કાં તો બીબીજાયાનો, બાકી પથરા ટોચનાર એક કડિયો આ રીતે હરકત કરે તો રાજત્વના મહિમાનું શું?’

    રાજવી વિશળદેવે હુકમ આપી દીધો કે ‘ચોરીના ગુના માટે હીરાને ડભોઈના કિલ્લામાં જીવતો ચણી દો.’

    આખી કહાણી માટે જુઓઃ

    http://www.divyabhaskar.co.in/2007/10/16/0710161223_toran_navalika.html

    http://www.gurjari.net/details_print.php?id=522

  10. વિવેક said,

    January 23, 2010 @ 12:54 AM

    પ્રિય પંચમભાઈ,

    આ વાર્તા અડધી-પડધી યાદ હતી પણ આપે મહેનત કરીને જે લિન્ક આપી એણે વિસ્મૃતિના પડળો હટાવી દીધા… આખી વાર્તા વાંચતા વાંચતા પાંપણ ભીની થઈ ગઈ…

  11. Kirtikant Purohit said,

    January 23, 2010 @ 9:56 AM

    વડોદરાના પ્રતિભાશાળી યુવાન કવિની રચના તેમના જ મુખે સાઁભળી હતી. અહિઁ લયસ્તરોમાઁ વાઁચી ઘણો જ આનઁદ થયો. પચાસેક વર્ષ પહેલાઁ જોયેલી હીરોસલાટ-ગુજરાતી ફિલ્મ યાદ આવી ગઇ.સાથે પડતર હાલતમાઁ રહેલી ડ્ભોઇની હીરાભાગૉળ થોડા વખત પહેલાઁ જોયાનુઁ સ્મરણ પણ થયુઁ. એક અનોખી પ્રેમકથા.નજદીકનુઁ તેનતલાવ પણ હીરાસલાટની સ્મૃતિગાથા.

  12. ઊર્મિ said,

    January 23, 2010 @ 10:03 AM

    વાહ પંચમદા.. મને તો કદાચ આ વાર્તા ખબર પણ ન્હોતી (અથવા તો જબરદસ્ત સ્મૃતિભંશ થયો હશે!)… ખૂબ જ મજા આવી ગઈ… આભાર.

  13. P Shah said,

    January 23, 2010 @ 1:18 PM

    તે છતાં ખોટા ભરમમાં રાચનારા આપણે……
    વાહ ! સુંદર રચના !

    આ જ કવિની અન્ય સુંદર રચના વાંચવા અહીં ક્લીક કરો-

    http://aasvad.wordpress.com/2009/11/26/459/
    http://aasvad.wordpress.com/2010/01/02/491/

  14. Pushpakant Talati said,

    January 26, 2010 @ 7:01 AM

    વાહ્….. વાહ …. વાહ ……
    શુ સુન્દર આલેખન છે આ કાવ્યમાઁ ! ! !
    ટચુકડામાઁ અને શોર્ટમાઁ જ જો કહુઁ તો આ પ્રમાણે –
    કે ” જાણે આજના આ અર્વાચીન માણસને કાવ્યકારે નગ્ન કરી ને હાથમાઁ એક મોટોમસ અને આદમ કદનો / ફૂલ સાઈઝનો અરીસો/દર્પણ પકડાવી દીધુ ન હોય ! ? !
    ખરેખર ઘણી જ ચોટદાર અને ધારદાર રજુઆત તથા આલેખન છે.
    અભિનન્દન .

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment