જિંદગીને મોતનો જો ભેદ ના રાખો તમે,
જેના ખાલી હાથ છે એ સૌ સિકંદર લાગશે !
બેફામ

જ્યાં તારું ઘર નથી – મરીઝ

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી,
અમૃત મળે તો શું કરું ? એમાં અસર નથી.

ખામી તમારા રૂપમાં દેખાય છે હવે,
પહેલાં હતી જે, એવી અમારી નજર નથી.

ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં?
આજે શું થઇ રહ્યું છે મને કંઈ ખબર નથી!

પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,
તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.

આ છૂટવાની રીત કે મિત્રોએ કહી દીધું,
શું થઇ શકે કે જ્યાં તને તારી કદર નથી!

આવાગમન છે બંને જગતમાં સતત ‘મરીઝ’,
પૂરી જે થાય એવી જીવનની સફર નથી.

-મરીઝ

મક્તામાં નામ ન હોય તો પણ પહેલા શેર થી જ ખબર પડી જાય કે આ મરીઝ સિવાય બીજું કોઈ હોઈ જ ન શકે. ‘પાગલપણું આ…’ શેર મને શિરમોર સમાન લાગ્યો – કોઈકે મજનુંને પૂછેલું, ‘તું આ નુક્કડ પર શું કરે છે ? અહી લૈલાનું ઘર નથી.’ મજનું કહે, ‘મને દરેક જગ્યાએ લૈલા સિવાય કશું જ નથી દેખાતું તેથી જે ઘર ઉપર મારી નજર પડે તે લૈલા નું ઘર બની જાય છે !’ બીજો શેર પણ સુંદર છે – જાણીતી વાત સરસ અંદાઝમાં કહેવાઈ છે.

14 Comments »

  1. sudhir patel said,

    January 17, 2010 @ 5:11 PM

    મરીઝના રંગે રંગાયેલી ખૂબ જ સુંદર મિજાજ સભર ગઝલ!
    સુધીર પટેલ.

  2. pragnaju said,

    January 17, 2010 @ 9:33 PM

    પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,
    તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી
    વાહ્
    યાદ આવી
    પ્રેમ તો કેવળ પ્રેમ છે.
    એમાં શું કારણ? શું કેમ?
    ચાહીએ એને ચાહતા રહીએ
    ભૂલી સઘળા વ્હેમ.
    હું પામ્યો એટલું તારણ
    આ પ્રેમ છે સાવ અકારણ-

  3. ઊર્મિ said,

    January 17, 2010 @ 11:29 PM

    સુંદર મરીઝ-ગઝલ !

    પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,
    તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.

    હદથી વધવાની વાત પર જવાહર બક્ષીનો આ શે’ર યાદ આવ્યો…

    હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,
    બિંદુની મધ્યમાં છું-હું તેથી અનંત છું.

  4. manhar m.mody ('mann' palanpuri) said,

    January 17, 2010 @ 11:30 PM

    સાવ સાચી વાત છે. ‘મરીઝ’ સાહેબના શેર પોતે જ પોતાની ઓળખાણ આપી દે છે.

    પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,
    તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.

    આ શેર વાંચી મારી ગઝલનો એક શેર યાદ આવે છેઃ

    તારી જૂની ગલીમાં તું ક્યાં હવે વસે છે?
    ત્યાંથી ગુજરતાં તો યે ‘મન’ શાને ડગમગે છે!

  5. વિવેક said,

    January 18, 2010 @ 1:52 AM

    સુંદર ગઝલ… મજનૂનો સંદર્ભ જાણીને શેર માણવાની વધુ મજા પડી…

  6. shashikant vanikar said,

    January 18, 2010 @ 3:40 AM

    વાહ શુ ગઝલ મઝા આવિ ગૈ .

  7. Nirav said,

    January 18, 2010 @ 3:56 AM

    સુંદર ગઝલ – નવા પ્રસ્તાવક અને લયસ્તરોને અભિનંદન !

  8. ચાંદ સૂરજ said,

    January 18, 2010 @ 4:38 AM

    સુંદર ગઝલ. બંધુશ્રી તીર્થેશભાઈનું સ્વાગત હો !

  9. Pinki said,

    January 18, 2010 @ 5:09 AM

    સરસ ગઝલ… !

  10. Kirtikant Purohit said,

    January 18, 2010 @ 9:45 AM

    મરીઝ સાહેબની એક સરસ ઉમદા ગઝલ જેના ભાવ પાછળથી અનેક ગઝલકારોએ દોહરાવ્યા,અલગ શબ્દોમાઁ.

  11. Girish Parikh said,

    January 18, 2010 @ 12:21 PM

    આ છૂટવાની રીત કે મિત્રોએ કહી દીધું,
    શું થઇ શકે કે જ્યાં તને તારી કદર નથી!

    મરીઝની શું વાત કરવી? ગુજરાતી ગઝલના ગાલીબ છે એ.

    The whole ghazal is great as others of Mariz, but the above sher has a special appeal to me at this time. Others may or may no appreciate but self-appreciation is a must before becoming free. One must understand one’s own worth. That can lead to the appreciation of our Real Self which is one with God.

    પન્નાલાલ પટેલ સાથેની મારી મુલાકાત યાદ આવી. એમની સાથે ઘણી વાતો કરતાં એ બોલી ગએલાઃ “હું કુણ છું એ હું જ જાણું છું!”

  12. ડૉ.મહેશ રાવલ said,

    January 18, 2010 @ 2:15 PM

    મરીઝની ગઝલ એટલે………………………………………..મરીઝ,મરીઝ અને માત્ર મરીઝ.

  13. kanchankumari parmar said,

    January 20, 2010 @ 5:29 AM

    સ્વ્પના મા તારુ ઘર અમને આમ અચાનક મળિયુ પણ દિધેલા કમાડ નિ ચાવિ અમને કોઇદિ નામળિ……

  14. kalpan said,

    January 21, 2010 @ 8:37 AM

    અતિ સુન્દર તિર્થેશ ……

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment