ઘસાતાં ઘસાતાં મળ્યો ઓપ અંતે,
સ્વીકાર્યો પછી તો ઘસારાનો જાદુ.
પારુલ ખખ્ખર

કૂર્માવતાર – પન્ના નાયક

અહીં અમેરિકામાં
નિવૃત્ત થયેલી
વૃદ્ધ થતી જતી વ્યક્તિઓની આંખમાં
એક જ પ્રશ્ન ડોકાયા કરે છે:
-હવે શું ?

ભારત જઈ શકાય એમ નથી
અમેરિકા રહી શકાય તેમ નથી
સંતાનો તો ઊડીને સ્થિર થઈ ગયાં
પોતપોતાના માળામાં

અમે બધા
સિટી વિનાના
સિનિયર સિટીઝન.

અમે છાપાં વાંચીએ
-પણ કેટલાં ?
અમે ટેલિવિઝન જોઈએ
-પણ કેટલું ? ક્યાં લગી ?

સ્થિર થઈ ગયેલો સમય
અસ્થિર કરી મૂકે છે અમને
-અમારા મનને.
સસલાં અને ખિસકોલીની જેમ
દોડતો સમય
અચાનક કાચબો થઈ જાય
ત્યારે
એ અવતારને શું કહેવાય ?

-પન્ના નાયક

8 Comments »

 1. Radhika said,

  July 11, 2006 @ 5:18 am

  Nice Poem

  aatlij dayniy sthiti eva vadiloni chhe jeo ahi india ma rahe chhe ane jemna videsh ma sthayi thaya chh? evu nathi e santano ne emna mata-pita taraf lagni nathi pan kaik navu medavvana pryatna ma aa parivar swechhae vikhuta padya chhe

 2. Mital said,

  July 11, 2006 @ 7:28 am

  ekdam saachi vaat kahi kavi e kavita ma.
  ahin to vriddh loko to durr chhe, pan middle-aged na persons pan jo job no karta hoi, to rehavu mushkel chhe.
  ahin emne koi bhaav nathi puchhtu , e loko kashi pravruti nathi kari shakta (except few cities like edison,jersey city,bay area in CA etc) .
  ahin emnu jeevan jail ma rahela kedi karta pan kharab thai jai chhe.
  haa, badhi jagya e tewu nathi hotu..pan generally, awu jova ma awyu chhe. maa-baap ghare rahi ne chhokra na chhokra ne saachve ane husband-wife kamava jai.
  this is very good peom

 3. Suresh Jani said,

  July 11, 2006 @ 9:46 pm

  મારી ઉમ્મરના લોકોની સ્થિતિનું આ સાવ સાચું નિરૂપણ છે. ધીમે ધીમે ભારતમાં પણ આમ બનતું જાય છે. વૃધ્ધાશ્રમોની વધતી જતી સંખ્યા આનો પુરાવો છે.
  પણ જો મારી ઉમ્મરના લોકો આ વાંચતા હોય તો તેમંને મારું નમ્ર સૂચન છે- અભિગમ બદલો. ના વાંચતાં હોય તો તેમને આ કોમેન્ટ વંચાવો.
  બાળકોના બાળકો સાચવવા પડે છે? તો ફરીથી બાળક બની જાઓ. પછી જુઓ મઝા જ મઝા… અમેરીકામાં તો કેટલા બધા રમકડા ઘરોમાં હોય છે ? રમો.
  મોટા ભાગના ઘરોમાં તો હવે (ભારતમાં પણ ) કોમ્પ્યુટર હોય છે. તે વાપરતાં શીખી જાઓ. પછી જુઓ. તમને સમય કેમ પસાર કરવો તેની ફરિયાદ નહીં રહે ! તમારા પુત્ર કે પુત્રીને કહો કે કોમ્પ્યુટરમાં ‘Skype’ રાખી દે. પછી આખા અમેરીકા અને કેનેડામાં તમારા મિત્રો અને સંબંધીઓ સાથે મન ફાવે તેટલી વાર વાતો મફત કરો !

 4. manvant said,

  July 11, 2006 @ 10:53 pm

  શું લખવું તે સમજાતું નથી પન્નાબહેન !
  સૌની દશા તે આપણી દશા સમજીને
  જીવી લેવું સારું ! ગમે તે સ્થિતિમાં !

 5. tjaytanna said,

  June 15, 2010 @ 8:29 am

  very true. સરસ અને સચોટ વાત્ કહિ

 6. yogesh shukla said,

  May 30, 2015 @ 6:58 pm

  વિચારવા જેવું તો ખરું, પણ
  એકાંત જેવો કોઈ મિત્ર નથી અને એકલતા જેવો કોઈ શત્રુ નથી ,

 7. Suresh Shah said,

  May 12, 2017 @ 4:46 am

  વાહ.
  ઊદગાર મોંમાથી સરી પડ્યા.
  ધન્યવાદ, પન્નાબેન.

  આસ્વાદ બદલ આભાર.

  – સુરેશ શાહ, સિંગાપોર.

 8. Suresh Shah said,

  May 12, 2017 @ 4:54 am

  એક વાત યાદ આવી ગઈ,
  રંગબેરંગી કાચના માછલીઘરમાં રહેતી માછલી ને આ જ દુનિયા છે, એમ મન મનાવવા કેવી વ્યથા થતી હશે!
  કોઇની યે પરવશતા નથી – માબાપ સંતાનોની ખુશી માટે, એની પ્રગતિ માટે કરે છે. સંતાનો માબાપનું ધ્યાન રાખવા, સગવડ આપવા (પૈસા આપીને નથી છુટવું), અને નવી દુનિયા દેખાડવા ની હોંશ માટે ….

  – સુરેશ શાહ, સિંગાપોર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment