ઓશિકું આકાશનું હું પણ કરત,
આભની કિંમત જરા ઊંચી પડી.
હરદ્વાર ગોસ્વામી

છિદ્રો – મૂકેશ વૈદ્ય

મેં એક મૂર્તિ ઘડી
એક વાર એ પર નખશિખ પથરાયેલી તિરાડે
મારું ધ્યાન ખેચ્યું.
હું મૂર્તિની વધારે નજીક ગયો.
નજીકથી જોતાં
અનેકાનેક છિદ્રો મને વિહ્વળ કરવા લાગ્યાં.
એક વાર તો હું
તિરાડ સોંસરવો આરપાર પણ જઈ આવ્યો.
છતાંય
એ અકબંધ હોવાનો મારો દાવો રહ્યો.
કંઈ ક્યાંય સુધી,
અરે એ કકડભૂસ થઈ ચૂક્યા પછી પણ
મારા મસ્તિષ્કમાં, મારી ભૂજાઓમાં
અને શિરાઓમાં વહેતા રક્તમાં
એ મૂર્તિ
હજીયે અકબંધ ઊભી છે.

– મૂકેશ વૈદ્ય

“આ કવિતામાં કઈ વાત છે? (અ) ખંડિત મૂર્તિના પૂજનની વ્યર્થતાની કે (બ) અપૂર્ણને પણ ચાહી ચાહીને પૂર્ણ બનાવી શકાય છે એની. ”
“એ તો તમે જાણો !”
“કદાચ કવિ બન્ને વાત કહેવા માંગે છે. કદાચ જીંદગીમાં આ બન્ને વાત જેટલી અલગ લાગે છે તેટલી ખરેખર છે નહીં એવું કવિ કહેવા માંગતા હોય.”
“એય તમે જાણો ! મને તો બસ કવિતા ગમી એટલે ગમી. એમાંના છિદ્રો અને તિરાડો જોવાનું કામ તમારું, મારું નહીં.”
“???”
“!!!”

12 Comments »

  1. Gurjar Desh said,

    June 21, 2006 @ 1:42 AM

    જો અહીં મુર્તિને ભગવાનની મુર્તિનુ રૂપક આપેલું હોય તો એ રીતે લઇ શકાય કે સૌ પ્રથમ તો ભગવાન વિશે થોડુ ઘણુ જાણ્યુ. બાદમાં ભગવાને કસોટી કરી છતાં પણ મનમાં ભગવાન પ્રત્યેનો ભાવ સહેજ પણ ઓછો થયો નહોતો.

    જો અહીં મુર્તિને પ્રેમિકા સાથે સરખાવીએ તો પ્રથમ તો કુણી લાગણીના અંકુર ફુટ્યા. બાદમાં દીલ ઘવાયુ છતાં હજુ પણ મનમંદિરમાં એ મુર્તિ અકબંધ યાદોમાં સચવાયેલી છે.

  2. Neha said,

    June 21, 2006 @ 2:14 AM

    “એ અકબંધ હોવાનો મારો દાવો રહ્યો.”

    Shabdo ne shodhi ne tene, vastavikata ao sathe gothavi ne, review apanva nu nahi fave..shri Mukeshbhai ne shu samjayu ne emane lakhyu e nathi khabar pan emani ek line..Vishavas na kachaa tantu ne majboot banavi jay che…Happy!!!someone is there thinking like this way……..

    Wants to write in gujarati but helpless, rightnow not having keyboard & dont have patinece.

    Thanks Dhavalbhai,..aa rachana share karava mate.

  3. વિવેક said,

    June 21, 2006 @ 8:43 AM

    મને કોઈ ત્રીજો જ અર્થ દેખાય તો?

    આ વાત મને તો કવિએ શિલ્પકારના સ્વાંગમાં કરેલા સર્જનની લાગે છે…. પોતાનું સર્જન… પિતા માટે એ બાળક હોઈ શકે, કવિ માટે કવિતા, ચિત્રકાર માટે ચિત્ર અને શિલ્પકાર માટે શિલ્પ…. મૂર્તિના પ્રતીક વડે પોતાના સર્જનની મહત્તા અને શાશ્વતતા બતાવવાની કોશિશ શું આ ન હોઈ શકે?

    મારું સર્જન ગમે તે હોય, મને એ સદૈવ પરિપૂર્ણ જ લાગવાનું… કદીક મને ખુદને જાણ થાય કે મારા સર્જનમાં કંઈક ખામી છે તો હું એ ખામીને નજીકથી સમજવાની કોશિશ જરૂર કરવાનો… પણ નજીક જતાં મને બીજી ઘણી ખામીઓ મળે તો હું વિહ્વળ તો થવાનો જ ને! ક્યારેક મારી ખામીના મૂળ સુધી પણ હું જઈ આવું તો પણ હું મારું સર્જન અપૂર્ણ કે ખંડિત છે એમ શું સ્વીકારી શકીશ? પોતાના સર્જન માટેનો આપણો પ્રેમ એટલો તીવ્ર હોય છે કે આખેઆખું સર્જન નષ્ટ થઈ જાય તો ય આપણા દિલોદિમાગમાંથી એ કદી નાશ પામી શકતું નથી..

    આ અર્થ કવિને ઈંગિત ન પણ હોય. તો પણ ખંડિત મૂર્તિના પૂજનની વાત તો નથી જ લાગતી…

  4. Anonymous said,

    June 21, 2006 @ 9:46 AM

    Vivek,
    tari vaat sathe hu bilkul sahemat chhu. kadach mai tari pahela reply aapyo hot to mai pan aa j vaat kahi hot…
    potanu sarjan… game atli tiraad nazar aave .. haiya ma akbandh j rahevani… ne kyarek aham pan akbandh j rakhva prere chhae..

    Meena

  5. manvant said,

    June 21, 2006 @ 4:05 PM

    એક સંસ્કૃત કહેવત :
    છિદ્રેશ્વનર્થા: બહૂલિ ભવંતિ !
    અર્થ :છિદ્રો (જોવાથી)ઘણા અનર્થો થાય છે !

  6. ધવલ said,

    June 21, 2006 @ 11:46 PM

    આ કવિતા વાંચી ત્યારે મારા મનમા કેટલાય વિચારો એકસાથે આવેલા. અને એના પરથી મને કવિતા પછીનો સંવાદ લખવાનો વિચાર આવ્યો. જો કવિતાનો એક અને માત્ર એક જ સ્પષ્ટ અર્થ હોય, તો પછી એ કવિતા લખવાની જરૂર જ શું ?

    તમે કવિતાની આંખમાં જુઓ અને તમને જે દેખાય, તે જ તમારા માટે એનો અર્થ. પ્રેમ અને ઈશ્વરની જેમ, એક જ કવિતાનો અર્થ મારા માટે અને તમારા માટે જુદો થઈ શકે. આજે એક અર્થ લાગે અને કાલે બીજો અર્થ પણ લાગી શકે.

    આ મહેફીલમાં બધા પોતપોતાની વાત લઈને આવે છે એ જ મહત્વની વાત છે. દરેક મંતવ્યની પાછળ એક આખા આયખાંનો ભૂતકાળ ભરેલો હોય છે. એ મંતવ્ય ખરૂં હોય કે ખોટું હોય એ મુદ્દો નથી; મુદ્દો તો છે કે દરેક મંતવ્ય અનોખું હોય છે.

  7. Anonymous said,

    June 22, 2006 @ 3:00 AM

    priy Dhaval,
    tari vaat sathe pan hu sahmat chhu… kaavya ae j raheshe.. arth badlaya karshe aapna vichar kai gati ma che aeni sathe…
    meena

  8. ઉર્મિ said,

    June 23, 2006 @ 11:16 AM

    ધવલભાઇની વાત એકદમ સરસ અને સત્ય છે. મારા મતે એ કવિતા ખુબ જ સફળ અને સુંદર હોય છે જેને વાંચતા દરેક વાંચકને એ પોતાની જ લાગે… લાગે કે આ તો મારા જ અંતરના ભાવની અભિવ્યક્તિ છે… અને દરેક વ્યક્તિનાં ભાવ તો અલગ જ રહેવાનાં ને! જેટલા ભાવ તેટલા અર્થ, અને છતાં એ બધા જ કવિતામાં બન્ધ બેસે..

    એવી સુંદર કવિતાઓમાંની જ આ પણ એક છે.

  9. hemansu patel said,

    March 25, 2009 @ 6:24 PM

    first of all two names is it by mukesh joshi or vaidya?
    second thing what i could see in this poetry is the perciever who has given the details of an identity or an icon or the other, evetualy every thing boils down to
    the seer himself turn into that otherness-perhaps thats why he mentioned at the end that the other entireness still exissting not just in my body but it is also into my radical self i.e the blood, i read this poetry as an experience of impefectness
    from inside of outside or out of inside of any being.

  10. hemansu patel said,

    March 25, 2009 @ 6:26 PM

    first of all two names is it by mukesh joshi or vaidya?
    second thing what i could see in this poetry is the perciever who has given the details of an identity or an icon or the other, eventually every thing boils down to
    the seer himself turn into that otherness-perhaps that’s why he mentioned at the end that the other entireness still existing not just in my body but it is also into my radical self i.e the blood, i read this poetry as an experience of imperfectness
    from inside of outside or out of inside of any being.

  11. સુરેશ જાની said,

    August 19, 2013 @ 11:02 AM

    મુકેશ જોશી કે મુકેશ વૈદ્ય?

  12. ધવલ said,

    August 19, 2013 @ 2:18 PM

    મુકેશ વૈદ્ય. ઉપર સુધારી લીધુ છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment