ઉદાસી આ સૂરજની આંખે ચડી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચડી છે.
ભગવતીકુમાર શર્મા

ગઝલ -રાહી ઓધારિયા

હું જેમ જેમ તારો દીવાનો થતો ગયો-
બસ એમ એમ મારો જમાનો થતો ગયો.

એનો થતો ગયો અને આનો થતો ગયો,
કોને ખબર હું કેમ બધાનો થતો ગયો !

આપી છે તારી પ્રીતે નજરને વિશાળતા,
તારો થયા પછી હું ઘણાનો થતો ગયો.

વ્યક્તિત્વ ઓગળી ગયું તારા વિચારમાં,
મોટા થવાની સાથ હું નાનો થતો ગયો.

કેવી અસર થઈ છે મને તારા સંગની-
જાણે કે હું જ મારા વિનાનો થતો ગયો !

-રાહી ઓધારિયા

માણસ જ્યારે પ્રેમમાં દુ:ખી હોય ત્યારે એને લાગે છે કે એનું દુનિયામાં કોઈ જ નથી. પરંતુ પ્રેમનાં પરમાનંદમાં ડૂબેલા માણસને આખી દુનિયા જ પોતીકી લાગે છે… જેને પ્રેમ અને પ્રેમીનાં સંગનો જબરદસ્ત નશો ચડ્યો હોય, એને જો આખી દુનિયા ઉલટીપુલટી ન લાગે તો જ નવાઈ !  🙂

12 Comments »

  1. sapana said,

    October 28, 2009 @ 8:25 AM

    કેવી અસર થઈ છે મને તારા સંગની-
    જાણે કે હું જ મારા વિનાનો થતો ગયો

    વાહ વાહ ક્યા બાત હૈ

    સપના

  2. manharmody ('મન' પાલનપુરી) said,

    October 28, 2009 @ 9:27 AM

    દરેકે દરેક શેર પછી અનાયાસે પણ ‘વાહ્,વાહ’ બોલાઈ જાય તેવી સરસ ગઝલ.

  3. pragnaju said,

    October 28, 2009 @ 10:26 AM

    ખૂબ સરસ ગઝલના આ શેર ગમ્યા

    વ્યક્તિત્વ ઓગળી ગયું તારા વિચારમાં,
    મોટા થવાની સાથ હું નાનો થતો ગયો.
    કેવી અસર થઈ છે મને તારા સંગની-
    જાણે કે હું જ મારા વિનાનો થતો ગયો !
    સત્સંગ તમારા અંતરમાં પરમનો સ્પર્શ પામવાની ધગશને જીવંત રાખે છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ આથી જ સત્સંગને ‘આત્માનું પરમ હિતેષી ઔષધ’ કહ્યું છે એટલે કે વ્યક્તિના આત્માને હિત કરનારનું આ પરમ- શ્રેષ્ઠ ઔષધ છે.ભક્તિમાર્ગના અનેક સંતો અને ભક્તો માત્ર ભજન અને સત્સંગથી ભવસાગર તરી ગયાના દ્રષ્ટાંતો મળે છે. નરસિંહ કે મીરાં, સંત જ્ઞાનેશ્વર કે સ્વામી રામકૃષ્ણ પરમહંસના જીવનમાં આ જોવા મળે છે. સારા માણસના સંગથી માંડીને આઘ્યાત્મિક સત્સંગ સુધીની આ યાત્રા છે. એમાં કોઈએ શાસ્ત્રના સંગની વાત કરી, કોઈએ ભક્તિ કે ભજનની વાત કરી, કોઈએ કીર્તનની વાત કરી, તો કોઈએ સત્પુરુષની વાત કરી

  4. ધવલ said,

    October 28, 2009 @ 2:19 PM

    વ્યક્તિત્વ ઓગળી ગયું તારા વિચારમાં,
    મોટા થવાની સાથ હું નાનો થતો ગયો.

    – સરસ !

  5. sudhir patel said,

    October 28, 2009 @ 9:11 PM

    ભાવનગરના કવિ-મિત્ર રાહી ઓધારિયાની ખૂબ જ સુંદર ગઝલ માણવાની મજા આવી!
    સુધીર પટેલ.

  6. Kirtikant Purohit said,

    October 28, 2009 @ 11:27 PM

    saras gazal.

  7. વિવેક said,

    October 29, 2009 @ 1:50 AM

    બધા શેર સરસ થયા છે.. સરવાળે સંપૂર્ણ ગઝલ…

  8. પ્રજ્ઞા said,

    October 29, 2009 @ 2:56 AM

    કેવી અસર થઈ છે મને તારા સંગની-
    જાણે કે હું જ મારા વિનાનો થતો ગયો !

    સુંદર…

    પ્રજ્ઞા

  9. કુણાલ said,

    October 29, 2009 @ 3:58 AM

    બધાં જ શેર મસ્ત એક્દમ .. 🙂

  10. MAYANK TRIVEDI,surat said,

    October 29, 2009 @ 11:13 AM

    આપી છે તારી પ્રીતે નજરને વિશાળતા,
    તારો થયા પછી હું ઘણાનો થતો ગયો
    વાહ બહૉત ખુબ
    સાવ કૉરૉ નથી હુ અનેક મન ચાહે છે

  11. Gaurang Thaker said,

    October 30, 2009 @ 8:33 AM

    ખૂબ જ સુદર ગઝલ… વાહ્…

  12. Anil said,

    November 4, 2009 @ 12:17 AM

    વાહ વાહ ..આવુ કેઈક હોય તો મજા આવે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment