આખ્ખા ઘરમાં માર્યો આંટો,
કોણ મળ્યું, કહું ? હા, સન્નાટો.
ફૂલ જરા એ રીતે ચૂંટો,
મ્હેક ઉપર ના પડે લિસોટો.
જિગર જોષી ‘પ્રેમ’

મુક્તક -રઈશ મનીઆર

ચેતજે જીતમાં ય હાર ન હો,
સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હો;
એવો કોઈ મુગટ બન્યો જ નથી,
જેનો માથે જરા ય ભાર ન હો.

-રઈશ મનીઆર

નવલા વર્ષે ગાંઠે બાંધી રાખવા જેવી વધુ એક મજાની ચેતવણી… 🙂 રઈશભાઈ તરફથી.

13 Comments »

  1. Rasheeda Damani said,

    October 21, 2009 @ 4:06 PM

    Dr. Maniyar,

    Beautiful thought and very well articulated.

    best regards from Toronto.

  2. ધવલ said,

    October 21, 2009 @ 4:59 PM

    સરસ !

  3. સુનીલ શાહ said,

    October 21, 2009 @ 8:13 PM

    મઝાનું મુક્તક

  4. ડૉ.મહેશ રાવલ said,

    October 21, 2009 @ 11:18 PM

    એક નાનકડું મુક્તક જિંદગીના દરેક મુકામ પર સતત જાગતા રાખે એવું સત્ય(કે શક્યતા?) સમજાવી ગયું…..!
    વાહ રઈશભાઈ,
    -ગમ્યું.

  5. pragnaju said,

    October 22, 2009 @ 12:11 AM

    એવો કોઈ મુગટ બન્યો જ નથી,
    જેનો માથે જરા ય ભાર ન હો.
    RAM ની આ પંક્તીઓ માનસિક રોગો ઉપચારના પ્રવચન આપતી વખતે શરુઆતમા પઠન કરવા જેવી…!
    અત્યારસુધી રામે વનમાં પ્રસન્નતાથી પ્રયાણ કર્યું તેનાથી શરુ કરતા
    प्रसन्नतां या न गताभिषेकतस्तथा न मम्ले वनवासदुःखतः।
    मुखाम्बुजश्री रघुनन्दनस्य मे सदास्तु सा मञ्जुलमंगलप्रदा।

  6. પ્રજ્ઞા said,

    October 22, 2009 @ 12:15 AM

    ખુબજ સુંદર, સચોટ અને વાસ્તવિક…..

    પ્રજ્ઞા.

  7. kanchankumari parmar said,

    October 22, 2009 @ 4:48 AM

    હસતો રાખિ ચહેરો દુખ માય હુ રહ્યો છુ ;કાંટાળા આ તાજ ને માનિ મુગટ જગત આખુ ફર્યો છુ……..

  8. Kirtikant Purohit said,

    October 22, 2009 @ 11:16 AM

    સરસ મુક્તક અને સત્યલક્ષ્ય વાળુઁ પણ. મારો એક શેર યાદ આવી ગયો.

    તાજ ઇસુનો કાઁટાઁળો કે કીર્તિનો ગજરાળો મળે
    આપણે તો માથુઁ બસ ધરવાનુઁ,અઁચઇ નહિ કરવાની.

  9. ખજિત said,

    October 23, 2009 @ 7:42 AM

    ચેતવણીમાં પણ મજા. ખૂબ સરસ મુક્તક

  10. હેમંત પુણેકર said,

    October 27, 2009 @ 5:51 AM

    ખૂબ સરસ મુક્તક!

  11. અનામી said,

    November 7, 2009 @ 11:34 PM

    ભાઈ વાહ!!!!!!

  12. dr bharat said,

    May 17, 2010 @ 7:45 AM

    ખુબ સુન્દર વિચાર!

  13. VISHNU BHALIYA said,

    June 4, 2011 @ 3:28 AM

    ખુબ જ સરસ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment