એક વૈરાગીને જોયો તો થયું
કંઈ ન કરવામાંય સાહસ જોઈએ
– રઈશ મનીઆર

બે કાવ્યો – ડબલ્યુ એચ. ઑડેન (અનુ. હરીન્દ્ર દવે)

આજે બે કવિતાઓએ
પ્રગટ થવા યાચના કરી : મારે બંનેને ના પાડવી પડી.
દિલગીર છું પ્રિય, હવે નહીં !
દિલગીર છું વહાલી, હજી નહીં !

– ડબલ્યુ એચ. ઑડેન
(અનુ. હરીન્દ્ર દવે)

કવિતા લખવાની કળા હસ્તગત થાય એટલે બહુધા કવિઓ કવિતાની પાછળ પડી જાય છે. કેટલાક કવિ તો એવા પણ છે જે દિવસમાં ઓછામાં ઓછી એક કવિતા ન લખી નાંખે તો રાત્રે ઊંઘ ન આવે. પણ કવિતા શું માત્ર સ્વરૂપ, છંદ અને શબ્દોની ઠાલી રમત જ છે? ઑડેનની આ ચાર લીટીની કવિતા વાંચી એ દિવસથી મારી ઊંઘ ઊડી ગઈ છે… આ જિંદગીમાં આ ચાર લીટી લોહીમાં ઉતારી શકું તોય ઘણું…

એકની જગ્યાએ બબ્બે કવિતાઓ કવિ પાસે આવે છે અને પાછું પ્રગટ થવા યાચના કરે છે. પણ કવિ જેનું નામ, બંનેને ના પાડે છે. કવિ જાણે છે કે ‘ખરી’ કવિતા કોને કહેવાય અને ‘ખરો’ કવિ એટલે શું. કવિતા અપ્રિય હોવાનો તો પ્રશ્ન જ નથી એટલે કવિ બંનેને પ્રિય અને વહાલી કહીને દિલગીરી પણ વ્યક્ત કરે છે. પણ સમર્થ કવિ જે રસ્તે ચાલી ચૂક્યો છે એનું પુનરાવર્તન કરતો નથી એટલે એ કહે છે, હવે નહીં… હવે એ પ્રકારની કવિતા નહીં. હવે કંઈક અલગ… કંઈક નવું… પણ અતિસમર્થ કવિ જે નવી કેડી કંડારવા માંગે છે એની પૂરી સમજ પૂરી ધીરજથી કાંક્ષે છે. એને મહાકાવ્યની પ્રતીક્ષા છે પણ એ સમજે છે કે સિંહણનું દૂધ પેખવા કનકપાત્ર જોઈએ એટલે એ ક્ષમતા હસ્તગત થાય એ પહેલાં આવી ચડેલી કવિતાને એ પ્રેમપૂર્વક કહી શકે છે, હજી નહીં… હજી વાર છે !

*

(જોગાનુજોગ આજે ‘લયસ્તરો પર આ ૧૮૦૦મી પૉસ્ટ છે !)

23 Comments »

  1. Dr. J. K. Nanavati said,

    April 10, 2010 @ 3:55 AM

    દરેક નવા કવિને અમુક સ્તરે પહોંયા બાદ આવી અનુભુતિ
    થતી હશે…..ઍ તો એ સ્તરે પહોંચ્યા પછી ખબર પડે….
    બાકી તો વિચારોના વમળ રાતે સુવા દેતા નથી….એકાદ રચના
    જાણે ઉંઘની ગોળીનુ કામ કરતું હોય છે…જીવવા માટે
    પ્રાણવાયુની ગરજ સારે છે….કદાચ ભગવાન પણ પછી આવે..!!

    માટેજ..

    ગઝલની આંગળી પકડીને નિકળ્યો રાહ પર..
    ભરોસો ક્યાં સુધી કરવો હવે અલ્લાહ પર….

    “આ તો અમથું જ”

  2. sneha patel said,

    April 10, 2010 @ 4:11 AM

    હાર્દિક અભિનંદન ૧૮૦૦મી પોસ્ટ માટે.

  3. અભિષેક said,

    April 10, 2010 @ 4:19 AM

    સહુ પ્રથમ તો ૧૮૦૦મી પૉસ્ટનો મુકામ સર કરવા બદલ અભિનંદન.

    બહુ સરસ અને સચોટ કાવ્ય છે.

  4. હેમંત પુણેકર said,

    April 10, 2010 @ 4:43 AM

    કવિમા મનમાં ચાલતો સંવાદ કેટલો સરસ રીતે મૂક્યો છે.વાહ!
    ૧૮૦૦ પોસ્ટ બદલ અભિનંદન!

  5. vajesinh said,

    April 10, 2010 @ 7:36 AM

    1800મી પોસ્ટ માટે અભિનંદન।ઓડેનની કવિતા વિશે લખવાનું તો ગજું નથી. પણ જરાક ચળ ઊપડે ને કવિતા ઘસડી મારતા કવિઓ માટે કદાચ આ રીતે લાલ બત્તી કવિએ ધરી હોય એવું મને લાગે છે. કવિતાની સમજૂતી પણ બહુ સરસ. ફરી એક વાર અભિનંદન।

  6. nilam doshi said,

    April 10, 2010 @ 8:17 AM

    અભિનઁદન…સરસ કામ..

    અને આજની વાત…આજની કવિતા લાલબત્તી જેવી જ…

  7. vishwadeep said,

    April 10, 2010 @ 9:19 AM

    ૧૮૦૦//પોસ્ટ..સુંદર કાર્ય કરતા રહો..માવલડી ગુજરાતી સાહિત્યનો દીપ સદ જ્વલત રહે..

  8. Urmi said,

    April 10, 2010 @ 12:15 PM

    …………………………….

    કવિતાનો અ-ન-હ-દ ફાલ ઉતારતા બધા કવિઓએ ખાસ વાંચવા અને પચાવવા જેવી… અમારા જેવા નવોદિતો માટે તો આ મજાની લાલબત્તી છે, જે હંમેશા સાથે જ રાખવા જેવી છે… મુખ્યપૃષ્ઠ પર!

  9. Girish Parikh said,

    April 10, 2010 @ 2:15 PM

    જય શ્રી ગણેશ કરું છું આજે એકાદશીના દિવસે ત્રણ બાલગીતોના સંગ્રહો તૈયાર કરવાના કાર્યના. ૧. ‘ફેરફૂદરડી’ (it is ‘foo’, it looks like ‘koo’), ૨. ‘ટમટમતા તારલા’ ૩. ‘વાર્તા રે વાર્તા’. મા સરસ્વતી અને મા ગુર્જરી ભાષાની કૃપાથી આ સંગ્રહોના સર્જનમાં મારું હ્રદય અને આત્મા રેડી દઈશ. આપ સૌ આશીર્વાદ આપશો.

  10. Girish Parikh said,

    April 10, 2010 @ 2:24 PM

    શનિવાર, એપ્રિલ ૧૦, ૨૦૧૦ એકાદશી મોડેસ્ટો કેલિફોર્નિયા
    વિવેકભાઈ અને ‘લયસ્તરો’ ની ટીમઃ ૧૮૦૦સોમી પોસ્ટ કરવા બદલ કોટી કોટી અભિનંદન. ‘લયસ્તરો’ સર્વત્ર વિસ્તરે અને કાવ્ય વિશ્વનાં નવાં નવાં શિખરો સર કરે એવી પ્રભુને નમ્ર પ્રાર્થના.
    – – ગિરીશ પરીખ E-mail: girish116@yahoo.com
    Blog: http://www.girishparikh.wordpress.com

  11. Girish Parikh said,

    April 10, 2010 @ 7:59 PM

    ડૉ. નાણાવટી સાહેબઃ

    કવિતા આંગળી પકડી ચલાવે રાહ પર..
    પ્રેરણા દૈવીથી હો હર પંક્તિ રસ સભર..

    કવિતા જ આગળી પકડી લે તો એ પકડ ન છૂટે!

  12. Pinki said,

    April 10, 2010 @ 9:49 PM

    goooood one… ! 🙂

  13. sudhir patel said,

    April 10, 2010 @ 10:53 PM

    સુંદર ચોટદાર લઘુ-કાવ્ય!
    ૧૮૦૦મી પોસ્ટ બદલ ‘લયસ્તરો’ની ટીમને અભિનંદન!
    સુધીર પટેલ.

  14. DHIRAJ MODH said,

    April 10, 2010 @ 11:06 PM

    WHAT IS KAVITA ? I THINK IT IS THE AFFECTIONS
    TRANSLATED IN LANGUAGE
    CHANDNI NE CHAND THI LOVE HATO
    PAN SURAJ AE VACHMA LANGAR NAKHYU
    CHANDNI GHABHRAI CHAND NI AOTHE SANTAI
    SURAJ GUSSA THI LAL THAI CHANDNI NE DIWAS AAKHI-
    SODHTO RAHYO
    THAKI HARI DARIYA MA AAPGHAT KARYO
    CHANDNI AE DOKU BAHAR KADHU
    HAAS HAVE CHAND KI CHANDNI AUR
    CHANDNI CHANDA KI

  15. વિહંગ વ્યાસ said,

    April 11, 2010 @ 5:54 AM

    સરસ કાવ્ય. 1800 પૉસ્ટ માટે અભિનંદન.

  16. Pushpakant Talati said,

    April 11, 2010 @ 7:15 AM

    ભવ્ય કવિતા – જેને સમજવા માટે પણ સમજ જોઇએ.
    “હાલી નીકળેલા” કવિઓ માટે ખરેખર સોનેરી સલાહ છે આ.

    કવિતા ને કવિ ના પાડે તે વ્યાજબી જ છે. કારણકે અ પરિપક્વ બાળક અવતરે તેના કરતા તો તે ન જન્મે તે વધુ સારુ.

    કવિતા જ્યારે કવિ હ્રદયમા “નવ-માસ” (અહી આનો મતલબ ‘પુરતો સમય’ તેમ સમજવુ) પાક્યા બાદ જ જન્મે; એટલે કે વાચકવર્ગ સમક્ષ પહોચે તો જ તે યોગ્ય રહે અને તો જ ટોચની અને સક્ષમ રચનાઓ પ્રાપ્ત થાય. – દરેક કવિઓ ને માટે આ ઉત્તમ અને સ્વર્ણિમ સુચન છે.

    Kindly look for the QUALITY, rather than QUANTITY – કેટલી રચનાઓ રચી તેના કરતા કેવી રચનાઓ રચી તે વધુ કિમત ધરાવે છે. જેમ કેટલુ જીવ્યા તેના કરતા કેવુ જીવ્યા તે important છે.

  17. Girish Parikh said,

    April 11, 2010 @ 3:28 PM

    ‘લયસ્તરો’ ગુજરાતી કવિતાની ઓન લાઈન યુનિવર્સિટી (વિશ્વવિદ્યાલય) છે જે વિશ્વમાં વસતા સર્વ ગુજરાતીઓ અને ગુજરાતી ભાષા જાણનારાઓ માટે છે.
    –ગિરીશ પરીખ

  18. Dr. J. K. Nanavati said,

    April 12, 2010 @ 4:10 AM

    ઓડેન જેવા મૂર્ધન્ય કવિની રચનાનો ભાવાનુવાદ અને આસ્વાદ
    જ્યારે હરીન્દ્ર દવે જેવા સાહિત્યકાર કરે ત્યારે તેના શબ્દો માત્ર
    પકડી તેનો સ્થુળ અને છીછરો અર્થ કરી તેને મૂલવવામાં આપણે ક્યાંક ગોથું
    ખાઈ જતા હોઈએ એવું સતત મને લાગ્યા કરે છે…આ કાવ્યમાં
    રહેલ ગુઢ અર્થનુ અર્થઘટન કરીએ તો કદાચ આ લઘુ કાવ્ય
    આપણી માનવ જાતને સંતૃપ્તપણાની અને સંતોષની ભાવના
    વિકસાવવાની એક મીઠી ટકોર તથા લાલબત્તી ધરે છે..કોઈ પણ
    ક્ષેત્રમાં સતા, મોભો, ધન, સામાજીક હોદ્દો વિગેરેની બાબતમાં અમુક
    તબક્કે સંતોષની ભાવના સાથે ત્યાગની લાગણી કેળવતાં આવડે તો જ
    જીવન સાર્થક થયું કહેવાય…
    તેને બદલે આપણે સૌ, બિચારા નવોદિત કવિઓને “હાલી નીકળ્યા”ના
    વધસ્થંભ પર ઠોકી ને પ્રોત્સાહનનાં બે પુષ્પ ધરવાને બદલે
    હતાશા ને નિરાશાનો પથ્થરમારો શરૂ કરી દીધો….!!!!
    બાકી કવિતાના ઉત્તંગ ગિરીશિખર પર જવા સહુએ શરૂઆતમાં
    તળેટી કર્મ તો કરવુંજ પડે છે….જે ખરેખર નિષ્ઠાથી થતું હોય છે
    અને તે કેટલું કઠીન હોય છે તે તો નરસિંહ મહેતાને જ પુછવું પડે….

    અસ્તુ……

  19. pragnaju said,

    April 12, 2010 @ 4:15 AM

    ૧૮૦૦ અભિનંદન
    સ રસ કાવ્ય અને સમજુતિ

  20. chetu said,

    April 12, 2010 @ 6:10 AM

    અભિનન્દન ..!

  21. વિવેક said,

    April 12, 2010 @ 7:01 AM

    પ્રિય નાણાવટીસાહેબ,

    કવિતાનો જે અર્થ આપને સમજાયો એ પણ સાચો હોઈ જ શકે છે… કવિતાની હંમેશા ભાવકની સમજૂતિ પ્રમાણી નાનાવિધ અર્થચ્છાયા હોવાની જ…

    પણ નવોદિત કવિઓવાળી આપની વાત સાથે હું સંમત નથી… આ કવિતા નવોદિત કવિ માટે જેટલી છે એના કરતાં વધુ કદાચ સિદ્ધહસ્ત કવિઓ માટે છે એટલે જ કવિતાની સમજૂતિમાં મેં આ વાક્ય વાપર્યા છે:

    પણ સમર્થ કવિ જે રસ્તે ચાલી ચૂક્યો છે એનું પુનરાવર્તન કરતો નથી

    પણ અતિસમર્થ કવિ જે નવી કેડી કંડારવા માંગે છે એની પૂરી સમજ પૂરી ધીરજથી કાંક્ષે છે.

  22. Pancham Shukla said,

    April 12, 2010 @ 1:18 PM

    લયસ્તરોને ૧૮૦૦મી પૉસ્ટ માટે અભિનંદન. સાતત્ય ભરી કાવ્યયાત્રા સરસ રીતે આગળ ધપતી રહે એવી શુભેચ્છાઓ. કવિતાનો ઉદ્ગમ, અંત અને પથ શું છે એ બહુ જટીલ અને વયક્તિક બાબત છે. આ વિશે જેટલું કહીએ એટલું ઓછું જ છે!

  23. કમલેશ શુક્લ said,

    November 10, 2023 @ 12:06 PM

    ૧૮૦૦ મી પોસ્ટ માટે ખૂબ ખૂબ અભિનંદન 🌹

    સાચી વાત છે, ઠહેરાવ પણ જરૂરી છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment