શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.
વિવેક મનહર ટેલર

ચહું – માસુહિતો (અનુ. મકરન્દ દવે)

પરમ દિવસે મેં તને જોયો,
અને કાલે, અને આજે,
અને એમ જ, જરા જો !
આવતી કાલે તને જોવા ચહું.

– માસુહિતો (આઠમી સદી) (જાપાન)
(અનુ. મકરન્દ દવે)

પ્રેમની વાર્તા આદિથી અનાદિ અને અનંત સુધી વિસ્તરે છે. પ્રેમના વાક્યમાં કદી પૂર્ણવિરામ સંભવી શકે નહીં. મેં તને પરમ દિવસે જોયો, કાલે પણ અને આજે પણ… પણ તોય આ દિલને સંતોષ થઈ શકે ખરો? ના… આ દિલ તો ફરી ફરીને એમ જ ચાહવાનું કે આવતીકાલે પણ તારે એ જ રીતે મળવું પડશે…

6 Comments »

 1. Pushpakant Talati said,

  October 15, 2009 @ 4:45 am

  હા,- પ્રેમ એટલે જ તો ચાહ્યા કરવુઁ – તેમા વળી ત્રુપ્તિ શાની ?. સતત અને સતત પ્રિય તરફ તથા તેને પામવાની કોશીશ કરતા જ રહેવાની મુસાફરી નુ નામ જ તો ચાહત છે. તેમા સન્તોષ કેવી રીતે સમ્ભવી શકે ?
  “અભી ન જાઓ છોડ કે , કે દિલ અભી ભરા નહી – ગીતની યાદ આવી .
  જો દિલ ભરાઈ જાય તો તેને ચાહત નામ ન જ આપી શકાય.

 2. Kirtikant Purohit said,

  October 15, 2009 @ 6:08 am

  વિધવિધ સ્તરે ભાવવિશ્વ વિસ્તરી શકે તેવું ઉંડાણ છે આ કાવ્યમાં.

 3. Lata Hirani said,

  October 15, 2009 @ 3:22 pm

  સરસ

 4. ધવલ said,

  October 15, 2009 @ 7:28 pm

  સરસ ! અવિરત ચાહવાની વાતને કવિતામાં ઢાળવા માટે ન તો કોઈ નકશીની જરૂર છે ન તો કોઈ શણગારની; એ તો સ્વયમ જ કવિતા છે !

 5. mrunalini said,

  October 16, 2009 @ 2:42 am

  આવતી કાલે તને જોવા ચહું.?

  કાલે રોબોટ્સ પાસે પણ લાગણીઓ, વ્યક્તિત્વ અને સભાનતા હશે. તેઓ તમારી સાથે વાતો કરશે, તેઓ તમને હસાવશે. તેઓ તમને જેવી રીતે માનવો પ્રેમની અભિવ્યક્તિ કરે છે તે રીતે તમને કહેશે કે હું તમને પ્રેમ કરૂ છું! પ્રેમ સંબંધમાં ઘણી બધી બાબતો છે કે જે મહત્વની છે.
  અને સૌથી અઘરી બાબત છે વાર્તાલાપ. તમે ઈચ્છો કે તમારો રોબોટ તમારામાં રસપ્રદ બાબત શુ છે તે કહી શકવા સક્ષમ હોય. તમે એવો ભાગીદાર ઈચ્છો છો કે જે તમે જેમા રસ ધરાવતા હોય તેમાં તેને પણ રસ હોય, કે જે તમને ખુશ કરે તેવી વાતો કરે અને તેનામાં પણ તમારા જેવી જ વિનોદ વૃત્તિ હોય.. કદાચ તેનાથી પણ જલ્દી. તમે એવા રોબોટ જોશો કે જેઓ વાર્તાલાપ કરશે, જે તમારી સાથે વાતો કરશે અને તમે જેવી રીતે એક અન્ય માનવી સાથે વાત કરો છો તેમ તેનામાથી વધારેમાં વધારે આનંદ મેળવશો.
  પ્રેમમાં સૌથી ઘાતક ગણાતી બાબત એ છે કે પ્રેમ ક્યારેય શાશ્વત કે પછી બીનશરતી હોતો નથી. રોબોટ તમને પસંદ પણ નહી કરે અને તમને છોડશે પણ નહી. જે ખૂબ જ કંટાળા જનક બની રહેશે

 6. pragnaju said,

  October 16, 2009 @ 2:49 am

  એમ જ, જરા જો !
  આવતી કાલે તને જોવા ચહું.
  વાહ્
  ાઆ પ્રેમ ખરેખર બિનશરતી કહી શકાય!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment