ક્યાં સુધી આ શક્યતાના ગર્ભમાં સબડ્યા કરું ?
પેટ ચીરીને મને જન્માવવો પડશે...
વિજય રાજ્યગુરુ

ગણિતનું ગીત – ગૌરાંગ ઠાકર

વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો
આ બીજગણિત ને ભૂમિતિમાં આવે  છે કંટાળો

પૂછો ના બસ એક મીટરના થાય કેટલા ફૂટ,
વાદળની ટાંકીના કહો તો દઈ દઈએ ઘનફૂટ.
આ સ્ક્વેરરૂટ ને ક્યુબરૂટમાં થાય બહુ ગોટાળો.
વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો

મિલકતની ખાતાવહીમાં લખવાની છે બૂમો,
વ્યાજ અમારા આંસુ છે, ને મુદ્દલમાં છે ડૂમો.
રોજમેળ શીખવોને માસ્તર માથું ના ખંજવાળો
વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો

કૂટપ્રશ્નો લઇ ઝાડ ઊભું, ઉત્તરની પૂછે રીત,
વિસ્તરણ સમજાવો, મારે ફેલાવાની પ્રીત.
જગ આખામાં છાંયો કરવા જોશે કેટલી ડાળો ?
વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો

આ સંબંધોના સમીકરણમાં આવે મોટી બાધા
વહાલ ઉમેરી આપો અમને બાદ કરી દો વાંધા
મારાથી માણસને ગુણું તો શું મળશે તાળો?
વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો

-ગૌરાંગ ઠાકર

આજે ગૌરાંગભાઈનું એક તરોતાજા ગાણિતીક ગીત. આખા વિશ્વમાં છાંયડો કરવા કેટલી ડાળ જોઈશે એટલી સમજણ જેટલું ઝાડત્વ પણ આપણામાં ઊગી નીકળે તો સંસાર સ્વર્ગ બની જાય. ગીત ખૂબ જ સાહજિક છે એટલે વધુ પિષ્ટપેષણ નહીં કરું પણ આ સંદર્ભમાં નયન દેસાઈની ભૌમિતિક ગઝલ અને ગઝલ પ્રમેય જોવા જેવી રચનાઓ છે.

25 Comments »

 1. pragnaju said,

  September 25, 2009 @ 4:17 am

  વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો
  આ બીજગણિત ને ભૂમિતિમાં આવે છે કંટાળો
  ખૂબ મઝાનુ
  મહાકવિ ગ્યુથેએ કહ્યું, ”મારે માન કે પ્રતિષ્ઠા કરતાં કવિતા વધુ મહ•વની છે ત્યારે
  આઈન્સટાઈન ઘરમાં બેસીને એ વાંચવાનું વધુ પસંદ કરતા અને ખાસ કરીને એ ભૂમિતિ અને બીજગણિત શીખવાડવાની પ્રચલિત રીત કરતાં એ જુ’દી રીતની ખોજ કરતો ! …
  દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કોઈ ને કોઈ પૂર્વગ્રહો સેવતો હોય છે.પણ અંતે આ તો માને જ છે…Find tongues in trees,
  books in running brooks,
  sermons in stones, and
  good in everything. /

 2. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

  September 25, 2009 @ 6:25 am

  સુંદર,સુંદરતમ,સુંદરતમ.

 3. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

  September 25, 2009 @ 6:27 am

  સુંદર,સુંદરતર,સુંદરતમ.

 4. jjugalkishor said,

  September 25, 2009 @ 7:00 am

  ડગલે ને પગલે ગણતરી કરનારા વિદ્વાનો (વેદીયા) અને કંજૂસ પૈસાધરો –

  ને જીવનના દરેક ક્ષેત્રે સંભાળપૂર્વક પગલાં ભરવાની ગણતરી શીખવતા સાચા શિક્ષકો –

  આની સામે પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે જીવનને પાંગરતું ને લહેરાતું જોવાની દૃષ્ટિ બતાવતા આ કાવ્યના સર્જક –

  વહાલ ઉમેરી આપો અમને બાદ કરી દો વાંધા
  મારાથી માણસને ગુણું તો શું મળશે તાળો?

  બહુ મજાનું ને વાગોળ્યા કરવાનું ગીત !

 5. Pinki said,

  September 25, 2009 @ 7:39 am

  આમ તો, તમને મળી – એક ‘માણસ’ને મળ્યાનો ખૂબ આનંદ….!!

  પણ આજે તો, સિવીલ એન્જિનીયર… ! માન્યું …!! 🙂

  ઘનફૂટ, સ્ક્વેરરૂટ ને ક્યુબરૂટમાં થાય બહુ ગોટાળો.

  જગ આખામાં છાંયો કરવા જોશે કેટલી ડાળો ?
  વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો.

  મારાથી માણસને ગુણું તો શું મળશે તાળો?
  વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો.

  સરસ પંક્તિઓ !!

 6. manharmody ('મન' પાલનપુરી) said,

  September 25, 2009 @ 9:00 am

  પ્રક્રુતિ અને ગણિતનો આ સુંદર છે સરવાળો
  બાદબાકીને બાદ કરીને મેળવી લીધો તાળો
  માણસથી માણસનો ભલે ગુણાકાર તો કરજો
  ભાગાકાર જો કરશો તો તો થશે બહુ ગોટાળો.

  ગૌરાંગભાઈની ગાણિતીક રચના માણવાનું બહુ ગમ્યું.

 7. Mukund Joshi said,

  September 25, 2009 @ 9:30 am

  ગણિતનુ ગીત…
  ગણી ગણીણને કહુ , કે કેટલું ગમ્યુ.
  એટલુ ગમ્યુ કે ખુબ ખુબ ગમ્યુ !
  સુન્દર ગીત બદલ ગૌરાંગભાઇને અભિનંદન !

  મુકુન્દ જોશી

 8. sudhir patel said,

  September 25, 2009 @ 12:27 pm

  ગણિતની આંટીઘૂંટીને માનવીય સંવેદન સાથે સાંકળતું સુંદર ગીત!
  ગૌરાંગભાઈને અભિનંદન અને વિવેકભાઈનો આભાર!
  સુધીર પટેલ.

 9. sapana said,

  September 25, 2009 @ 12:47 pm

  વિવેકભાઈ,

  ઘણી સુંદર રચના લઈ આવ્યાં.સાચુ કહુ તો સંવેદનશીલ માણસોના ગણિત પ્રમાણે તો એક ને એક બે ક્યારેય નહી થાય એક ને એક એટલે એક જ રહે છે.એટલે આ ગણિત સાથે આપણો મેળ નથી.
  સાચુ ને?
  સપના

 10. sapana said,

  September 25, 2009 @ 12:48 pm

  ગૌરાંગભાઈ ને અભિનંદન.
  સપના

 11. anoop said,

  September 25, 2009 @ 5:09 pm

  jodakanu? yes
  kavita? no

 12. ધવલ said,

  September 25, 2009 @ 8:04 pm

  પૂછો ના બસ એક મીટરના થાય કેટલા ફૂટ,
  વાદળની ટાંકીના કહો તો દઈ દઈએ ઘનફૂટ.
  આ સ્ક્વેરરૂટ ને ક્યુબરૂટમાં થાય બહુ ગોટાળો.
  વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો

  સરસ !

 13. P Shah said,

  September 26, 2009 @ 12:02 am

  વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો….

  સુંદર ગીત !

  અભિનંદન ગૌરાંગભાઈ !

 14. dr.firdosh dekhaiya said,

  September 26, 2009 @ 12:27 am

  રોજમેળ શીખવોને માસ્તર માથું ના ખંજવાળો

  જગ આખામાં છાંયો કરવા જોશે કેટલી ડાળો ?

  મારાથી માણસને ગુણું તો શું મળશે તાળો?

  શું વાત કહી છે બોસ!!!!આફરીન…………..

 15. Abhishek Desai said,

  September 27, 2009 @ 12:32 am

  DEAR GAURANG UNCLE,

  AS A STUDENT I FULLY AGREE WITH THE THOUGHTS IN THE POEM. NOWADAYS

  THE EDUCATION BECAME REALLY MECHANICAL. YOUR POEM REFLECTS THE

  FEELINGS OF MY HEART.

  ABHISHEK DESAI

 16. kirankumar chauhan said,

  September 28, 2009 @ 7:31 am

  વાહ! જડત્વ વિરુદ્ધ ઝાડત્વ.

 17. mukesh variawa said,

  September 28, 2009 @ 9:39 am

  ખુબ સરસ ગૌરાન્ગભાઈ,

  હુ પણ તમને કોલેજમા લખેલી ATKT નુ ગીત મોકલી આપુ ચુ. કદાચ તમને ગમશૅ.

  A.T.K.T.

  જીદગીની હર એક પલને ગનીને ગોખી
  આનદ પ્રેમને મો મુકીને
  દુખ બેવફાઇ અનધકારને ચેદમા મુકવા ચતા
  મારી A.T.K.T. આવી ચે MATHS મા.

  જીદગીની તરડાયેલી ક્ષણોના Collision થી
  બૅવફાઈના “આઘાત-પ્રત્યાઘાત” ના ત્રીજા નિયમથી
  અને ક્ષીણ થયેલી ક્ષણો પર ક્ષ-કિરણોની અસરથી
  મારી A.T.K.T. આવી ચે PHYSICS મા.

  જીદગીની એક ક્ષણ-બીજી ક્ષણમા Reaction થવા ચતા
  આયનીક સમતુલન ન જલવાયુ ‘સ્વનુ’
  દિલ માહે કાટ ઉપર ફેરેડે ઈલેકત્રોપ્લેટીક કરવા ચતા
  મારી CHEMISTRY મા ATKT કેમ આવી?

 18. DR.MANOJ L. JOSHI ( JAMNAGAR ) said,

  September 28, 2009 @ 2:42 pm

  ગોખણીયા માસ્તરો અને પુસ્તકીયા વિદ્યાર્થીઓ બેય માથું ખંજવાળવા લાગે તેવી રમતીયાળ રચના……well played GAURANGBHAI…..

 19. Hiral Vyas "Vasantiful" said,

  October 1, 2009 @ 1:15 am

  સુંદર ગીત.

  જ્યારે માણસ સંબંધોમાં ગણતરીઓ કરવા લાગે અને સંબંધો ના સમીકરણ બદલાઇ જાય ત્યારે જ મોટા ગોટાળા ઉભા થાય છે.

 20. 'ઈશ્ક'પાલનપુરી said,

  October 1, 2009 @ 8:05 am

  અતિ સુદર ગીત !
  ગણિત જેવા અઘરા વિષયને ગીતમાં બહું સહજતાથી ગૂંથ્યો છે
  મિલકતની ખાતાવહીમાં લખવાની છે બૂમો,
  વ્યાજ અમારા આંસુ છે, ને મુદ્દલમાં છે ડૂમો.
  સરસ મજા આવી ગઈ ગૌરાંગભાઈ!!!
  -ઈશ્ક’પાલનપુરી

 21. Harish Shah said,

  October 2, 2009 @ 6:33 am

  Dear Gaurang,
  After very long period, we are now again in contact. i thank you for exploring new gujarati site, on which I will be able to meet you and will enjoy gujarati sahitya.
  વહાલ ઉમેરી આપો અમને બાદ કરી દો વાંધા
  મારાથી માણસને ગુણું તો શું મળશે તાળો?
  Absolutely new thought, one must appreciate.

 22. Dilip Ghaswala said,

  October 2, 2009 @ 9:18 am

  ખુબ સરસ ગીત..ગાઈ શકાઈ એવુ ગીત્..દિલીપ ઘાસવાલા

 23. કવિતા મૌર્ય said,

  October 2, 2009 @ 1:25 pm

  વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો
  આ બીજગણિત ને ભૂમિતિમાં આવે છે કંટાળો

  કૂટપ્રશ્નો લઇ ઝાડ ઊભું, ઉત્તરની પૂછે રીત,
  વિસ્તરણ સમજાવો, મારે ફેલાવાની પ્રીત.
  જગ આખામાં છાંયો કરવા જોશે કેટલી ડાળો ?
  વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો.

  કાવ્યાત્મક ગણિત શીખવું કોને ન ગમે ?
  ખરેખર સુંદર ગીત ! ગૌરાંગભાઈ ગમ્યું હો !

 24. praful patel said,

  March 8, 2010 @ 2:31 am

  very touching ,sir.
  jaadava ae mandi chhayda ni dukan jevuj kaiak.

 25. N Bhatt said,

  June 12, 2011 @ 10:38 am

  Excellent thoughts.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment