કંઈ પણ કરી શકાય છે તારા વિચારમાં,
કંઈ પણ થતું નથી હવે તારા વિચારમાં.
– જવાહર બક્ષી

એવો પત્થર વિશ્વમાં મળશે નહીં – ડૉ.વિવેક મનહર ટેલર

(સોમનાથ મહાદેવ, વેરાવળ: 1992)

રક્તથી સીંચાઈને બનશે નહીં,
ઈંટ કોઈ પણ અહીં ટકશે નહીં.

લોહીના એક બુંદથી હો કિંમતી
એવો પત્થર વિશ્વમાં મળશે નહીં.

શ્વાસમાં મ્હોર્યો હતો વિશ્વાસ જે,
કોઈ આંખોમાં કદી જડશે નહીં.

બાબરી બાંધો કે મંદિર, વ્યર્થ છે –
કોઈ કોઈને હવે ભજશે નહીં.

રામલલ્લા બોલો કે અલ્લાહ્ કહો,
એ અહીં મળતાં નથી, મળશે નહીં.

આદમીના દિલથી થઈને દિલ લગી
જાય એ રસ્તો હવે બનશે નહીં.

ડૉ.વિવેક મનહર ટેલર

છેલ્લા બે દિવસથી રસ્તા વચ્ચે દબાણરૂપ એક દરગાહ કૉર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવતા સંસ્કારનગરી વડોદરામાં અચાનક કોમી રમખાણ શરૂ થઈ ગયા છે. નિર્દોષ લોકોની જાનહાનિ અને માલસામાન-કામધંધાની પાયમાલી ઉપરાંત કશુંક બીજું પણ આ દાવાનળમાં ભડભડ બળી રહ્યું છે જેના પર કોઈની નજર જ નથી! માણસ-માણસ વચ્ચેના આ તૂટી રહેલા રસ્તા વિશે પેશ છે એક ગઝલ. બાબરીધ્વંસવેળા લખેલી આ ગઝલ આજે પણ લાગે છે કે અપ્રસ્તુત નથી.

4 Comments »

  1. Mital K Juthani said,

    May 3, 2006 @ 4:45 PM

    Doctor,
    Hoon veraval no chhu, Somnath thi 5 km na raste. Etle swabhawik rite Somnath Dada no photo joi ne comment apwa mann talpaapad thatu hatu. Aa khoob juno photo chhe, pan naanpan na ek-ek drashyo najar saame tarvari uthya.Tamari pase vadhu photos hoi, somnath mahadev na, to mane mail kari apsho? tamaro aabhar kadi nahi visraay.
    e-mail:-mitaljuthani@rediffmail.com

  2. ધવલ said,

    May 3, 2006 @ 8:07 PM

    મિતલભાઈ,

    http://www.somnath.org વેબસાઈટ જોજો. ગુજરાતીમાં બનાવેલી આ વેબસાઈટ પર સોમનાથ મંદિર પર ઘણી માહિતી અને સુંદર ફોટા પણ છે.

  3. jigar said,

    April 16, 2009 @ 10:17 PM

    ઘનિ સારિ લાગિ આપનિ આ ઘઝલ ખરેખર મારા હ્રદય્ ને સ્પર્શિ ગૈ.

  4. ABHIJEET PANDYA said,

    September 6, 2010 @ 9:31 AM

    િપ્ર્ય િવવેકભાઇ,

    ખુબ સરસ રચના. આપ્ની ગઝલો વાંચુ છું ત્યારે એક અલોિકક આનંદની અનુભુિત થાય છે. ગઝલ પુર્ણ્ત્વ પ્રાપ્ત કરતી
    જોવા મળે ત્યારે આવો અનુભવ થવો એક સાહજીક બાબત છે. એક વાતનો ખુલાસો કરવા હું માગું છું. હમણાં થોડા
    સમય્થી આપ મારી કોમેન્ટ્સ જુદા જુદા ગઝલકારોની રચના િવષે વાંચતા હશો. હું ગુજરાતી ગઝલના લેખનની સાથે
    તેને માણવામાં પણ એટલો જ રસ ધરાવું છું. લય્સ્તરોમાં મુકાતી દરેક ગઝલ્ને હું ખુબ જ િચવટપુર્વક વાંચુ છું. સારી
    રચના વાંચવા મળે તો ત્યારે વખાણ કર્યા વગર રહી શકતો નથી. પણ જો ક્યાંક છ્ંદદોષ અથવા અન્ય કોઇ ભુલ નજરે
    ચડે અતો તેનો ઉલ્લેખ ક્ર્યા વગર રહી શકતો નથી. આની પાછળનો ઉદ્દેશ માત્ર એટલો જ કે ગઝલકારને એની પ્રિતતી
    થાય અને એ પ્રત્યે સભાનતા આવે અને ત્યાર પછીની રચનાઓમાં ગઝલકાર આવા િનયમોથી વાકેફ હોવાથી તેમની રચ્ના
    ઓ આવા દોષોથી મુક્ત જણાય. મારા સ્વભાવ પ્રમાણે મને કોઇની પણ ટીકા કરવી ગમતી નથી. એટલે એવું અર્થઘટન
    ન થાય કે અિભ્જીત પંડ્યા ગઝલમાં માત્ર ભુલો જ શોધતો ફરે છે. મારી પોતાની ગઝલોમાં પણ ઘણી ભુલો હશે અને
    એ હું િસ્વકારું છું પણ જ્યાં સુધી િન્યમોને વળગી રહેવામાં તકલીફ ન પ્ડે ત્યાં સુધી બાંધછોડ નથી કરતો.

    લયસ્તરોમાં મારી રચ્નાઓ ટુંક સમયમાં જ રજુ કરવાની આશા છે.

    લોહીના એક બુંદથી હો કિંમતી
    એવો પત્થર વિશ્વમાં મળશે નહીં.

    ખુબ સરસ શેર.

    અિભજીત પંડ્યા ( ભાવનગર ).

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment