મૌનને સુપરત કરી દીધો ખજાનો શબ્દનો,
આવ કે જોવા સમો છે 'શૂન્ય'નો વૈભવ હવે !
'શૂન્ય' પાલનપુરી

(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ : ૬: કાનુડો માગ્યો દેને

કાનુડો માગ્યો દેને જશોદા મૈયા
                  કાનુડો માગ્યો દે.

આજની રાત અમે રંગભર રમીએ,
    પરભાતે પાછો માગી લેને જશોદા મૈયા.  …કાનુડો…

તલભાર અમે ઓછો ન કરીએ
             ત્રાજવે તોળી લેને જશોદા મૈયા.   …કાનુડો…

હાથી ઘોડા, માલખજાના
               હાર હૈયાનો લેને જશોદા મૈયા.   …કાનુડો…

કડલાં ને કાંબી અણવટ વીંછિયા
              વેઢ વાંકિયા લેને જશોદા મૈયા.   …કાનુડો…

ગોપીઓ એક રાત માટે કનૈયાને જશોદા માતા પાસેથી ‘ઊછીનો’ લેવા આવે છે. ને તે ય વળી સવારે ‘પૂરેપૂરો’ પાછો તોલીને આપવાની શરતે ! છતાંય જશોદા ન માને તો ગોપીઓની પૂરતી ‘લાંચ’ આપવાની પણ તૈયારી છે 🙂

(કડલાં, કાંબી, અણવટ, વીંછિયા, વેઢ, વાંકિયા = બધા જુદી જુદી જાતના ઘરેણા)

4 Comments »

 1. pragnaju said,

  July 8, 2009 @ 10:52 pm

  વર્ષોથી ગૂંજ્યા કરતું આ લોકગીતની ઓડીયો મૂકવા વિનંતી

 2. વિવેક said,

  July 10, 2009 @ 12:57 am

  ઊર્મિ… જયશ્રી…

  પ્રજ્ઞાબેનની વાત સાંભળી કે ?

 3. Jayshree said,

  August 9, 2009 @ 10:28 pm

  વિવેક… પ્રજ્ઞાઆંટી…
  આ રહી તમારી ફરમાઇશ…

  http://tahuko.com/?p=1348

  પણ મેં ગીત મુક્યું ‘મીરાબાઇ’ ના એક ગીત તરીકે – અને પંચમભાઇએ મને અહીંનો રસ્તો દેખાડ્યો કે આ તો લોકગીત છે..! એટલે તમે જરા શોધવામાં મદદ કરશો, કે આ લોકગીત/અનામી કવિ ગીત છે કે મીરાબાઇનું ગીત?

 4. વિવેક said,

  August 10, 2009 @ 1:02 am

  આભાર, જયશ્રી…

  આ બાબત સંશોધન માંગી લે એવી છે પણ ગીતની શૈલી મીરાંબાઈ જેવી નથી એટલું ચોક્કસ કહી શકાય… ગીતના અંતે મીરાંબાઈનો ‘સ્ટેમ્પ’ પણ નથી !!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment