દુઃખો એ જ મારો સહજભાવ છે,
સતત આ રમતમાં એનો દાવ છે.
વિવેક મનહર ટેલર

૧૫૦૦ – જાદુઈ આંકનો સ્પર્શ…

૪ ડિસેમ્બર, ૨૦૦૪ના રોજ ધવલે ‘લયસ્તરો.કોમ’ની શરૂઆત એકલા હાથે કરી ત્યારે ઇન્ટરનેટ પર ગુજરાતી બ્લૉગ્સની હજી શરૂઆત થઈ નહોતી પણ ‘ટ્રેડિશનલ’ ફોન્ટ્સવાળી કેટલીક વેબસાઈટ્સ અસ્તિત્વ ધરાવતી હતી. લયસ્તરો શરૂ થયું એના ગણતરીના મહિનાઓમાં બ્લૉગ્સની સંખ્યા વધવી શરૂ થઈ અને આજે અધિકારપૂર્વક ગણવું દોહ્યલું થઈ પડે એ હદે ગુજરાતી બ્લૉગ્સ ફૂલ્યા-ફાલ્યા છે.

પ્રતિદિન એક કવિતા ટૂંકા રસાસ્વાદ અથવા કવિપરિચય સાથે મૂકવાના નિયમ સાથે આ યાત્રામાં હું ૧૩ જાન્યુઆરી, ૨૦૦૬થી જોડાયો અને અમારી આ સહિયારી સફરના આજે લગભગ સાડા પાંચ વરસે ૫૦૦થી વધારે કવિઓની ૧૫૦૦ જેટલી રચનાઓ અહીં માઉસની એક ક્લિક્ પર હાથવગી થઈ છે. આજે લયસ્તરો ગુજરાતી કવિતાઓની સહુથી વિશાળ વેબસાઈટ છે અને આજે જ્યારે અમે બે મિત્રો ૧૫૦૦ના જાદુઈ આંકનો અક્ષુણ્ણ સ્પર્શ કરી રહ્યા છીએ ત્યારે શું કહેવું એ સમજાતું નથી…

‘આભાર’ શબ્દ આ પહેલાં આટલો વામણો કદી લાગ્યો નહોતો !

ધવલ – વિવેક

(તા.ક. : પંદરસો પોસ્ટનો આ સોનેરી અવસર આવવાનું એકમાત્ર કારણ આપ સહુ ‘લોકો’નો અનવરત સ્નેહ જ છે અને એટલે જ અમે આવતીકાલથી પાંચ દિવસ સુધી રોજ બે લોકગીતો અહીં પીરસીશું.)

36 Comments »

 1. પ્રણવ said,

  July 5, 2009 @ 1:18 am

  પ્રિય ધવલ અને વિવેક, આ યાત્રા તો આંકડાઓથી ક્યાંયે પરે છે! કંઇ કેટલીયે “કવિતા” એ, રસાસ્વાદે અમારા દિલ ને ખુશ કર્યુ છે!!

  (“આભાર” શબ્દને વધુ નથી વગોવવો.)

  લખ લખ શુભ કામનાઓ!

 2. priyjan said,

  July 5, 2009 @ 3:24 am

  Dhaval and Vivek,

  i have been reading Laystaro for past 3 months or so and it has been an absolute pleasant journey through Gujarati sahitya with you both…………

  Looking forward to many more years with you both and the readers on this blog………….

 3. Harshad said,

  July 5, 2009 @ 3:50 am

  Maro divas jyare Surajne badle Laystarothi uge chhe tyare jara vadhare ujjwal hoya chhe.

  Harshad

 4. હેમંત પુણેકર said,

  July 5, 2009 @ 4:04 am

  આપ ભલે કહેતા હો કે “આજે લયસ્તરો ગુજરાતી કવિતાઓની સહુથી વિશાળ વેબસાઈટ છે” પણ મેં મરાઠી કે હિન્દી કવિતાઓની પણ આવી એકેય સાઈટ જોઈ નથી. કદાચ કોઈપણ ભારતીય ભાષામાં આવી વિશાળ સાઈટ અસ્તિત્વમાં નથી. મને તો લિમ્કા રેકૉર્ડ ની શક્યતા દેખાય છે. 🙂

  ધવલભાઈ, વિવેકભાઈ આપનું હૃદયપૂર્વક અભિનંદન!

 5. sapana said,

  July 5, 2009 @ 4:11 am

  પ્રિય ધવલભાઈ અને વિવેકભાઈ,

  સાચી વાત આભાર શબ્દ આજે વામણો લાગી રહ્યો છે.મારી વાત લખું તો મને ગુજરાતીમાં લખવાની રૂચિ હમેશા હતી પણ લયસ્ર્તરોની ગઝલો અને કવિતાઓએ મને નવી દિશા સૂઝાડી છે,જે હું કદી ભૂલીશ નહી.હું તો ગુગલમાં ગુજરાતીમાં કઈક શોધી રહી હતી અને શબ્દો છે શ્વાસ મારાં અને એમાથી લયસ્તરો અને પછી ઊર્મિનો સાગર..વિગેરે,,પછી તો સિલસિલો ચાલુ થયો અને કાવ્યધારા સુધી અને આગળ ઈશ્વર જાણે ક્યાં સુધી.આ સર્વ વિવેકભાઈ તમારી અને ધવલભાઈના યોગદાન ને લીધે શક્ય બન્યું છેલ્લે મારા આશિર્વાદ અને દુવાઓ અને શૂભકામનાઓ.

  સપના

 6. chetu said,

  July 5, 2009 @ 4:15 am

  આપ બન્ને મિત્રોને ખુબ ખુબ આર્દિક અભિનન્દન … આપનિ સફર આમ જ અવિરત આગ વધતિ રહે એવિ શુભેચછાઓ …!

 7. chetu said,

  July 5, 2009 @ 4:16 am

  આપ બન્ને મિત્રોને ખુબ ખુબા હાર્દિક અભિનન્દન … આપની સફર આમ જ અવિરત આગળ વધતી રહે એવિ શુભેચછાઓ …!

 8. Pinki said,

  July 5, 2009 @ 4:18 am

  ખૂબ ખૂબ અભિનંદન વિવેકભાઈ અને ધવલભાઈ ….. !!

 9. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

  July 5, 2009 @ 5:09 am

  અભિનંદનના અધિકારી છો.
  અમે કોણ તમને આપનારા?
  છતાં યે વ્યવહાર કહે છે કે
  બનો ‘અભિનંદન’ કહેનારા.
  તો
  સ્વીકારો અભિનંદન અમારા.

 10. Dinesh Pandya said,

  July 5, 2009 @ 5:15 am

  ગુજરાતી કવિતામાટે આ અનેરો ઉત્સવ કહેવાય.
  ગુજરાતી સાહિત્યનું ભવિષ્ય ઉજળું છે.
  ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ…!

 11. shailesh pandya said,

  July 5, 2009 @ 5:16 am

  ખૂબ ખૂબ અભિનંદન વિવેકભાઈ અને ધવલભાઈ ….. !!

 12. પંચમ શુક્લ said,

  July 5, 2009 @ 5:54 am

  લયસ્તરોને ખૂબ ખૂબ અભિનંદન. આ યાત્રા નિર્વઘ્ને અને અધિકારપૂર્વક આગળ વધતી રહે એવી શુભકામનાઓ.

  બહુ શરૂઆતથી જ હું લયસ્તરોનો વાચક રહ્યો છું એનુ મને ગૌરવ છે.

 13. Mukesh Thakkar said,

  July 5, 2009 @ 7:36 am

  અભિનંદન……………..

 14. અનામી said,

  July 5, 2009 @ 9:15 am

  ખુબ-ખુબ શુભકામનાઓ,
  ને એક દિવસ એવો આવો કે ગણતરી કરંતા થાકી જાઓ ને લાંબાલચક આંકડા પણ લખવુ જરૂરી ના લાગે.
  -આભાર(બીજો કોઈ શબ્દ ગુજરાતીમાં યાદ ના આવ્યો.)

 15. ઊર્મિ said,

  July 5, 2009 @ 9:58 am

  આજે ૧૫૦૦મી પોસ્ટની ઉજવણી કરો છો અને ખૂબ જ જલ્દી આવતી કાલે ૧૫૦૦૦મી પોસ્ટની ઉજવણી પણ કરો એવી આ વરસાદી મોસમમાં ધોધમાર હાર્દિક શુભેચ્છાઓ… લયસ્તરોને અને બંને તબીબ-મિત્રોને પણ…!

 16. urvashi parekh said,

  July 5, 2009 @ 11:12 am

  અભીનન્દન….ખુબ ખુબ અભીનન્દન..
  બસ આવી જ રિતે આગળ વધતા રહો તેવી અંતરની શુભેચ્છા.
  ઘણુ ગમે છે.
  આભાર..

 17. Bharat said,

  July 5, 2009 @ 11:35 am

  ધવલભાઈ, વિવેકભાઈ આપનું હૃદયપૂર્વક અભિનંદન.વ્યસન થૈ ગયુ ચ્હે લય્સ્તરા નુ.

 18. sudhir patel said,

  July 5, 2009 @ 5:28 pm

  પ્રિય વિવેકભાઈ અને ધવલભાઈ ને આ અવસર પર હાર્દિક શુભકામનાઓ અન હજી ઉચ્ચ શિખરો સર કરે એવી શુભેચ્છાઓ!
  સુધીર પટેલ.

 19. mrunalini said,

  July 5, 2009 @ 6:03 pm

  જરાક નવરાશ મળે અને મળીએ સ્નેહીઓને લયસ્તરો પર!

  છતા રહે રોજ પ્રતિક્ષા…

  કેવી રીતે વીતે છે વખત શું ખબર તને?
  તે તો કોઇ’દી કોઇની પ્રતિક્ષા નથી કરી.

 20. pragnaju said,

  July 5, 2009 @ 6:26 pm

  નથી જો લાગણી તો શું થયું? વ્યવહાર રહેવા દો.
  હૃદયના ખાલીપાનો કોક તો ઉપચાર રહેવા દો

  સાચે જ અમારા જેવા ઘણા બેવતનીઓના ખાલીપાનો ઉપચાર
  લયસ્તરો!
  યાદ આવ્યુ..હેમેન શાહનું પ્રિસ્ક્રિપ્શન
  (૧) લોહીની તપાસ કરી મૌલિક વિચારોનું પ્રમાણ કેટલું છે એ જાણી લેવું.
  (૨) નિરાશાની એક કેપ્સ્યુલ દિવસમાં ચાર વાર લેવી. (નિરાશા ન મળે તો ઉદાસી ચાલશે. દવા એ જ છે ફકત કંપની જુદી છે).
  (૩) સપનાંની બે ગોળી સૂતાં પહેલાં લેવી.
  (૪) આંખમાં રોજ સવારે ઝાકળનાં ટીપાં નાખવાં.
  (૫) દીવાનગીનાં ચશ્માં પહેરી કામે જવું. (એ મેસર્સ મજનુ એન્ડ રાંઝાને ત્યાં મળે છે).
  (૬) પેટમાં બળતરા થતી હોય તો એક પ્યાલો ઠંડું મòગજળ ધીરે ધીરે પીવું.
  (૭) યાદ બહુ જલદ દવા છે. પરંતુ ઓછી માત્રામાં અણધારી અસર બતાવી શકે, માટે ચાલુ કામકાજમાં ભેળવીને લેવી.
  (૮) અઠવાડિયે એક વાર એકસપાયરી ડેટ પછીનું ઈશ્કનું ઈન્જેકશન લેવું.
  (૯) શબ્દોની પરેજી રાખવી. શબ્દો વધુ પડતા ફાકવાથી કવિતાનું મૃત્યુ પણ થઈ શકે.
  (૧૦) આટઆટલી દવા કર્યા પછી, પ્રતીક્ષાની એક ટીકડી આયુષ્યભર ચાલુ રાખવી.

 21. Babu said,

  July 5, 2009 @ 9:21 pm

  મનન વિચાર વહેતા કર્યા
  હ્રદયથી ભાવ વહેતા કર્યા
  આપ્યો લતસ્તરોનો લ્હાવો
  બ્લોગપર શબ્દ વહેતા કર્યા

  ધવલભાઇ, વિવેકભાઇ
  આપને ખૂબ ખૂબ અભિનંદન

 22. gopal h parekh said,

  July 5, 2009 @ 9:44 pm

  ૧૫૦૦ પરથી ૧૫૦૦૦ થીયે આગળ વધો,અભિનઁદન

 23. kirankumar chauhan said,

  July 5, 2009 @ 10:58 pm

  આ–આકાશનો
  ભા–ભાર
  ર–રળિયામણો
  લયસ્તરો આકાશ જેવું ભાસે છે. જેમાં અનેક તેજસ્વી કાવ્યો એની યથાયોગ્ય સમજૂતી સાથે દુનિયાભરમાં અજવાળું પાથરી રહ્યાં છે. વિવેકભાઇ, ધવલભાઇ પુનરોક્તિ ન થાય એ માટે અભિનંદન આપતો નથી. ચાલશે ને….!

 24. kanti Vachhani said,

  July 5, 2009 @ 11:29 pm

  અંતર થી શુભેચ્છા…….. વિવેકભાઈ અને ધવલભાઈ ….. !!

 25. pradip sheth said,

  July 5, 2009 @ 11:41 pm

  દિવાનગી…….

  અભિનંદન્…..

 26. કુણાલ said,

  July 6, 2009 @ 12:49 am

  ખુબ ખુબ અભિનંદન ..

 27. Bankim said,

  July 6, 2009 @ 4:55 am

  ઘવલભાઈ , વિવેકભાઈ
  આપ બન્નેને આ pioneering work માટે સલામ.

 28. Dilipkumar Bhatt said,

  July 6, 2009 @ 6:39 am

  લયસ્તરોન બન્ને મહરથિઓ, મારા ખુબ ખુબ અભિનન્દન સ્વિકરશો. મારી આતલિ એશી વરસનિ ઉમ્રરે મારો સહોત્ય અને કવિતનો શોખ સન્તોશવા બદલ હુ આપ બ્ન્નેનો કાયમ રુણી રહીશ.

 29. P Shah said,

  July 6, 2009 @ 7:59 am

  ધવલભાઈ અને વિવેકભાઈને ખૂબ ખૂબ અભિનંદન !
  આપની કુશળતા, જહેમત અને લાગણીને સો સો સલામ !

 30. હેમંત said,

  July 6, 2009 @ 8:16 am

  ગૌરવવન્તા લાગણીસભર કાર્ય બદલ ખુબ ખુબ ધન્યવાદ….

 31. વિહંગ વ્યાસ said,

  July 6, 2009 @ 8:40 am

  ભાઈ,

  તદ્દન નિઃસ્વાર્થભાવે તમે જે ગમતાંનો ગુલાલ કરો છો એ તો મને ગીતાનો કર્મયોગ લાગે છે. લયસ્તરોના ભાવકો નો તો રાજીપો હોય હોય ને હોય પણ તમારી ભીતર સાક્ષી થઈને વસેલો પરમાત્મા પણ લયસ્તરોની નોંધ લે છે એ સ્વીકારવું પડશે. આજે એક મુકામ પર લયસ્તરોની શબ્દ-બ્રહ્મને પામવાની યાત્રા આવીને ઊભી છે ત્યારે આનંદ શી રીત વ્યક્ત કરું ? લયસ્તરોના બંને એડિટર્સ અને તેમના પરિવારનું હંમેશા શુભ થાઓ તેવી પરમેશ્વરને પ્રાર્થના સાથે વિરમું છું.

  આપનો વિહંગ વ્યાસ, ઢસા

 32. sunil shah said,

  July 6, 2009 @ 9:31 am

  માતૃભાષાને નેટ જગત દ્વારા આગવી ઓળખથી લયાન્વિત કરનાર આ બેનમૂન વેબસાઈટના બંન્ને સર્જકોને હૃદયથી અભિનંદન.

 33. Mukund Joshi said,

  July 6, 2009 @ 10:10 am

  રચનાઓનુ ઊંચુ સ્તર જાળવી આંક સિધ્ધ કરવો(૧૫૦૦)એ ખરે ખર અભિનંદને પાત્ર છે.માતૃભાષાને ચરણૅ ‘લયસ્તરો’ રુપે
  આપની (વિવેકભાઇ/ધવલભાઇ) પુશ્પાંજલિ સાથે અમારા પણ વંદન.

 34. Ramesh Patel said,

  July 6, 2009 @ 10:03 pm

  સાહિત્યની સરવાણી સરીતા બની સાગર થઈ લહેરે અને ગુજરાતીના ગૌરવને
  ધબુકતું રાખવા આપને પરમેશ્વર શક્તિ આપે એવી શુભેચ્છા સાથે અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 35. Harikrishna said,

  July 7, 2009 @ 12:06 pm

  Dhavalbhai/Vivekbhai,
  I am 71 yes retiree living in London.
  A few years back when I retired I.was
  rather apprehensive in that – what shall I
  and that how will I keep myself occupied
  Now my problem is solved. Please
  accept my very sincere thanks to both
  of you for enriching my retirement by
  putting LAYSTERO on internet to which
  I am really hooked up !!

 36. Rekha sindhal said,

  September 24, 2014 @ 8:56 pm

  બંને મિત્રોને ખુબ ખુબ ધન્યવાદ! વીણી વીણીને મૂકેલી કવિતાઓ ખરેખર આસ્વાદવા લાયક છે.
  ા આભાર સહ…શુભેચ્છાઓ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment