જે પ્રેમ પૂરો થઈ ગયો એ ના જતાવ તું,
બાકીમાં શું હિસાબ રહ્યો એ લખાવ તું.
મેગી આસનાની

જરાસંઘ છું – ભગવતીકુમાર શર્મા

સમય કેરી મુઠ્ઠીમાં હું બંધ છું
છું સૂરજ, ઘુવડ શો છતાં અંધ છું
કોઈ કૃષ્ણ રેતીનો ઢગલો કરે
હું જીવું છું કિન્તુ જરાસંઘ છું

– ભગવતીકુમાર શર્મા

3 Comments »

  1. pragnaju said,

    June 18, 2009 @ 12:02 AM

    બંધ મુઠ્ઠીમાં સમયની વેદના સંતાડતાને સદા આછું મલકતાં હું તમે ને આપણે…

  2. mrunalini said,

    June 18, 2009 @ 12:19 AM

    સમય કેરી મુઠ્ઠીમાં હું બંધ છું
    અ દ ભુ ત

    બંધ હોઠે રાતદિન ગુંજી રહેલો સૂર છું.
    હું જ સૂફી-સંત છું,
    જલ્લાદ કાતિલ હું જ છું,.
    જેટલો હું છું .
    ..
    જેટલો મજબૂત છું
    હું એટલો મજબૂર છું. *.
    લલાટે લેખ છઠ્ઠીના અને
    સમયની બંધ મુઠ્ઠીમાં, ….
    ——————–
    અને યાદ આવ્યા મનસૂર મસ્તાના જેમને અનલહક માટે ……
    બંધ મુઠ્ઠી જેવું છે મારું જીવન,
    આમ છું ખાલી છતાં ભરપૂર છું.
    હું ઇમામુદ્દી઼ન* ફક્ત ‘રુસ્વા’ નથી,
    ખૂબ છું બદનામ, પણ મશહૂર છું. …

  3. વિવેક said,

    June 18, 2009 @ 12:20 AM

    સુંદર મુક્તક…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment