કરે એમ પૃથ્વી ઉપર કામનાઓ,
બધા માનવીઓ અમર હોય જાણે.
આદિલ મન્સૂરી

હૈયે કુંજગલી – રઘુવીર ચૌધરી

પગલી પારિજાતની ઢગલી !
ઘરમાં આવ્યું વૃંદાવન ને હૈયે કુંજગલી !

કાલ સુધી જે છાયાઓ આંગણ ઘેરી પથરાતી,
શેરીમાં ચિંતાની રજ ઊડતી ઠરતી અટવાતી.
આજ હવા તુલસીક્યારાની ફરતે ગાવા ચલી.
પગલી પારિજાતની ઢગલી !

પંખીએ માળો બાંધ્યો છે કિરણોનાં તરણાંનો
યમુનાને શો ઉમંગ એણે સાદ સૂણ્યો ઝરણાંનો
સંશયની કારા તૂટી ગઈ, દુનિયા સઘળી ભલી.
પગલી પારિજાતની ઢગલી !

ઘેરાયેલા વાદળ ખાસી જાય અને પૂણ્ય-પથ સહજ થઈ જાય એ અવસ્થાનું કોમળ ગાન. ગીતની સાદગી  અને બુલંદ ઉપાડ નિરંજન ભગતના ‘છંદોલય’નાં ગીતોની યાદ અપાવે છે.  ગીતમાં ક્યાંય ગોપી કે કૃષ્ણની વાત આવતી નથી છતાં ગીતની શબ્દપસંદગી (વૃંદાવન, કુંજગલી, તુલસી, યમુના) ગીતને અજાણતા જ ગોપીભાવથી ભરી દે છે.

(કારા=કેદખાનું)

8 Comments »

  1. sudhir patel said,

    June 9, 2009 @ 5:10 PM

    સુંદર ગીત અને સરસ પસંદગી!
    સુધીર પટેલ.

  2. mrunalini said,

    June 9, 2009 @ 9:33 PM

    પંખીએ માળો બાંધ્યો છે કિરણોનાં તરણાંનો
    યમુનાને શો ઉમંગ એણે સાદ સૂણ્યો ઝરણાંનો
    સંશયની કારા તૂટી ગઈ, દુનિયા સઘળી ભલી.
    પગલી પારિજાતની ઢગલી !
    ખૂબ સુંદર
    શ્રી કૃષ્ણ સ્વર્ગમાંથી લાવેલ ારિજાત
    ખીલ્યા ખીલ્યા પારિજાતની તળે,
    હવે સવાર અ ભીનું ભીનું ગળે,
    ધુમ્મસ શાં આછાં દ્રૃગથી હું જોઉં,
    અને થાતુંઃ ધુમ્મસમાં , મુજને ખોઉં,
    પારિજાતની સુવાસ ધુમ્મસ,
    નભની તે શી વાત કરું જયાં હવાય ધુમ્મસ,
    પારિજાતની લઈ કેશરી દાંડી,
    કિરણોએ ઘરઘરની ક્રીડા માંડી.
    ખીલ્યા ખીલ્યા પારિજાતની તળે,
    હવે સવાર આ ભીનું ભીનું ગળે.

  3. pragnaju said,

    June 9, 2009 @ 9:52 PM

    આજ હવા તુલસીક્યારાની ફરતે ગાવા ચલી.
    પગલી પારિજાતની ઢગલી !
    ‘ગંગાયાઃ પરિ-ઉપરિ જાત, ઈતિ પારિજાત’
    કૂણી કૂણી નારંગી દાંડલીઓને અંગૂઠા અને આંગળી વચ્ચે પકડી એના શ્વેત પુષ્પને ગોળ ગોળ ચકરડી ફેરવી ઉભેલા કૃષ્ણ અને મધરાતની નીરવ શાંતિ અને ઘેરા અંધકારમાં રૂમઝૂમ કરતા પારિજાત રાસ રચે છે.
    સદેહે પારિજાતનું વૃક્ષ મારે ત્યાં આવ્યું છે ! તે વાદળને અડે છે. હવામાં એનાં પર્ણો ફરફરે છે. પક્ષીઓ એની ઉપર માળા બાંધે છે. થોડા સમયમાં સવાર પડતાં અમારા વાડામાં પારિજાતની શ્વેત ચાદર પથરાશે અને તેને ચૂટવાનું દુઃખ ભોગવવું નથી પડતુ-તેજ પ્રભુને ચઢાવવા પુષ્પો ધરી દે…

  4. P Shah said,

    June 10, 2009 @ 3:35 AM

    સુંદર ગીત !

  5. વિવેક said,

    June 10, 2009 @ 8:14 AM

    સુંદર મજાનું ગીત… હળવું છતાં ગંભીર !!!

  6. preetam lakhlani said,

    June 10, 2009 @ 11:38 AM

    સરસ અભિપ્રાયને ટિલક કરે રધુવીર્…….સરસ કવિતા, સરસ કવિ, અને સરસ અભિપ્રાય્ આથી વિશેસ શુ જોયએ મારા જેવા વાચકને ?.

  7. અનામી said,

    June 11, 2009 @ 5:16 PM

    સુંદર્…….

  8. Pancham Shukla said,

    June 12, 2009 @ 4:48 AM

    Proven palatable style ands wordings.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment