જીવન પ્યારું હતું તો રોમેરોમે દીપ જલતા’તા,
બળી મરવું છે ત્યારે કાં નથી જડતો તિખારો પણ ?
જટિલરાય કેશવલાલ વ્યાસ \'જટિલ\'

तेरे आने के बाद – ઊર્મિ

gazal-mona-handwriting2

(ઊર્મિની એક અક્ષુણ્ણ કૃતિ એના હસ્તાક્ષરમાં પહેલવહેલીવાર લયસ્તરો માટે)

આખું નભ પગ તળે तेरे आने के बाद,
ને બધું ઝળહળે तेरे आने के बाद.

સાવ ઉજ્જડ હતું એ બધું મઘમઘે,
પાનખર પણ ફળે तेरे आने के बाद.

કાળી ભમ્મર હતી રાત એ ઝગમગે,
સ્વપ્ન ટોળે વળે तेरे आने के बाद.

આંખમાં ઊમટે સાત રંગો સતત
અશ્રુઓ ઝળહળે तेरे आने के बाद.

શબ્દ કે અર્થ કૈં પૂરતું ના પડે,
કાવ્યમાં શું ઢળે, तेरे आने के बाद ?!

તું અહીં, તું તહીં, તું તહીં, તું અહીં,
ક્યાંય ‘હું’ ના મળે तेरे आने के बाद.

ઉર મહીં ‘ઊર્મિ’ તું, મારો પર્યાય તું,
તું બધે ખળભળે तेरे आने के बाद.

ઊર્મિ (૭ મે ૨૦૦૯)

ગયા અઠવાડિયે જ મૂકેલી અને બધાને ખૂબ ગમી ગયેલી तेरे जाने के बाद  ગઝલ ના બીજા ભાગ જેવી આ ગઝલ હિન્દી અને ગુજરાતી બન્નેના ઉપયોગ ઉપરાંત ‘ગઝલ-બેલડી’ના આ નવા પ્રયોગને કારણે પણ યાદ રહેશે.  શબ્દ અને કલ્પનોની સાદગી આખી ગઝલને ઉષ્મા અને ઘેરી અસરકારકતા બક્ષે છે. પાંપણ પર તગતગતા આંસુમાં પણ કોઈના આવવાથી સાતે રંગ દેખાવા માંડે એ આ ભાવવિશ્વની ચરમસીમા છે !

13 Comments »

 1. Jayshree said,

  May 17, 2009 @ 1:25 am

  एक और મજાની ગઝલ..!!

  क्या बात है..

  આ બે શેર તો એમાં ખૂબ જ ગમી ગયા..

  સાવ ઉજ્જડ હતું એ બધું મઘમઘે,
  પાનખર પણ ફળે तेरे आने के बाद.

  તું અહીં, તું તહીં, તું તહીં, તું અહીં,
  ક્યાંય ‘હું’ ના મળે तेरे आने के बाद.

 2. mahesh dalal said,

  May 17, 2009 @ 6:17 am

  વાહ ઘનિ જ સુન્દર ..રચના.. વાર વારે વાચ્ વિ ગમે..

 3. Pinki said,

  May 17, 2009 @ 7:23 am

  તું અહીં, તું તહીં, તું તહીં, તું અહીં,
  ક્યાંય ‘હું’ ના મળે तेरे आने के बाद.

  સરસ………..

  પંચમભાઈને બહુ રાહ ન જોવી પડી ……. !!

 4. Pancham Shukla said,

  May 17, 2009 @ 9:35 am

  तेरे जाने के बाद જેવી જ અસરકારક. આ ‘ગઝલ-બેલડી’ ઊર્મિની બીજી ઓળખ બની જાય તો નવાઈ નઈ!

 5. sapana said,

  May 17, 2009 @ 10:36 am

  વાહ..ઊર્મિબેન..વાહ..
  તું અહીં, તું તહીં, તું તહીં, તું અહીં,
  ક્યાંય ‘હું’ ના મળે तेरे आने के बाद….દિલ જીતી લીધું.
  સપના

 6. BHARAT SUCHAK said,

  May 17, 2009 @ 8:21 pm

  કાળી ભમ્મર હતી રાત એ ઝગમગે,
  સ્વપ્ન ટોળે વળે तेरे आने के बाद.
  બહુ સરસ કોઇ સબ્દ નથી

 7. sunil shah said,

  May 18, 2009 @ 5:00 am

  ઊર્મિબેન..
  ‘તેરે જાને કે બાદ’ની તડપ પછી ‘તેરે આને કે બાદ’ ની ભવ્ય ખુશાલી માણી. અભિનંદન..
  ગુજરાતી ગઝલ જગત ચોક્કસ આ ગઝલ બેલડીથી તમને યાદ રાખશે. keep it up & up.

 8. વિવેક said,

  May 18, 2009 @ 8:46 am

  ગુજરાતી ગઝલ જગત – બહુ મોટો શબ્દ છે… સાવધ રહેજે, ઊર્મિ !

  બંને ગઝલ સરસ થઈ છે. પહેલી ગઝલને સો માર્ક્સ અપાય તો બીજીને પણ નેવુ આપવા પડે. આ બંને ગઝલ તારી અત્યાર સુધીની શ્રેષ્ઠતમ ગઝલ છે એ વાત સાચી, પણ યાદ રહે, સિતારોં સે આગે જહાં ઔર ભી હૈ….

 9. Kavita Maurya said,

  May 18, 2009 @ 12:48 pm

  સુંદર ગઝલ ઊર્મિબેન ! આ રીતે સતત કંઈ નવું આપતા રહો સારું લાગે છે.

 10. પ્રણવ said,

  May 19, 2009 @ 12:36 am

  સાવધ, ઊર્મિ ! વિવેક ની બધી વાત માનવી નહી…….just enjoy and you will deliver even better!!! …(take it lightly, dearest Vivek!)…..અને હા, तेरे आने के बाद….મજા આવી ગઈ!!

 11. વિવેક said,

  May 19, 2009 @ 1:16 am

  હા…હા…હા… પ્રણવભાઈની વાત પણ સાચી છે… સિક્કાની બે બાજુ હોય છે, બંને બાજુનું ધ્યાન રાખવું રહ્યું…

 12. ઊર્મિ said,

  May 20, 2009 @ 10:28 pm

  ફરીથી, સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર… એકદમ દિલસે !

 13. ગાગરમાં સાગર » Blog Archive » शतम् जीवम् शरदः । said,

  June 10, 2009 @ 11:17 pm

  […] એક જ છંદમાં લખાયેલી ઊર્મિની બે ગઝલો – तेरे आने के बाद અને तेरे जाने के बाद – જે સહુએ વખાણી […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment