જીવન પ્યારું હતું તો રોમેરોમે દીપ જલતા’તા,
બળી મરવું છે ત્યારે કાં નથી જડતો તિખારો પણ ?
જટિલરાય કેશવલાલ વ્યાસ \'જટિલ\'

तेरे जाने के बाद – ઊર્મિ

gazal-mona-handwriting
(ઊર્મિની એક અક્ષુણ્ણ કૃતિ એના હસ્તાક્ષરમાં પહેલવહેલીવાર લયસ્તરો માટે)

આભ ઝરમર ઝરે तेरे जाने के बाद,
રોજ પીંછાં ખરે तेरे जाने के बाद.

સ્તબ્ધ સૃષ્ટિ સકળ ને અકળ સ્તબ્ધતા,
ના હવા મર્મરે तेरे जाने के बाद.

મેં મને ખોળી પણ ક્યાંયે હું ના મળી,
શૂન્યતા થરથરે तेरे जाने के बाद.

તારું ચાલ્યા જવું- એક પ્રસવયાતના,
કાવ્ય કૈં અવતરે तेरे जाने के बाद.

તું નથી, તું નથી, તું નથી, તું નથી,
તું બધે તરવરે तेरे जाने के बाद.

‘ઊર્મિ’ કેવી તરંગી હતી પણ હવે-
ના જીવે, ના મરે तेरे जाने के बाद.

ઊર્મિ  (૬ મે ૨૦૦૯)

સ્નિગ્ધ એકલતાની નખશિખ સુંદર ગઝલ. ગયા અઠવાડિયે મૂકેલી ઝફરસાહેબની ગુજરાતી રદીફવાળી હિન્દી ગઝલ જોઈ લઈ, એની સાથે સરખાવશો.

25 Comments »

  1. વિવેક said,

    May 10, 2009 @ 12:45 AM

    સમુદ્રના મોજાં જેમ સતત આવ-જા આવ-જા કરે અને એક સંગીત સર્જાય એ જ રીતે ‘ગાલગા- ગાલગા’ના આવર્તનો વડે આ ગઝલ પણ એક નોખી મૌસિકી પેદા કરે છે. પ્રિયતમના ચાલ્યા જવાની વાત છે. આ વિષાદ ક્યાંય સ્થિર થવા દે એવો નથી. મન જાણે કે એક હિંચકા જેવું છે… સતત એક છેડેથી બીજે છેડે નિયત આંદોલન કરતું રહે છે. વિષાદના ભાવને ઉજાગર કરવા માટે અહીં પ્રયોજાયેલ ‘ગાલગા’ના આવર્તનોવાળો છંદ કદાચ મનની આ અસ્થિર ગતિ અને ભાવને પણ તાદૃશ કરે છે…

    આ ગઝલ કદાચ ઊર્મિની શ્રેષ્ઠતમ ગઝલ છે… આ જ પ્રકારની હિંદી રદીફ પર ઊર્મિએ એક બીજી ગઝલ – તેરે આને કે બાદ’ પણ લખી છે, જેમાં મિલન અને મિલનની ખુશીનો ભાવ વ્યક્ત થયો છે… એ પણ આવી જ મજાની છે પણ એના માટે થોડી રાહ જોવી પડશે, મિત્રો !

  2. પ્રણવ said,

    May 10, 2009 @ 1:07 AM

    વાહ્હ!! અતિ સુંદર!! આ ગઝલ કદાચ ઊર્મિની શ્રેષ્ઠતમ ગઝલ છે… agreed with Vivek.

  3. sunil shah said,

    May 10, 2009 @ 2:04 AM

    સાચે જ વાહ..કહેવી પડે. કોઈ સિદ્ધહસ્ત સર્જકની કલમમાંથી નીકળેલ ઉર્મિઓ સમી આ રચના બદલ ઊર્મિબેનને અભિનંદન.

  4. jitesh DALWALA said,

    May 10, 2009 @ 2:28 AM

    ઊર્મિબેન ખુબ સરસ કાવ્ય

  5. Jayshree said,

    May 10, 2009 @ 4:31 AM

    વાહ..
    મજાની ગઝલ.. એક એક શેર ગમી જાય એવા..

    તું નથી, તું નથી, તું નથી, તું નથી,
    તું બધે તરવરે तेरे जाने के बाद.

  6. Pinki said,

    May 10, 2009 @ 5:25 AM

    વાવાહ….. !!

    સરસ ગઝલ dear ………

    તું નથી, તું નથી, તું નથી, તું નથી,
    તું બધે તરવરે तेरे जाने के बाद.

    ઊર્મિ કેવી તરંગી હતી પણ હવે-
    ના જીવે, ના મરે तेरे जाने के बाद.

  7. pradip sheth said,

    May 10, 2009 @ 8:05 AM

    ગઝલના દરેક શેર હ્ર્દયના ઉંડાણ સુધી સ્પર્શિ ગયા…ખૂબ ખૂબ હ્ર્દય સ્પર્શી રચના ખૂબ ખૂબ અભિનન્દન્…

  8. sapana said,

    May 10, 2009 @ 8:21 AM

    વાહ્…વાહ્…વાહ્…બસ બીજા શબ્દો નથી…
    સપના

  9. pragnaju said,

    May 10, 2009 @ 10:01 AM

    સર્વાંગ સુંદર ગઝલ અને ખૂબ સુંદર અભિવ્યક્તી
    આ શેરો વધુ ગમ્યા
    સ્તબ્ધ સૃષ્ટિ સકળ ને અકળ સ્તબ્ધતા,
    ના હવા મર્મરે तेरे जाने के बाद.

    મેં મને ખોળી પણ ક્યાંયે હું ના મળી,
    શૂન્યતા થરથરે तेरे जाने के बाद.

    તારું ચાલ્યા જવું- એક પ્રસવયાતના,
    કાવ્ય કૈં અવતરે तेरे जाने के बाद.

    આ શેરો યાદ આવ્યા
    કેવો ઉજાસ ઘર મહીં તારા ગયા પછી !
    મારો દિવસ હંમેશને માટે ઢળી ગયો.
    તમે ચાલ્યા ગયા સૂની કરી દિલની અટારીને,
    અમે સ્થાપી છે ત્યાં મૂર્તિ સ્વરૂપે ઇંતેજારીને.

  10. Pancham Shukla said,

    May 10, 2009 @ 10:45 AM

    No doubt. One of the great Gazals of Urmi. એકલતાનું સ્નિગ્ધ, કોમળ અને સંગીતમય ભાવવિશ્વ. ખૂબ ખૂબ અભિનંદન. હિન્દી રદ્દીફ પણ બેનમૂન નિખરે છે.

    ‘તેરે આને કે બાદ’ ની આતુરતાપૂર્વક રાહ જોવી જ રહી.

  11. Priyjan said,

    May 10, 2009 @ 11:55 AM

    તને તારી ગેર્હજ્ર્રી માં પણ આટ્લી તીવ્રતાથી પમી શકુ તો એક જનમ તારી સાથે મમળે તો કેવુ?
    સુંદ્દર ક્રુતિ…………..

  12. ashok pandya said,

    May 10, 2009 @ 1:12 PM

    નાસ્તિ…નાસ્તિ…no where..no where ..માથિ સર્વત્ર..સર્વત્ર..every where..every where…થઇ જવાની અદભુત ઘટના વ્યક્તિ થી સમસ્ટિ તરફની યાત્રા કેવી સહજ, સરલ બાની મા રજૂ થઈ..જાણે નાનકદડુ ઉપનિશદ્..ખુબ ખુબ અભિનદન..

  13. sudhir patel said,

    May 10, 2009 @ 1:18 PM

    સો ટકા વિવેકભાઈની વાત સાથે સંમત થવું જ રહ્યું!
    ખૂબ જ સુંદર ગઝલ અને હિન્દી રદીફના સફળ પ્રયોગ બદલ ઊર્મિબેનને હાર્દિક અભિનંદન!
    સુધીર પટેલ.

  14. Nilesh Rana said,

    May 10, 2009 @ 7:01 PM

    સુન્દર ગઝલ, અભિન્દન ,લગે રહો,
    નીલેશ રાણા

  15. Lata Hirani said,

    May 11, 2009 @ 3:57 AM

    સરળ શબ્દોમા હૃદયને સ્પર્શી જવાની કેટલી અદભુત તાકાત રહેલ છે !!

  16. P Shah said,

    May 11, 2009 @ 7:52 AM

    વાહ ! ખૂબ જ મઝાની ગઝલ !
    હિન્દી રદીફનો સફળ પ્રયોગ !
    અભિનંદન !

  17. Prabhulal Tataria"dhufari" said,

    May 11, 2009 @ 8:48 AM

    ઊર્મિબેન
    તારા નામ પરથી લાગે છે કે તું ઊર્મીનો સાગર હશે અને એમાં આવેલી ભરતી સાથે કિનારે
    પથરાયેલી આ હિન્દી રદીફ એક નવતર પ્રયોગ સરસ અને સરસ રહ્યો.
    “બસ “ધુફારી” એટલું કહેવું હવે
    ના ક્દી લખવા થકી કંટાળ્જો
    અસ્તુ
    પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

  18. urvashi parekh said,

    May 11, 2009 @ 6:50 PM

    ઉર્મિબહેન,
    એક ગમતી કે પ્રિય વ્યક્તી ન જવા પછી ની એકલતા,મન ની શુન્યતા,
    ખાલીપો સરસ રિતે શબ્દો માં વ્યક્ત કરિ શક્યા છો.
    અભિનંદન….

  19. ઊર્મિ said,

    May 12, 2009 @ 8:00 AM

    આપ સૌ મિત્રોનો દિલથી ઘણો ઘણો આભાર…!

    આ ગઝલ માટે એક વાત કહું તો- જાણે કોક લખાવી ગયું હોય એમ સાવ સહજ રીતે એવી અવતરી હતી કે એને મઠારવાની જરૂર પણ જરાયે ન્હોતી પડી..!

  20. Raj said,

    May 14, 2009 @ 1:56 PM

    Sorrry to say but the creation which contain mixture of gujarati and hindi doesn’t make any sense and its like we are making fun of our language and not following our traditional way of writing ghazals and poems.

  21. વિવેક said,

    May 19, 2009 @ 9:16 AM

    મિત્ર રાજ,

    ‘તેરે આને કે બાદ’ અને ‘તેરે જાને કે બાદ’ – આ બંને ગઝલમાંથી હિંદી રદીફ કાઢી નાંખીને ગુજરાતીમાં ‘તારા આવ્યા પછી’ અને ‘તારા ગયા પછી’ મૂકીએ તો કદાચ આ બંને ગઝલોનો ‘પંચ’ જ ઓછો થઈ હાય છે… આપણી બોલચાલની ભાષામાંથી આપણે અંગ્રેજી શબ્દો પણ કાઢી શક્તા નથી…. એને સેલભેળ ન કહેવાય… ટેબલના બદલે મેં કોઈને મેજ બોલતાં સાંભળ્યો નથી… એક ભાષા બીજીમાં ભળે ત્યારે બીજીને સમૃદ્ધ જ કરે છે… ભાષા કદી લેતી નથી, એ દેતી જ હોય છે!

    આ બંને ગઝલોની સર્જનપ્રક્રિયાનો હું ખૂબ નજીકનો સાક્ષી છું. આ બંને ગઝલ અંદરથી અવી છે… રજનીશના શબ્દોમાં કહું તો માણસે પોલા વાંસ થવાની જરૂર છે… પોલા વાંસ બની જવાય તો અંદરથી સંગીત આપમેળે રેલાય… આ ગઝલ આવી જ કોઈ એક અવસ્થામાંથી આવી છે…

    અહીં હિંદી અને ગુજરાતી ભેગાં થવાથી નથી ગુજરાતી ભાષાની કિંમત ઓછી થતી કે નથી હિંદીનું ગૌરવ હણાતું… સરવાળે કવિતા સિદ્ધ થાય છે અને એ જ તો ભાષા આપણી પાસે માંગે છે…

  22. KT said,

    May 19, 2009 @ 2:45 PM

    તો આ જ રીતે ‘પોલા વાંસ બની જઈએ’ અને ભાશા સુધારણાને પણ તક આપીએ તો?

    “હિંદી અને ગુજરાતી ભેગાં થવાથી નથી ગુજરાતી ભાષાની કિંમત ઓછી થતી કે નથી હિંદીનું ગૌરવ હણાતું”.

    ઓછી ભુલો થાય એવી સરળ લેખન પદ્ધતી અપનાવીએ તો? સરવાળે એક માણસ બીજા માણસને સમજે એવું લખાણ એ જ તો ભાષા આપણી પાસે માંગે છે!!!

  23. KAVI said,

    May 29, 2009 @ 10:01 AM

    સુંદર ગઝલ. વાંચવાની મજા પડી.
    ઉર્મિને અભિનંદન.

  24. तेरे जाने के बाद - ઊર્મિ | ટહુકો.કોમ said,

    September 17, 2010 @ 8:01 PM

    […] – ઊર્મિ By Jayshree, on September 18th, 2010 in ગઝલ , ટહુકો | લયસ્તરો પર પ્રથમવાર પ્રકાશિત થયેલી હિન્દી રદીફવાળી આ ગુજરાતી ગઝલ […]

  25. jyoti said,

    January 15, 2011 @ 12:43 PM

    ખરેખર ખુબ્જ સુન્દર રચન ચ્હે
    મને એમ લાગ્યુ કે મારા મન નિ વાત ઉર્મિ બેન સુધિ કેમ પહોન્ચિ દરેક વચક ને એમ જ થતુ હશેકે?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment