દેખી બુરાઈ ના ડરું હું શી ફિકર છે પાપની ?
ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની.
ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી:
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!
કલાપી

SIX -ભાષી ગઝલ – કિસ્મત કુરેશી

जब इबादत की हमें फ़ुरसत मिली,                    (ઉર્દૂ)
ચાલતા’તા શ્વાસ ત્યારે આખરી.                        (ગુજરાતી)

मन खुदारा दोस्ते मन दारम हनोज़,                   (ફારસી)
ના મને એથી તો દુનિયાની પડી.                     (ગુજરાતી)

In the desert stream I couldn’t find,   (અંગ્રેજી)
પ્રાણ મુજ તરસ્યા રહ્યા’તા તરફડી.                    (ગુજરાતી)

तस्य वचनम् – संभवामि युगे युगे,                    (સંસ્કૃત)
આશ દર્શનની ન શાને રાખવી ?                        (ગુજરાતી)

प्राप्त की किस्मत ने ईश्वर की कृपा,                      (હિન્દી)
SIX-ભાષી આ ગઝલ એણે રચી.                      (ગુજરાતી)

– કિસ્મત કુરેશી

લયસ્તરો પર આજકાલ મિશ્રભાષી ગઝલો ની મોસમ ખીલી છે. ક્યારેક ઝફર ઈકબાલની ગુજરાતી રદીફવાળી ઉર્દૂ ગઝલ, ઊર્મિની હિંદી રદીફવાળી तेरे जाने के बाद અને तेरे आने के बाद તો પંચમની ગઝલ બનતી નથીની વાત પર સત્તર શેરની લાં..બીલચ્ચ ગઝલ. આવી ઋતુમાં IPL 20-20 મેચના DLF maximum જેવો એક છગ્ગો… એક જ ગઝલમાં છ-છ ભાષાઓ વણી લઈને 1989માં લખાયેલી કિસ્મત કુરેશીની એક મજાની ગઝલ…

(मन खुदारा दोस्ते मन दारम हनोज़, ના મને એથી તો દુનિયાની પડી = હું ખુદા માટે છું અને અત્યાર સુધી ઈશ્વરને જ મારા મિત્ર તરીકે રાખ્યો છે એથી જ તો મને આ દુનિયાની કંઈ પડી નથી. ) (આ ફારસી મિસરાના મૂળ સુધી પહોંચવામાં મદદ કરવા બદલ આઝમ ઘડિયાળી અને રઈશ મનીઆરનો આભાર!)

20 Comments »

 1. dr j k nanavati said,

  May 22, 2009 @ 3:53 am

  બે વરસ પહેલાં આવુંજ કશું કરવાની ગુસ્તાખી કરી હતી…

  તો આજે R O C K ..’N….રા…સ

  Hey.. ક્રિષ્ના, hey.. ક્રિષ્ના
  we love you love you, હે ક્રિષ્ના…..

  તારી વાંસલડીના સૂર અમુને
  spelll…bound કરે ક્રિષ્ના…
  ફર ફરતું પિછું, મોર મુકુટ
  ammmazing….લાગે હે ક્રિષ્ના….
  હે ક્રિષ્ના, હે ક્રિષ્ના…..

  ઓલી રાસે રમતી રાધા સાથે
  let me dance દુલારે ક્રિષ્ના…
  એના તાનપૂરે, મીરાંની સંગે
  all we sing o.. હરે ક્રિષ્ના….
  હે ક્રિષ્ના, હે ક્રિષ્ના….

  તારી આંગળી ઉપર પર્વત છું
  don’t let me down, મોરે ક્રિષ્ના….
  પાપોના ડોલે કાળી નાગ
  you rien them down ઓરે ક્રિષ્ના…
  હે ક્રિષ્ના, હે ક્રિષ્ના….

  એ માફ કરી દેજો…!!!

 2. varsha said,

  May 22, 2009 @ 4:05 am

  KISHMATBHAI……VERY VERY VERY NICE CREATION… SOMETHING NEW

  ખરેખર મજા આવી ગઈ…

 3. Pinki said,

  May 22, 2009 @ 4:26 am

  ક્યા બાત હૈ …!!

  sixer તો પણ .. …કેવી ઉમદા મુસલસલ ગઝલ

  મક્તામાં ‘કિસ્મત’ તખલ્લુસ કેવું વણાઈ ગયું …..!!

  ભાષા પણ …. વૈસુધૈવકુટુમ્બકમ્…!!

  તો, અંગ્રેજીમાં meter કેવી રીતે – pronunciation પર જ ગણાયને ?!!

 4. jjugalkishor said,

  May 22, 2009 @ 4:38 am

  અદ્ ભુત !!

  સાચે જ કિસ્મતને પ્રયોજી જાણ્યું છે. આવા પ્રયોગોથી ભાવકોને તો ખરું જ, નવા સર્જકોનેય બહુ જાણવાનું મળે એમ છે.

  સંદેશમાં પ્રગટ થયેલા લેખ અંગે આજે ભલે કેટલુંક ચર્ચવા જેવું રહી ગયું હોય પરંતુ આવતીકાલ બ્લોગજગતની છે તેથી આ બધું સંગ્રહીને મોટી સેવા થવાની છે.

  ડૉ. જેકેનો પ્રયોગ પણ ધ્યાન ખેંચે છે.

 5. Angel Dholakia said,

  May 22, 2009 @ 4:41 am

  વાહ્ very nice. યુવરાજ ના 6 sixer જોવા કરતાં વધારે મજા પડી.
  ખરેખર, its really very hard to creat a Gazal having six different languages.And the main thing is to creat a GOOD ONE.
  ગુણવત્તા પણ એટલિ જ સ-રસ જળવાઇ.
  અભિનન્દન શ્રિ ઝફરજી ને તથા posting માટે વિવેકભાઇને.

 6. chetu said,

  May 22, 2009 @ 5:15 am

  ખરેખર્.. અદભુત્ત..! ૬ ભાષામા બનેલેી આ રચના ખરેખર કાબિલે તારેીફ છે.. તો ડો. જે. કે. નેી રચના પણ અતિઉત્તમ ..!! …

 7. krish said,

  May 22, 2009 @ 11:19 am

  આહ્ મમજ્જ અવિ ગૈ

 8. krish said,

  May 22, 2009 @ 11:20 am

  જિદગિ તરિ થૈ ગૈ krishna

 9. ઊર્મિ said,

  May 22, 2009 @ 12:11 pm

  કિસ્મતભાઈની મજાની sixer… મજાનો પ્રયોગ… અને મજાયે ઘણી આવી !

 10. ધવલ said,

  May 22, 2009 @ 3:20 pm

  બહુ સરસ પ્રયોગ… ભાષાઓને ઓગાળીને જાણે એક કરી દીધી…

 11. mrunalini said,

  May 22, 2009 @ 8:25 pm

  ખૂબ સુંદર
  તેમાં

  जब इबादत की हमें फ़ुरसत मिली,
  ચાલતા’તા શ્વાસ ત્યારે આખરી.

  मन खुदारा दोस्ते मन दारम हनोज़,
  ના મને એથી તો દુનિયાની પડી.
  ઉર્દુ ફારસી તો ગુજરાતી જેટલી જઅ આમણી લાગે!

  અ દ ભૂ ત

 12. પ્રણવ said,

  May 23, 2009 @ 12:10 am

  ક્વેઇશ….મિયાં મિયાં…(મતલબ્….બહુ સરસ …૧૦૦% -પરફેક્ટ….in Arabic)
  અહમદુલીલ્લાહ !!!

 13. મીત said,

  May 23, 2009 @ 12:31 am

  લે આ તો અદભુત પ્રયોગ,માણવા જેવો ને જાણવા જેવો પણ…!

  -મીત

 14. krishna said,

  May 24, 2009 @ 4:53 am

  ગમ્યું આ રચનાં ખરેખર ખુબજ હટકે છે એટલે ખુબ ગમી..

 15. ashok pandya said,

  May 24, 2009 @ 10:07 pm

  વાહ ભઈ વાહ..મારા ભાવનગર ના મરહુમ ગઝલ ગુરુ કિસ્મત કાકાની યાદ, આદર સાથે આવી ગૈ..ઓલિયો હતો એ તો..નવું પુસ્તક કે રચના થાય તો દોડી ને મારા પિતાજી પાસે આવે..રચના રજૂ કરે..મારા પિતાજી ના દોસ્ત જો કે મ્યુનિસિપાલિટી માં તેમના હાથ હેઠે કારકુન હતા..પણ એવું ક્યારેય દેખાયું નથી.. જન્મે મુસ્લીમ હતા પણ કર્મે પાકા વઈશ્નવ..પ્રયોગશીલતા નું ઉત્તમ ઉદાહરણ.. MAY THE NOBLE SOUL REST IN PEACE..with due honour and respect my heartiest TRIBUTE..Thanks VIVEKBHAI for giving this opportunity

 16. Dr Firdosh dekhaiya said,

  May 25, 2009 @ 4:17 am

  અશોક ભાઈ.
  હું ‘નાઝિર”નો પૌત્ર છું.
  ક્યાં છો તમે?
  વિવેકભાઈને અભિનંદન.આ ગઝલ શોધી કાઢવા માટે.

 17. Dr Firdosh dekhaiya said,

  May 25, 2009 @ 4:19 am

  લયસ્તરો ને એક વાત જણાવવાની રહી ગઈ કે કિસ્મત કુરેશી એ “નાઝિર” દેખૈયાના ગુરૂ થાય.

 18. પંચમ શુક્લ said,

  May 25, 2009 @ 10:02 am

  વાહ વિવેકભાઈ આખરે તમે બે નહિ પણ છ ભાષાના સુભગ સમન્વયનું ઉદાહરણ શોધી કાઢ્યું ખરું. અભિનંદન! પ્રયોગખોરીની બૂ વગર, ભાષાઓના ભેદને ઓગાળતી સુંદર કૃતિ.

 19. Raj said,

  May 25, 2009 @ 12:08 pm

  આ જોતા તો લાગે છે કે આપડે આપડી જુની ગઝલ સંસ્ક્રુતિ ને ભુલી રહ્યા છિએ
  આને ગુજરાતી ભાષા ની ગઝલ ના કહી શકાય. REMIX નો રંગ આને પણ લાગ્યો.

 20. Kirtikant Purohit said,

  May 28, 2009 @ 6:29 am

  વાહ પરંપરાના શાયરનો આનુઆધુનિક પ્રયોગ અદ્ ભુત કહેવાય. આમેય ભાષા કદી અભિવ્યક્તિમાં અંતરાય હોતી નથી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment