આપણી વચ્ચે હતી સ્નેહની જે એક કડી,
ભલભલા કષ્ટ કે મનભેદને બસ એ જ નડી.
વિવેક મનહર ટેલર

ગાંધી સમાધિ પર – શેખાદમ આબુવાલા

ગાંધી સમાધિ પર તમારી ફૂલ તો મૂકે વતન
માથું નમાવીને તમારી સામે તો ઝૂકે વતન
અફસોસની છે વાત આ દેખાવ છે વાસ્તવ નથી
દેખાય જો રસ્તે અહિંસા મોં ઉપર થૂંકે વતન

– શેખાદમ આબુવાલા

6 Comments »

 1. sapana said,

  April 1, 2009 @ 10:18 pm

  આભાર ધવલભઇ,

  બે મોઢાવાળા માણસને આરસી બતાવી છે આબુવાલાએ.

  સપના

 2. વિવેક said,

  April 2, 2009 @ 12:16 am

  સુંદર મુક્તક…

 3. urvashi parekh said,

  April 2, 2009 @ 4:21 pm

  સાવ સાચ્ચી વાત છે.
  હોય કંઇક અને બતાવે કંઇક..

 4. pragnaju said,

  April 2, 2009 @ 10:55 pm

  કટુ સત્યની સીધી વાત્

 5. vishwajit said,

  April 3, 2009 @ 11:44 pm

  દેખાય જો રસ્તે અહિંસા મોં ઉપર થૂંકે વતન

 6. daxu said,

  November 9, 2011 @ 1:32 pm

  wow અફસોસની છે વાત આ દેખાવ છે વાસ્તવ નથી……

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment