હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ,
એવું કાંઈ નહીં !
ભગવતીકુમાર શર્મા

તમે કહો તો હા – સુરેશ દલાલ

તમે કહો તો હા અને જો ના કહો તો નહીં,
અમે તમારે કોરે કાગળ કરી દઈએ સહી.

તમે કહો કે ચાલવું છે
તો રસ્તો થઈને ખૂલશું
તમે કહો કે ભૂલવું છે
તો યાદ કરીને ભૂલશું.

મીરાંની મટુકીમાં માધવ: હોય ન બીજું કંઈ.
તમે કહો તો હા અને જો ના કહો તો નહીં.

તમે કહો કે નહીં બોલો
તો હોઠ ઉપર છે તાળાં
ભીતરમાં તો ભલે થતી રહે
નામતણી    જપમાળા

તમે કહો કે સાથે રહો તો અમે જઈશું રહી.
તમે કહો તો હા અને જો ના કહો તો નહીં.

– સુરેશ દલાલ

સહજ-પ્રેમની સહજ અભિવ્યક્તિ.

11 Comments »

 1. pragnaju said,

  March 9, 2009 @ 9:35 pm

  તમે કહો કે સાથે રહો તો અમે જઈશું રહી.
  તમે કહો તો હા અને જો ના કહો તો નહીં.
  સહજ સહજ અભિવ્યક્તી
  સુખનો સાગર દુ:ખનો દરિયો તમે કહો તે નામ,
  લોક ગમે તે કહે આપણે જીવવાનું છે કામ
  અને વિવેકની તો…
  તમે કહો છો ભલે બુંદ પણ અમે કહીશું:
  તરી રહી છે સકળ કાયનાત ફૂલો પર.

 2. Jayshree said,

  March 9, 2009 @ 9:41 pm

  અમે તમારે કોરે કાગળ કરી દઈએ સહી.
  મીરાંની મટુકીમાં માધવ: હોય ન બીજું કંઈ.
  વાહ….

  જો કે મટુકી અને માધવની વાત આવે તો પેલી ‘ભોળી ભરવાડણ’ વધુ યાદ આવે…

  શેરીએ શેરીએ સાદ પાડે, કોઇને લેવા મુરારી રે…..!!

 3. ઊર્મિ said,

  March 9, 2009 @ 9:53 pm

  અરે વાહ… આ તો બધા કહ્યાગરા કંથોને અર્પણ કરવા જેવું સુંદર મજાનું ગીત…! 🙂

 4. વિવેક said,

  March 9, 2009 @ 10:25 pm

  સહજ અને સુંદર ગીત… મજાનો લય અને તત્કાળ પ્રત્યાયનક્ષમ કાવ્ય…

 5. KINJAL said,

  March 10, 2009 @ 12:26 am

  તમે કહો કે નહીં બોલો
  તો હોઠ ઉપર છે તાળા
  ભીતર માં તો ભલે થતી રહે
  નામતણી જપમળા

  ખુબ જ સરસ……

 6. Jina said,

  March 10, 2009 @ 12:36 am

  ખૂબ સુંદર… હળવું અને હેતભર્યું…. !!!

 7. pradip sheth said,

  March 10, 2009 @ 1:07 am

  સાધનાની એક એવિ ઊંચાઇ પરથી લખાએલુ સંપૂર્ણ એકાત્મભાવ રજુ કરતુ ગિત કોને ન ગમે ?
  આવુ સુન્દર મજાનુ ગિત લયસ્તરો પર મુકવા બદલ આભાર અને અભિનંદન..

 8. mahesh dalal said,

  March 11, 2009 @ 6:50 am

  પ્રેમ નિ અભીવ્યક્તિ… પ્રેમ ને ઉર્દ્વ્ગામિ બનાવે .

 9. jyoti said,

  March 11, 2009 @ 10:45 am

  જાને દરેક પ્રેમિ નિ વાત કવિ એ કહિ દિધિ. મન મા જપ્મલ ને હોઠ પર તાળા વાહ!

 10. P Shah said,

  March 12, 2009 @ 2:19 am

  તમે કહો કે સાથે રહો તો અમે જઈશું રહી.
  સરસ અભિવ્યક્તિ !

 11. alpa Rana said,

  November 11, 2014 @ 6:16 am

  ખુબ જ સરસ ……..અભિવ્યક્તિ…..વાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment