કાળ સામે હણહણે એ પ્રેમ છે,
પાંગરે અડધી ક્ષણમાં એ પ્રેમ છે.
ભગવતીકુમાર શર્મા

શબ્દો છે શ્વાસ મારાં

ગુજરાતી બ્લોગજગતમા એક વધારે બ્લોગનો ઉમેરો થયો છે. એ બ્લોગ છે – શબ્દો છે શ્વાસ મારાં. આ બ્લોગ મારા પ્રિય મિત્ર વિવેકે શરુ કર્યો છે. સૌથી વધારે આનંદની વાત એ છે કે આ બ્લોગ વિવેકની સ્વરચિત કવિતાનો બ્લોગ છે. લયસ્તરો સહિત ગુજરાતી કવિતાના અત્યાર સુધીના બધા બ્લોગ બીજાની કવિતાઓ પ્રગટ કરતા રહ્યા છે. જ્યારે શબ્દો છે શ્વાસ મારાં વિવેકની પોતાની સર્જનશક્તિનું પ્રતિબિંબ છે. વિવેક એક સશક્ત રચનાકાર છે. એની જીવનસફરની સાથે સાથે એની ગઝલોનું અર્થવિશ્વ વિસ્તરતું રહ્યું છે. આપ અચૂક શબ્દો છે શ્વાસ મારાંની મુલાકાત લેશો.

2 Comments »

 1. Vaishali Tailor said,

  January 7, 2006 @ 1:09 am

  On behalf of Vivek, first of all let me thank you for giving such a kind encouragement.
  i usually go through your blog daily. It’s very nicely prepared.

 2. Anonymous said,

  January 10, 2006 @ 6:02 pm

  ઘણા જ ઉમદા પ્રયત્નો છે…કાબી-લે-તારીફ છે. બ્લોગ ના શીર્ષક પરથી રઈશભાઇની બૂક “શબ્દો મારા સ્વાભાવમાં નથી” યાદ આવી ગઇ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment