નમું તને, પથ્થરને? નહીં, નહીં,
શ્રદ્ધા તણા આસનને નમું નમું.
સુંદરમ્

જૂનું તો થયું રે દેવળ – મીરાંબાઈ

જૂનું તો થયું રે, દેવળ જૂનું તો થયું;
મારો હંસલો નાનો ને, દેવળ જૂનું તો થયું.

આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે;
પડી ગયા દાંત, માંયલી રેખું તો રહી. -મારો૦

તારે ને મારે હંસા, પ્રિત્યું બંધાણી રે;
ઊડી ગયો હંસ, પિંજર પડી રે રહ્યું -મારો૦

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ;
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં-મારો૦

-મીરાંબાઈ

મીરાંબાઈની પ્રેમલક્ષણા ભક્તિનું એક લોકપ્રિય પદ. જીવને જીવન સાથે ગમે એટલી પ્રીત કેમ ન થઈ જાય, દેવળ જૂનું થાય એટલે હંસ તો ઊડી જ જવાનો… જીવન ટૂંકું અને ક્ષણભંગુર છે. શરીર ડોલવા માંડે, મોઢું બોખું થઈ જાય પણ દાંતની નિશાની મહીં રહી જવાની… આપણે તો જવાના પણ ટૂંકા આ જીવતરમાં ગિરિધરના પ્રેમનો પ્યાલો ખુદ પીએ અને સૌને પીવડાવીએ એ જ આપણી નિશાની કાયમ રહી જવાની…

9 Comments »

 1. chetu said,

  January 2, 2009 @ 4:20 am

  મારુ પ્રિય ભજન .. આભાર …

 2. pragnaju said,

  January 2, 2009 @ 10:34 am

  પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં
  સ ર્વ ધ ર્મ નો સાર
  આજે જ આદરણિય નિતાબેનનો ઈ-મેઈલ છે કે
  વનસ્પતીને પ્રેમ કરવાનો….samji nahi kevi rite karay
  તો દરેક સંતો કહે છે તે પ્રમાણે-
  અનન્ય ,નીરંતર, નીત્ય વર્ધમાન,નિષ્કામ પ્રેમ મનથી કરવો

 3. KAPIL DAVE said,

  January 9, 2009 @ 3:37 am

  મારા મનગમતા ભજનો માનુ એક
  આભાર

 4. Vikrant said,

  March 2, 2009 @ 8:25 pm

  Dear Vivekbhai,
  thank you for the explanation…I got here through your comment on tahuko.
  I also find it very facsinating that hansalo metaphore is used in multiple capacity…as a subject…as a second person audiance and the very essence of the poem…it gives great effect during singing also…ah the richness and complexity..is amazing and overwhelming…

 5. Ranjit ved said,

  February 26, 2010 @ 11:21 pm

  To whom to forget n whom to remember? its avery very big problem! rather let me say its a big QUESTION Should WE forget Vivek or Jayshree? no…no…it is not at all possible to forget any one!We always go thru Tahuko n Laystaro…but still no one has fulfilled my R E Q U E S T …Shree harish bhai bhatt !s “FUL KAHE BHAMRANE BHAMARO VAAT VAHE MADHU BAN MAA>>>>MAADHV KYAY NATHI MADHU BAN MAA..?” where is my requisition ? in Sanfran or in Surat?if u or any reader or listner is successful for this cassette…pl send to JAYSHREE BEN OR VIVEKBHAI …is my umble request as I searched n searched but failed…to trace out …..WE WANT TO LISTEN complete..ly…pl help…my e mail address …ranjitved@hotmail.com…thankyou JAYSHREEKRISHNA>>>

 6. વિવેક said,

  February 27, 2010 @ 2:35 am

  પ્રિય મિત્ર રણજીતભાઈ,

  માધવ ક્યાંય નથી મધુવનમાં ગીત નેટ ઉપર છે જ…

  http://tahuko.com/?p=1189

 7. chetankubavat said,

  April 1, 2017 @ 1:54 pm

  bahuj saras

 8. chetankubavat said,

  April 1, 2017 @ 1:57 pm

  bahuj saras hriday ma uatri gayu

 9. chetankubavat said,

  April 1, 2017 @ 1:58 pm

  bahuj saras hriday ma uatri gayu

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment