કર્યા સ્હેજ કવિતા સમજવાના યત્નો
દિવસ એટલા બસ મળ્યા જીવવાના
– સંજુ વાળા

ગુજરાતથી દૂર ભૂરી કવિતા જીવતો કવિ -ચંદ્રકાંત શાહ

ચંદ્રકાંત શાહ જાણવા જેવો માણસ છે. આજે ચંદ્રકાંત શાહ અને એમની કવિતા પર સરસ મઝાનો લેખ વાંચવા મળી ગયો. એટલે એમના વિષે જ વાત કરીએ.

Poetry International Webના ભારત વિભાગમાં ચંદ્રકાંત શાહ અને એમની કવિતા વિષે નાનો પણ સુંદર લેખ મૂક્યો છે. આ લેખ અને સાથેનો આ ઈંટરવ્યૂ વાંચવાથી ચં.શા.ના વ્યક્તિત્વની સારી એવી પિછાણ થાય છે.

એક બાજૂ કવિ અને બીજી બાજુ એ તખ્તાના માણસ. ‘અને થોડા સપનાં’ અને ‘બ્લૂ જીન્સ’ બે એમના કાવ્ય સંગ્રહો. એ પોતે બોસ્ટનમાં રહે છે. ‘રિઅરવ્યૂ મિરર’ એમનું સૌથી જાણીતું (અને મારું માનીતું) કાવ્ય. ‘બ્લૂ જીન્સ’ વિષે એ પોતે કહે છે, it is the first pop album of Gujarati poetry ! ‘બ્લૂ જીન્સ’ ના રુપકની મદદથી જીવનના અનેકવિધ પાસાને આ કાવ્યસંગ્રહમાં અડી લીધા છે. ‘બ્લૂ જીન્સ’ આખેઆખો કાવ્યસંગ્રહ તમે વેબ પર માણી શકો છો.

આગળ ઉપર જેની વાત કરી એ ઈંટરવ્યૂ ખાસ વાંચવા જેવો છે. પોતાની કવિતા વિષે એ કહે છે:

My poetry emerges from long drives, speeding tickets, golf lessons, river rafting, gambling on football in Las Vegas and standing endlessly on the sidewalks of Manhattan. I write while driving. The faster I drive, the better I write. Most of the Blue Jeans collection was written at the steering wheel of my Honda Accord.

આવી ખુમારી કેટલા ગુજરાતી કવિઓમાં જોવા મળશે ? એમની જ કેટલીક પંક્તિઓ અહીં માણો.

આ કાગળમાં રીપ્લાય પોષ્ટ કવરને બદલે તું પાછી આવે એવું કાંઈ બીડું?
તું પણ મોકલ,હું ત્યાં આવું એવો જાસો,
એવી ચિઠ્ઠી, એવું કોઈ પરબીડું

મને મળી છે એવી ભાષા, ચાલ હું બેસું અંજળ લખવા
હવે તો તું આવે તો હું બંધ કરું તને કાગળ લખવા

6 Comments »

  1. SV said,

    December 4, 2005 @ 9:13 AM

    Thank you for sharing.

  2. Kulin Mehta said,

    August 29, 2006 @ 11:08 AM

    Dear Sir,
    I found this excellent Gujarati Website just by Internet Surfing and now it is one of my favorite ones.
    Just one request: I would like to read the poem “Rear View Mirror” by Chandrakant Shah. I tried in one of his books “Blue Jeans” but this particular poem is not included. Please let me know how I can read it on the Internet.
    Thanks! Keep up the good work with latest updates whenever possible.

  3. Suresh Jani said,

    September 1, 2006 @ 8:06 PM

    કુલીન ભાઇ,
    તમે ગુજરાતમાં રહેતા હો તો, ઇમેજ પબ્લીકેશને પ્રકાશિત કરેલ ‘બૃહદ ગુજરાતી કાવ્ય સમૃધ્ધિ’ માં રીયર વ્યુ મીરર વાંચી શકશો. બહુ જ લાંબુ હોવાને કારણે ઇન્ટરનેટ પર ટાઇપ કરીને આપવું કઠણ છે.
    તમારું ઇમેઇલ સરનામું આપશો તો સ્કેન કરીને મોકલીશ.
    મારું સરનામું sbjani2004@yahoo.com

  4. dilip patel said,

    October 23, 2006 @ 9:21 PM

    કવિલોક.કોમ તેમજ બ્લોગ પર રિયરવ્યૂ મિરર આપ વાંચી શકશો.

    દિલીપ પટેલ

  5. લયસ્તરો » (આહ ! આલિંગાઈ કવિતા) - ચંદ્રકાંત શાહ said,

    February 2, 2007 @ 1:43 PM

    […] આ ગીત સાથે જ ચંદ્રકાંત શાહ પર આગળ કરેલો પોસ્ટ પણ જુઓ. એમના બંને સંગ્રહો અને થોડા સપનાં અને બ્લૂ જીન્સ એમની વેબસાઈટ પર વાંચી શકો છો. અહીં શીર્ષક કૌંસમાં મૂક્યું છે કારણ કે કવિ એ આ ગીતને કોઈ નામ નથી આપ્યું. આ શીર્ષક પસંદ કરવાની ગુસ્તાખી મારી છે. […]

  6. Dr RAJENDRA PANDIT said,

    March 27, 2020 @ 12:52 AM

    ગુજરાતી નાટક :ખેલૈયા,(ચંદ્રકાંત શાહ નાં ગીત અને સંગીત રજત ધોળકિયા) Especially આંગળીમાં ફૂટે ટચાકા ને ટાચકામાં કહેવાતું કોડિલું નામ, TITLE SONG) મોકલાવશો, PLEASE?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment