વરસાદ થાય રોજ સમંદર ઉપર અને
કોઈ નદી એ જોઈને પાછી નહીં વળે !
ભરત વિંઝુડા

મુક્તક – ભગવતીકુમાર શર્મા

રેત છું પણ શીશીમાં ખરતો નથી,
શૂન્યતાને ‘હું’ વડે ભરતો નથી;
મારા પડછાયા કરે છે ઘાવ પણ
હું સમય છું એટલે મરતો નથી.

– ભગવતીકુમાર શર્મા

5 Comments »

 1. pragnaju said,

  October 7, 2008 @ 9:41 am

  સુંદર મુક્તક
  યાદ આવી પંક્તીઓ
  હું નથી પૂછતો, ઓ સમય!
  કે હજી તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા?

 2. વિવેક said,

  October 8, 2008 @ 1:47 am

  સુંદર મુક્તક… હું સમય છું એટલે મરતો નથી… વાહ…

 3. varsha tanna said,

  October 8, 2008 @ 10:23 am

  સુદર મુકતક સરતા સમયમાઁ બધાઈ જાય એવુ

 4. Natver Mehta said,

  October 8, 2008 @ 8:05 pm

  ભગવતીકુમારને ‘ગુજરાતમિત્ર માં ખુબ જ માણ્યા હતા જ્યારે નવસારી હતો!!

  ત્યારે અન્ય અખબારો કરતાં ‘ગુજરાતમિત્ર’ ઘણુ જ ગમતું, એનું એક અગત્યનું કારણ હતા મા. ભગવતીભાઈ. ત્યારે મા. ગુણવત શાહ સાહેબના અમુલ્ય લેખો ‘કાર્ડિયોગ્રામ’ હેઠળ આવતા. શ્રી રમણ પાઠક રમણ ભ્રમણ કરવતા.. અને મને યાદ છે કે, ભગવતીભાઈ ત્યારે મિત્રના તંત્રી હતા. ગુજરાતમિત્ર ઓનલાઇન આવતું નથી અને હવે એન શું હાલત છે એની મને ખબર નથી.

  અત્યારે એટલું જ લખવાની એક ઇચ્છા થાય છે કે,

  ન પુછ, શું થયા રાખ છે મારા મનમાં,
  દિલ મારું હું મુકી આવ્યો છું વતનમાં….

  અહિં તો આમ તો સહુ સારી માફક છે.
  બસ, ખામી છે ક્યાંક કોઇના જતનમાં…

  ખુશ્બોના સાગર છે કાગળના પુષ્પોમાં
  ને ગેસની ગુંગળામણ છે આ પવનમાં…

  હું અહિં છું કે નથી એ કેમ ખબર પડે
  બાકી જીવ નથી રહ્યો આ તુટેલ તનમાં…

  કોણ કહે છે કે હું હસતો રહું છું હરદમ
  બસ, આસું નથી આવવા દેતો નયનમાં…

  આવીને કોણ ઓઢાડી ગયું છે આ મને?
  એના આસુંના દાગ રહી ગયા કફનમાં..

  ન પુછ, શું થયા રાખ છે મારા મનમાં,
  દિલ મારું હું મુકી આવ્યો છું વતનમાં….

  ધવલભાઈ, આપની ક્ષમા ચાહું છું!! લખવા બેઠો તો થોડું ને મેં તો લખી નાંખ્યું ઘણુ..

  નટવર મહેતા

 5. sevakneeta said,

  May 31, 2009 @ 4:03 am

  હું સમય છું એટલે મરતો નથી… વાહ…
  superb……….superb.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment