છોડી મને, કૂદી પડ્યું બચપણ તળાવમાં,
ત્યાં દોડતું આવ્યું, સ્મરણનું ધણ તળાવમાં.
વાતાવરણમાં યોગના આસન કરી કરી
સૂતા શવાસનમા બધાં રજકણ તળાવમાં.
વંચિત કુકમાવાલા

ગનીચાચા જન્મ શતાબ્દિ વર્ષ વિશેષ: ૫ : ખલાસીને

માર હલેસાં માર , ખલાસી !
.            માર હલેસાં માર,
નાવને પાર ઉતાર, ખલાસી !
.            માર હલેસાં માર.

જો  સામે વિકરાળ વમળ છે,
કાળ  સમું  તોફાન પ્રબળ છે,
જ્યાં ઊભો ત્યાં ઊંડાં જળ છે,
.            નાવડી ના લંગાર ,
.                       ખલાસી !…

તારું પાણી બતાવ ગગનને,
દે લપડાક વિરોધી પવનને,
હોડમાં મૂકજે તારા જીવનને,
.              મૃત્યુને પડકાર,
.                     ખલાસી !

લક્ષ્ય ઉપર દે  દૃષ્ટિ બાંધી,
શ્રદ્ધાનો  સઢ  લેજે   સાંધી,
જો  સામેથી  આવે  આંધી,
.         વીજ કરે ચમકાર,
.                    ખલાસી !…

આજ  ભલેને  તારી  હોડી
મજલ કાપતી થોડી થોડી,
યત્ન હશે તો વહેલી મોડી,
.       એ જ ઊતરશે પાર,
.                 ખલાસી !…

-ગની દહીંવાલા

ગનીચાચા જેટલા ઉત્તમ ગઝલકાર હતા એટલા જ સુંદર ગીતકાર પણ હતા. એમનું આ ગીત પાઠ્યપુસ્તકમાં ભણવામાં આવતું ત્યારનું કંઠસ્થ થઈ ગયેલું. ગીતનો લય જેટલો સરળ અને અનવરુદ્ધ છે, ખુમારી એટલી જ છલોછલ. નિરાશાના વાદળ ઊમટી આવ્યા હોય એવા સમયે મોટેથી લલકારવા જેવું આ ગીત ફ્રેમ કરીને રૂમમાં અને પ્રેમ કરીને દિલમાં મઢાવી રાખવા જેવું છે…

6 Comments »

  1. અતુલ જાની (આગંતુક) said,

    October 2, 2008 @ 9:22 AM

    સુંદર ગીત અને સુંદર સંદેશ

  2. pragnaju said,

    October 2, 2008 @ 11:03 AM

    યત્ન હશે તો વહેલી મોડી,
    . એ જ ઊતરશે પાર,
    . ખલાસી !…
    હતાશા હટાવે તેવી પંક્તીઓ

  3. sudhir patel said,

    October 2, 2008 @ 2:25 PM

    ગનીચાચાનાં ગીતો પણ એમની ગઝલ જેવાં જ સુંદર હોય છે! એમના આ પાસાને ઉજાગર કરવા બદલ વિવેકભાઈ અને
    ધવલભાઈનો ખૂબ ખૂબ આભાર .
    સુધીર પટેલ.

  4. ધવલ said,

    October 2, 2008 @ 8:35 PM

    ભણવામાં આવેલું ગીત આટલા વખતે ફરી યાદ આવ્યું ! આ ગીત ગનીચાચાનું છે એ તો વાત જ ભૂલાઈ ગયેલી.

  5. Pravin Shah said,

    October 2, 2008 @ 11:24 PM

    આજ ભલેને તારી હોડી
    મજલ કાપતી થોડી થોડી,
    યત્ન હશે તો વહેલી મોડી,
    . એ જ ઊતરશે પાર,
    . ખલાસી !…

    મારી પ્રિય કવિતા !

    આભાર !

  6. પંચમ શુક્લ said,

    October 11, 2008 @ 6:31 PM

    ગનીચાચાને સરસ રીતે યાદ કર્યા. ચૂંટેલી રચનાઓનો માણવાની મજા પડી. આ ગીત બહુ ગમ્યું.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment