બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.
મરીઝ

પુષ્પ વિષે… – હેમેન શાહ

લખાવટ સુઘડ ને લચકદાર છે,
સુમન પ્રકૃતિના લલિત અક્ષરો,
ભ્રમર જાણે ખસતા અનુસ્વાર છે !

*

ભ્રમર ને પતંગાઓ મોડા પડ્યા,
ખતમ રાતભરમાં જ થઈ ગઈ મહેક,
હવાના ફૂલો પર દરોડા પડ્યા !

*

ચમનમાં છે મેળાવડાની ઝલક
ચમેલી, જૂઈ, કેતકી, ગુલછડી,
હલો ! આપનું નામ શું ? શું અટક ?

– હેમેન શાહ

ત્રિપદીઓ એટલી તાજી હવાની લહેરખી. વાંચો અને ચહેરા પર સ્મિત આવી જાય એટલું જ શું ઘણું નથી ?

9 Comments »

 1. pragnaju said,

  September 14, 2008 @ 9:44 pm

  ચમનમાં છે મેળાવડાની ઝલક
  ચમેલી, જૂઈ, કેતકી, ગુલછડી,
  હલો ! આપનું નામ શું ? શું અટક ?
  મઝાની પંક્તી
  યાદ આવી
  આજે ફરી ચમનમાં, તારી ખબર મળી છે
  ડાળી અને પવનમાં, તારી ખબર મળી છે
  અને
  તમારાં અહીં આજ પગલાં થવાનાં,
  ચમનમાં બધાને ખબર થૈ ગઇ છે.

 2. ninad adhyaru said,

  September 15, 2008 @ 1:06 am

  હવાના ફુલો પર………….ક્યા બાત હૈ !

  જરા હત્કે અલગ વસ્તુ ! મજા આવિ ગૈ………….

 3. Jina said,

  September 15, 2008 @ 2:15 am

  અરે વાહ! મજા આવી ગઈ!!!!

 4. Pinki said,

  September 15, 2008 @ 3:08 am

  સુંદર મજાની હળવી મહેંક અને લ્હેરખીઓ……..

 5. Shah Pravinchandra Kasturchand said,

  September 15, 2008 @ 7:44 am

  હે મેન,યુ આર શહેનશાહ ઑફ ત્રિપદી
  જાણે પાંડવો પર રાજ્ય કરતી દ્રૌપદી..

 6. sudhir patel said,

  September 15, 2008 @ 1:01 pm

  તરોતાજા ત્રિપદીઓ વાંચી મજા આવી!
  સુધીર પટેલ.

 7. Harshad Jangla said,

  September 15, 2008 @ 3:25 pm

  હેમેન ભાઈ તબીબ હોવા છતાં કાવ્યો નું રસદર્શન સુંદર કરાવે છે.
  ત્રિપદી ની નવીન શૅલી મનભાવન છે.

  -હર્ષદ જાંગલા
  એટલાન્ટા , યુએસએ

 8. વિવેક said,

  September 16, 2008 @ 3:16 am

  ત્રણેય ત્રિપદી મજેદાર બની છે અને ખાસ તો ત્રણેયમાં અભિવ્યક્તિની તાજપ ધ્યાન ખેંચે છે.

 9. preetam lakhlani said,

  September 17, 2008 @ 9:02 am

  પ્રિય હેમન્ ધણા વસો બાદ આજ તારી ત્રિપદી વાચી મજા આવી, કયારેક પ્રત્ર જેવુ કૈક લખ્ તને અને ઉદયન ને સમયે યાદ કરુ ચુ…..તારી નવિ ગઝલ વાચ વાનિ ઇચા ધણી થાય ચે….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment