એ જતાં ને આવતાં વહેરે મને,
શ્વાસને પણ બેઉ બાજુ ધાર છે.
હર્ષા દવે

(-) – યોગેશ જોષી

એક વડ નીચે
છાંયડાના ગાલીચા પર સૂતો હતો,
ત્યારે
કોઈ મધમાખી આવીને
ડંખી ગઈ મારી તર્જનીને.

શું આટઆટલાં વર્ષો પછીયે
મારી આંગળીઓમાં
મ્હેંકતો હશે તારો સ્પર્શ ?

– યોગેશ જોષી
(૧૭-૦૯-૧૯૭૮)

કેવું મજાનું પ્રણયકાવ્ય ! વાંચતાવેંત જ રોમાંચ થઈ આવે એવું.. અને કવિતા લખાયાની સાલ વાંચીએ એટલે સહેજે સમજાય કે તર્જની સુધી જ સીમિત રહ્યો હોય એવો પ્રણય સાડાત્રણ દાયકા પહેલાંનો જ હોઈ શકે…

7 Comments »

 1. harish shah said,

  September 25, 2015 @ 4:02 am

  Classic and the most influential expression in such a beautiful way.

 2. yogesh shukla said,

  September 25, 2015 @ 8:01 am

  ભૂતકાળ ના પ્રેમ ના મિલન ની અનુભૂતિ રચના દ્વારા કરાવી દીધી ,

 3. nehal said,

  September 25, 2015 @ 12:05 pm

  Waah. .

 4. ધવલ said,

  September 25, 2015 @ 12:33 pm

  વાહ !

 5. Shah Pravinchandra Kasturchand said,

  September 25, 2015 @ 3:19 pm

  વાહ !
  ખૂબ સરસ!
  છંદને પણ ભુલાવી દે એવી અછાંદસ રચના.

 6. Harshad said,

  September 30, 2015 @ 8:12 pm

  Wow
  Bahut khub.

 7. DINESH MODI said,

  October 3, 2015 @ 2:51 pm

  મનથિ તો ભુલાતુ નથિ . તર્જનિ જ નહિ, રોમ રોમમા સુવાસ, વરસો બાદ પ્રસરિ રહિ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment