સ્હેજ પણ વર્તાય ના ઉષ્મા કદી નિગાહમાં,
શબ્દનો ગરમાળો થઈ ખરતો રહું તુજ રાહમાં.
વિવેક મનહર ટેલર

ગઝલ – ગૌરાંગ ઠાકર

Gaurang Thakar - Chal ne maanas ma thodu
(ફરી એકવાર ખાસ ‘લયસ્તરો’ માટે ગૌરાંગ ઠાકરે પોતાના અક્ષરોમાં લખી આપેલ એક ગઝલ)

ચાલને માણસમાં થોડું વ્હાલ વાવી જોઈએ,
ને પછીથી વાડ થઈ વેલા ટકાવી જોઈએ.

બસ બને તો એક દીકરાને મનાવી જોઈએ,
એ રીતે ઘરડાઘરો ખાલી કરાવી જોઈએ.

કેવી રીતે જળ અહીં આંસુ બને તે જાણવા,
વ્હાલસોયી દીકરીને ઘરથી વળાવી જોઈએ.

કાખઘોડી લઈ અહીં ચાલે નહીં સંબંધ દોસ્ત,
એકબીજાનાં ખભે એને ચલાવી જોઈએ.

બહુ સરળતાથી જગત જીતી જવાતું હોય છે,
આપણી આ જાતને પહેલાં હરાવી જોઈએ.

-ગૌરાંગ ઠાકર

ઘરડાઘરો ખાલી કરાવવાનો અક્સીર કિમીયો શીખવાડતા ગૌરાંગ ઠાકરના આ શે’રને મુશાયરાના મુશાયરાઓ લૂંટી લેતો જોવાની પણ એક અલગ મજા છે પરંતુ મુશાયરા પૂરા થયા પછી રાતના એકાંતમાં આ શેરની ખરી ગહેરાઈ સમજાય ત્યારે ખબર પડે કે મૂળે તો આપણે આપણામાં કોઈને વ્હાલ જ ક્યાં વાવવા દીધું છે કદી ? વાડ વગરના વેલા જેવું જીવતા આપણને ઘરડા મા-બાપની એકલતાની વ્યથા સમજાઈ શકે એવું ક્યાં રહ્યું જ છે ? આપણે તો આખી જિંદગી સંબંધોને કાખઘોડી આપીને જ ચલાવ્યા છે. પોતાની જાતને હરાવીને એક-મેકમાં વિશ્વાસ મૂકી બે ડગલાં પણ સાથે ચાલ્યાં હોત તો આખું વિશ્વ ય જીતવું ક્યાં દોહ્યલું જ હતું ?!

18 Comments »

 1. pragnaju said,

  August 2, 2008 @ 9:37 am

  કેટલી સુંદર ગઝલ્
  બસ બને તો એક દીકરાને મનાવી જોઈએ,
  એ રીતે ઘરડાઘરો ખાલી કરાવી જોઈએ.
  વાહ
  અમે વૃ ધ્ધો–ને લૂંટી લીધા…
  યાદ આવી
  થોડી લાગણી બતાવી, અમારે મન અહો-અહો,
  જિંદગી આરામથી પસાર થશે, દિલ કોને જોઈએ છે?
  જિંદગીથી કંટાળી જઈશું ત્યારે ચોક્કસ યાદ કરીશું,
  એક નજર કરી લેજો, વિષ કાતિલ કોને જોઈએ છે?

 2. sudhir patel said,

  August 2, 2008 @ 11:36 am

  બહુ સરસ ગઝલ. અભિનંદન, ગૌરાંગભાઈને!
  સુધીર પટેલ.

 3. jayshree said,

  August 2, 2008 @ 11:46 am

  વાહ….
  ખરેખર ઘણી જ મઝા આવી.. સરળ શબ્દોમાં ખૂબ જ સુંદર રજુઆત…
  Excellent ગૌરાંગભાઇ…!

 4. sunil shah said,

  August 2, 2008 @ 12:22 pm

  ગૌરાંગભાઈના મુખે સાંભળેલી આ ગઝલ લયસ્તરો પરથી શબ્દદેહે આંખમાં થઈ હૃદયસુધી પહોંચી ગઈ.

 5. ડૉ. મહેશ રાવલ said,

  August 2, 2008 @ 1:26 pm

  સુંદર રચના….
  અભિનંદન… ગૌરાંગભાઈ !

 6. Pravin Shah said,

  August 2, 2008 @ 11:42 pm

  બહુ સરળતાથી જગત જીતી જવાતું હોય છે….
  ખરેખર ખૂબ સુંદર રચના છે.
  ગૌરાંગભાઈને અભિનંદન !

  http://www.aasvad.wordpress.com

 7. Mansuri Taha said,

  August 3, 2008 @ 12:13 am

  બસ બને તો એક દીકરાને મનાવી જોઈએ,
  એ રીતે ઘરડાઘરો ખાલી કરાવી જોઈએ.

  ગૌરાંગ ભાઇને અભિનંદન ની સાથે પ્રણામ.

 8. Pinki said,

  August 3, 2008 @ 4:01 am

  મક્તાના શેરમાં વ્હાલ વાવવાની વાત કરી
  ગૌરાંગભાઈ અટકી નથી જતાં અને દરેક શેરમાં
  તે વિશેની પૂરક માહિતી પણ જાણે આપતાં જાય છે.

  અને મક્તાના શેરમાં જાણે વાર્તાનો સાર અંતે કહે એમ,
  જાત હારીને જગ જીતવાની વાત રજૂ કરી દે છે.
  દરેક શેર જાતે જ ખૂલીને પોતાને જે કહેવું છે એ કહી જ દે છે.

  સર્વાંગસુંદર …… સાદ્યંત સુંદર ગઝલ……..

 9. gopal parekh said,

  August 3, 2008 @ 10:05 pm

  લા-જવાબ

 10. jina said,

  August 4, 2008 @ 3:22 am

  કેવી રીતે જળ અહીં આંસુ બને તે જાણવા,
  વ્હાલસોયી દીકરીને ઘરથી વળાવી જોઈએ…

  કેટલી સાચી વાત….

 11. KAVI said,

  August 4, 2008 @ 12:03 pm

  કાખઘોડી લઈ અહીં ચાલે નહીં સંબંધ દોસ્ત,
  એકબીજાનાં ખભે એને ચલાવી જોઈએ.

  બહુ સરળતાથી જગત જીતી જવાતું હોય છે,
  આપણી આ જાતને પહેલાં હરાવી જોઈએ.

  મજા પડી ગૌરાન્ગભાઇ

 12. Devika Dhruva said,

  August 5, 2008 @ 11:22 am

  બસ બને તો એક દીકરાને મનાવી જોઈએ,
  એ રીતે ઘરડાઘરો ખાલી કરાવી જોઈએ.

  બહોત ખુબ….

 13. pankaj trivedi said,

  August 11, 2008 @ 12:32 pm

  વાહ ગોરાન્ગભાઇ, તમે તો જલ્સા કરાવ્યા. ગઝલ વાઁચી તો મજા આવી ગઇ. વિવેક ટેલરનુઁ ગીત તો એમની પાસે સાઁભળવાની મજા ! લયસ્તરો બ્લોગ જોઇને લાગ્યુઁ કે તમારી મહેનત ફળી.
  – પઁકજ ત્રિવેદી
  સુરેન્દ્રનગર

 14. Bunty Desai said,

  June 5, 2009 @ 9:24 am

  વાહ …. આ કવિતા CD મા સાભડવિ સારિ…!!! મસ્ત બનિ છે. ગૌરાન્ગકાકા ૪ મસ્ત હઝલો હવે લખો … આપ્ણૉ નવો પ્રોજેક્ટ હઝલો છે… & એ પ્રોફેશનલ કામ છે..! મઝા આવ્શે ..!!

  જલ્દિ મળિએ….

  – વૈભવ .

 15. anil chavda said,

  July 19, 2009 @ 4:12 am

  Suratni Gazalma Vahal vavnar Kavi, Maja Padi Tamari Gazalo Vanchi

 16. Piyush M. Saradva said,

  March 29, 2010 @ 2:03 am

  બસ બને તો એક દીકરાને મનાવી જોઈએ,
  એ રીતે ઘરડાઘરો ખાલી કરાવી જોઈએ.

  ખરેખર ખૂબ સરસ શેર છે.

 17. sagar kansagra said,

  June 20, 2014 @ 5:34 am

  વાહ વાહ વાહ વાહ

 18. yogesh shukla said,

  April 3, 2015 @ 6:02 pm

  મારા મતે ,…ભૂલચૂક લેવીદેવી ,,,
  બને તો એક દીકરા -વહુ ને મનાવી લઈએ ,

  કેમ કે દીકરા અને વહુ બંને સરખા જ ઘરડાઘર માટે જવાબદાર હોય છે ,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment