ભોગવે છે આજુબાજુમાં સહુ
હું ને તું બેઠાં છીએ એનો તનાવ
ભરત વિંઝુડા

પૂર – વિપિન પરીખ

હંમેશા સાથે ને સાથે જ વહેતા ને
એકમેકથી એક પળ પણ અળગા ન થતા
કાષ્ટના બે ટુકડા ક્યારેક
એકબીજાથી કેટલા દૂર નીકળી જાય છે ?
જાણે પહેલાં કોઈ પરિચય જ નહોતો !
પણ
નદીને કોઈ એક ક્ષણે
બધું યાદ આવી જાય છે ને
તેના બેઉ કાંઠા
આંસુથી ઉભરાઈ જાય છે.

– વિપિન પરીખ

6 Comments »

 1. pragnaju said,

  July 30, 2008 @ 9:35 pm

  પણ
  નદીને કોઈ એક ક્ષણે
  બધું યાદ આવી જાય છે ને
  તેના બેઉ કાંઠા
  આંસુથી ઉભરાઈ જાય છે.
  ખુબ સુંદર,
  અર્થસભર..
  સંવેદનશીલ રચના.
  !

 2. Pravin Shah said,

  July 31, 2008 @ 12:21 am

  …..તેના બેઉ કાંઠા
  આંસુથી ઉભરાઈ જાય છે.
  સુંદર રચના !

  http://www.aasvad.wordpress.com

 3. Mansuri Taha said,

  July 31, 2008 @ 12:44 am

  ખુબ જ સુંદર રચના.

 4. mahesh Dalal said,

  July 31, 2008 @ 5:28 am

  ખૂબ સુન્દર ..
  મારા જુના મિત્ર ને યાદ કરતા .. સ્મરુતી ઉભ્રરાય હૈયુ આનન્દે.

 5. વિવેક said,

  July 31, 2008 @ 9:02 am

  હૃદયસ્પર્શી રચના…

 6. Lata Hirani said,

  August 1, 2008 @ 12:37 pm

  મારા પ્રિય કવિની રચના…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment