લોકો વચ્ચે જલદી વહેતાં કરવા’તા,
તેથી સત્યો ફરતાં કીધાં અફવામાં.
– શબનમ ખોજા

મુક્તક – શેખાદમ આબુવાલા

હસું  છું  એટલે  માની  ન  લેશો કે  સુખી છું હું,
રડી શક્તો નથી એનું મને દુઃખ છે, દુઃખી છું હું;
દબાવીને  હું  બેઠો  છું  જીવનના કારમા ઘાવો,
ગમે   ત્યારે  ફાટી  જાઉં  એ  જવાળામુખી છું હું.

– શેખાદમ આબુવાલા

એક આખો રવિવાર કોઈ ચાર જ પંક્તિ પર મારે કાઢવાનો હોય તો હું આ મુક્તક પસંદ કરું. શેખાદમ આબુવાલાની કલમમાં શાહી નહોતી, તેજાબ હતો અને એ તેજાબ વળી જમાનાની નિષ્ઠુરતાનો પરિપાક હતો. આ ચાર લીટી નથી, આ ચાર ચાબખા છે અને એ આપણી જ પીઠ પર ચમચમતા સોળની જેમ ઊઠે છે. વળી ચાબખા મારનારના હાથ તપાસીએ તો ખબર પડે કે એ હાથ પણ આપણા જ છે…

10 Comments »

  1. RAZIA MIRZA said,

    June 29, 2008 @ 4:54 AM

    ચાર પંક્તિઓ જ ઘણું કહી જાય છે.આહલાદ્ક!

  2. vipul mistry said,

    June 29, 2008 @ 6:12 AM

    જ્વાળમુખી ફાટવા ની તૈયારી મા છે.

  3. SV said,

    June 29, 2008 @ 7:06 AM

    Well written lines by Abuwala Ji. I also have to say Vivek’s explanation is excellent. Both together is potent.

  4. Pravin Shah said,

    June 29, 2008 @ 10:03 AM

    આજના શેર માટે મારે એટલું જ કહેવાનું–

    આવા ચાબખા મારવા માટે દમ જોઇએ,
    એ માટે દમદાર કવિ શેખાદમ જોઇએ.

  5. pragnaju said,

    June 29, 2008 @ 10:08 AM

    કોઈને કોઈવાર આપણા જીવનમાં આવી સ્થિતી હોય છે જ…!
    આ અભિવ્યક્તી!
    વાહ્
    …અને રસદર્શનમાં આ ચાબખા મારનાર આપણા હાથ પણ હોઈ શકે!!
    કેટલી સાચી વાત્

  6. Harikrishna said,

    June 29, 2008 @ 4:07 PM

    Simply excellent. Not enough adjectives in English to describe these 4 lines.

  7. ધવલ said,

    June 29, 2008 @ 11:39 PM

    સચોટ મુક્તક !

  8. Pinki said,

    June 30, 2008 @ 1:45 AM

    હસું છું એટલે માની ન લેશો કે સુખી છું હું,
    રડી શક્તો નથી એનું મને દુઃખ છે, દુઃખી છું હું;

    દુઃખ એ પણ ખરું કે રડી પણ શકતો નથી ?

  9. Jayesh Bhatt said,

    June 30, 2008 @ 5:08 AM

    મે શેખાદમ આબુવાલા ની અત્યાર સુધીમા જે કૈ રચનાઓ વાચી હશે એમા આવો રુવાબ આજેજ જોયો વાહ સરસ્.

    જ્યેશ્

  10. nilamdoshi said,

    June 30, 2008 @ 12:05 PM

    દરેકની અંદર આવો કોઇ જવાળામુખી હોય જ છે ને ૵ ફાટે કે ન ફાટે એ અલગ વાત છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment