અરેરે, ખુદા, આ તે કેવું જીવન છે ?
મરી જાય માણસ જીવનની ફિકરમાં !
દિલહર સંઘવી

ગઝલ – મેગી અસનાની

બે ઘડી ઝાકળ છે, રાહત આટલી
ફૂલ સ્વીકારે છે કિસ્મત આટલી.

સૂર્યને પડકારે બસ ચારેક પ્રહર
આ તિમિર રાતોની હિંમત આટલી.

આવે ના તો કંઈ નહિ પણ ‘આવશે’
આપશે ક્યારે એ ધરપત આટલી ?

ઊંઘમાં હો તો મળી લેવું કદી,
આંખથી સપનાને નિસ્બત આટલી.

પ્રેમ, પ્રતીક્ષા, મળવું ને જુદા થવું,
જિંદગી પાસે છે આફત આટલી.

– મેગી અસનાની

જાણીતા કલ્પન, જાણીતી સંવેદનાઓ પણ ગઝલની માવજત કેવી તાજગીસભર ! ઝાકળની ક્ષણભંગુરતા અને ફૂલનો વાસ્તવિક્તાનો સ્વીકાર કેવી અનૂઠી રીતે કવયિત્રી મત્લામાં લઈ આવ્યા છે ! પહેલા ત્રણે શેર માટે એક જ શબ્દ સૂઝે છે: લાજવાબ !!

9 Comments »

 1. rasikbhai said,

  February 12, 2016 @ 5:26 am

  વસન્ત પન્ચમિ ના દિવસે સુન્દેર વાસન્તિ ગઝલ્.મઝા આવિ.

 2. KETAN YAJNIK said,

  February 12, 2016 @ 7:16 am

  ” આફત ” શેની આતો ” જયાફત”
  ઉસકો ઉતના હી મિલા જીતની જિસકી ચાદર થી

 3. Devika Dhruva said,

  February 12, 2016 @ 8:27 am

  ખૂબસૂરત….

 4. Rina said,

  February 12, 2016 @ 11:16 am

  Waaaaaahhh….

 5. CHENAM SHUKLA said,

  February 13, 2016 @ 1:59 am

  વાહ્……મેગીની કલમ મેગા

 6. nehal said,

  February 13, 2016 @ 4:06 am

  Waah. .

 7. bharat vinzuda said,

  February 13, 2016 @ 6:14 am

  વાહ….

 8. Sudhir Patel said,

  February 15, 2016 @ 8:52 pm

  ખૂબ સુંદર ગઝલ!

 9. NIRALI SOLANKI said,

  February 20, 2016 @ 8:21 am

  WAH………. SU VAT CHHE.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment