રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની,
સિન્ધુના ઉરમાં તો ઉઠશે અમી-વાદળી !
પૂજાલાલ

ગઝલ – ગિરીશ મકવાણા

તારા ગયાના કેટલા મીનિંગ થઈ શકે ?
ઝળહળતો હોય સૂર્ય ને ઇવનિંગ થઈ શકે.

ત્રાટકતી હોય વેદનાની વીજળી સદા,
કાગળમાં શબ્દ તારથી અર્થિંગ થઈ શકે.

સ્કૂટરની બેકસીટથી ડોકાઈ જાય તે,
ખાલીપો ફ્રંટ-ગ્લાસથી ફીલિંગ થઈ શકે.

ઍનાલિસિસ ફૂલનું કરતું રહ્યા પછી,
ક્યાંથી લીલેરી મ્હેકનો સ્પેલિંગ થઈ શકે ?

ઑગાળી તારી યાદનો આઈસ હાથમાં,
હોવાના હંસથી પછી સ્વિમિંગ થઈ શકે.

-ગિરીશ મકવાણા

આજે એક ગુજલિશ ગઝલ. વાંચતાની સાથે મહોબ્બત થઈ જાય એવી. સહજ. સરળ. મુખર. સ્કૂટરની પાછળની સીટ પરથી ડોકાતા ખાલીપાને ફ્રંટ-ગ્લાસથી અનુભવવાનું કલ્પન અને હોવાપણાના હંસના સ્વીમિંગ કરવાની વાત સાવ નવી જ અનુભૂતિ જન્માવે છે.

9 Comments »

 1. Dineh said,

  May 15, 2008 @ 1:25 am

  Very Sweet Gazal..

 2. Jina said,

  May 15, 2008 @ 2:13 am

  બેક સીટનો ખાલીપો છેક ઊંડે અનુભવાયો……..

 3. jayesh upadhyaya said,

  May 15, 2008 @ 4:30 am

  કાગળમાં શબ્દ તારથી અર્થિંગ થઈ શકે.
  ગમ્યું

 4. RAZIA MIRZA said,

  May 15, 2008 @ 5:30 am

  ચાલ્યા હતાં તરો હાથ પકડી ને અમે સીધા રસ્તે,
  ખબર શું હતી અમને કે રસ્તા માં પણ ટર્નિંગ હોઇ શકે?

 5. pragnaju said,

  May 15, 2008 @ 9:05 am

  ઑગાળી તારી યાદનો આઈસ હાથમાં,
  હોવાના હંસથી પછી સ્વિમિંગ થઈ શકે.
  વાહ્. .પાઠકની પંક્તીઓ યાદ આવી
  સાવ સન્નાટો અને છવાઇ રહેતી તારી યાદ,
  થઇ ગઈ ચુપ, બસ જીંદગીના કોલાહલમાં….
  મુકેશનું ગીત ગણગણાયું
  તારા વિના ઓ જીવનસાથી
  વન સૂનું સૂનું ભાસે
  પાંખો પામી ઊડી ગયો તું
  જઈ બેઠો તું ઊંચે આકાશે
  કેમ કરી હું આવુ તારી પાસે…
  મને કોઈ ના માર્ગ બતાવે…
  મને તારી
  ઓ મને તારી યાદ સતાવે

 6. Harsukh Thanki said,

  May 15, 2008 @ 10:26 am

  લયસ્તરોનું નવું રૂપ મનભાવન છે. ગઝલપ્રેમીઓને તમે જલસા કરાવી દો છો.

 7. Shefu said,

  May 15, 2008 @ 6:09 pm

  બહુ મ્જ્જા આવિ. યુ ગો, લયસ્ત્રો!!!

 8. ઊર્મિ said,

  May 15, 2008 @ 9:38 pm

  વાવ દોસ્ત, આ ગુજલિશ પોએમ તો ખૂબ જ ગુડ ફિલીંગ કરાવી ગઈ… 🙂

 9. Pinki said,

  May 16, 2008 @ 5:13 am

  ગુજલિશ પોઍમ/કાવ્ય- એટલે ગુજલિશ હઝલ જ……
  બહુ ઝટ ગળે નથી ઉતરી
  પણ આ તો મનને ભાવી ગઈ…….!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment