સાંજના પડછાયા જેવી જિંદગીનું શું કરું ?
હું વધું આગળ જરા ત્યાં એ ખસે પાછળ જરા.
વિવેક મનહર ટેલર

એમ પણ બને -મનોજ ખંડેરિયા

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને

જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને

એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ?
એક પગ બીજા ને છળે એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને

તું ઢાળ ઢોળિયો : હું ગઝલનો દિવો કરું
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને

-મનોજ ખંડેરિયા

8 Comments »

  1. Atul said,

    October 23, 2005 @ 4:36 PM

    Manoj bhai ni aa kavita hamesha dil maa ramti hoy chhe. Aaje fari ahi ane joi ne anand thayo..

    Atul

  2. Atul said,

    October 23, 2005 @ 4:36 PM

    Manoj bhai ni aa kavita hamesha dil maa ramti hoy chhe. Aaje fari ahi ane joi ne anand thayo..

    Atul

  3. Sarang said,

    June 16, 2006 @ 6:30 PM

    aa gazal ni pratham be panktio me Naseer Ismailee (To me, ‘Mariz’ of Guj. short stories) ni ek short story ma vaanchi hati, ne tyarthi mari priy chhe… ahi fari e vaanchine sukhad anubhav thayo.

  4. deepak said,

    November 23, 2006 @ 5:55 AM

    છેલ્લી મુલાકાત્

    ક્ેટલી સર્સ મુલાકાત હતી
    જાને કયામત ની રાત હતી

    અમારી આંખૉ ને એમનોે ઇંતજાર
    ને એમનો પ્ાછળથી કરેલો સાદ
    આટલી તો સરસ શરુઆત હતી

    ચાંદ,તારા અને પ્રરાથનાનો સુર
    એમનો સંગાથ,ને ઝાાઝંરનો જંકાર
    જાને આખી કાયનાત સાથ હતી

    અમે તો બસ કહ્યાજ કર્યુ
    એમને તો બસ સાંભળાજ!!
    જાને વર્સોની કોઇ વાત હતી

    ના કોઇ કોલ, ના કોઇ વાયદા
    ના એમને પુછયુ, ના અમે
    આટલીતો સરસ રજુઆત હતી

    નામ વગર નો રીશ્તો બાંધયો
    અને એને પુરી કરવાની પર્તીગના
    આતો કેવી અમારી શાલીનતા હતી?

    કોને જોઇએ છે જીદંગી ભરનો સાથ
    “દીપ” તો જીવી ગયો એક પળમા
    એમના સ્પરસ્ની તો કરામત હતી

    ‘હા’કે’ના’ નો સવાલ જ કયા છે
    જવાબ તો અમે જાણતાજ હતા
    બસ,આ મારી છેલ્લી મુલાકાત હતી

    “દીપ”

  5. ફુવારો - એક અવલોકન « ગદ્યસુર said,

    October 16, 2007 @ 3:03 AM

    […] – મનોજ ખંડેરિયા  ( આખી ગઝલ વાંચવા અહીં ‘ ક્લીક ‘ કરો ) […]

  6. એવું પણ બને!! « અંતરમન નો અજાણ્યો ખુણો…!! said,

    September 11, 2009 @ 4:37 PM

    […] Comment  શ્રીમાન મનોજ ખંડેરિયા ની ગઝલ “એમ પણ બને” તો સહુ ને ખબર છે, જેમ આંખ ઉઘાડી દેતા […]

  7. Piyush M. Saradva said,

    October 12, 2011 @ 2:50 AM

    ખૂબ સરસ.

  8. Piyush M. Saradva said,

    October 25, 2011 @ 5:07 AM

    જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
    મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને

    વાહ ખૂબ જ સરસ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment