આગામી કોઈ પેઢીને દેતા હશે જીવન-
બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના !
મરીઝ

સવા-શેર : ૮ : અક્લ સે આગે – ઇકબાલ

ગુઝર જા અક્લ સે આગે કે યહ નૂર
ચિરાગ-એ-રાહ હૈ, મંઝિલ નહીં હૈ.

– ઇકબાલ

(તું તારી અક્કલની ઉપરવટ જઈને આગળ વધી જા. અક્કલનો પ્રકાશ રસ્તો બતાવનાર છે,ધ્યેય નથી.)

 

દર્શનની ગહનતાની વાતે ગાલિબને ટક્કર આપે તેવો શાયર એક જ – ઇકબાલ. ઘણીવાર જોયું છે વ્યવહારમાં કે સરળતામાં જે પવિત્રતા છે તે લાખ પ્રયત્ને પણ હોશિયારીથી હાંસલ ન કરી શકાય.

– તીર્થેશ

 

બુદ્ધિની આંગળી પકડીને બહુ થોડે સુધી જ જઈ શકાય છે. એનાથી આગળ જવા માટે તો વેદના, શ્રદ્ધા, અને અંતરદ્રષ્ટિની આંગળી પકડવી પડે. ઈકબાલનો જ આ શેર જે જીવનમાં નહીં નહીં તો દસ હજાર વાર યાદ કર્યો હશે.

अच्छा है दिल के पास रहे पासवान-ए-अक्ल
लेकिन कभी कभी इसे तनहा भी छोड़ दे.

– ધવલ

અક્કલને વળોટવું એટલે આભાસની આરપાર જવું… તીર્થેશ ઉર્દૂનો શેર લઈ આવ્યો છે તો ઉર્દૂના જ બે’ક શેર યાદ આવે છે… પહેલામાં ઇકબાલની વાતનું પુષ્ટિકરણ નજરે ચડે છે… અક્ક્લને અહીં કવિએ બરાબર આડે હાથ લીધી છે:

अक़्ल हर चीज़ को इक जुर्म बना देती है,
बेसबब सोचना, बे-सूद पशीमां होना । (बे-सूद=વ્યર્થ, पशीमां=લજ્જિત)
– ‘अदम’

તો આ બીજા શેરમાં અક્ક્લનો મહિમા ગાવામાં આવ્યો છે:

ऐ अक़्ल, साथ रह कि पडेगा तुझी से काम,
राहे-तलब की मंज़िल आख़िर जुनूं नहीं । (राहे-तलब=પ્રેમ-માર્ગ, जुनूं=ઉન્માદ, જનૂન)
-‘निसार’ इटावी

– વિવેક

1 Comment »

  1. perpoto said,

    December 14, 2013 @ 9:36 AM

    એટલે જ કદાચ કેહવત થઈ હશે…અક્કલનાં ખરેખાંઓ દ્વારા…
    અક્કલ બડી કી ભેંસ…
    આજે વિજ્ઞાનનો ફાલ ઉતરી રહ્યો છે…જે માત્ર અક્કલને આખરી હોવાનો દાવો કરી રહ્યો છે…
    અહીં અક્કલ લોજીકના સ્વરુપમા વધુ જણાય છે.
    જોકે ક્વોન્ટમ મિકેનિક્સ થોડી ગરબડ ઉભી કરે છે….
    આપણો પ્રખ્યાત શેર…હો શ્રધ્ધાનો વિષય .. ..બાકી કુરાનમાં તો ક્યાંય ખુદાની સહી નથી..
    જોકે બુધ્ધ આ બધાનો છેદ ઉડાડી દે છે જેને જે કે ક્રિષ્ણમુર્તિ આગળ વધારે છે.
    તો રમણ મહર્ષિ સાદી રીતે ઉતારી દેખાડે છે..
    આમ તો આ વિષય પર થોથાં ના થોથાં લખાયાં છે…તેમાં થોડી પંક્તિ ઉમેરી હું મારી અક્ક્લની
    ગવાહી પુરવાનો નિર્થક પ્રયાસ કરું છું….
    આ હાયકુ આ વ્યર્થપણાને સમજવાનો પ્રયાસ છે …લયસ્તરો ટીમને અર્પણ…
    ઠાઠડી દોડી
    બજાવી રામધુન
    બેહરાં કાને

    પરપોટો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment