ભૂલો પડે ના કાફલો મારી તલાશમાં
હું એટલે જોડાઈ ગયો છું પ્રવાસમાં
રિષભ મહેતા

એક આણાતનું ગીત – સ્નેહી પરમાર

અજવાળી આઠમને તેડે આવજો

રાત પડે કે રોંઢો, તમ વિણ જરાય ગોઠતું નથ્ય
અંગે ઢંક્યું વસ્તર, અંગે જરાય શોભતું નથ્ય
ટૂંકામાં ટૂંકેરા કેડે આવજો

બાને નડશે મુરત, બાપુજીને સામી ઝાળ
કે’જો સામી ઝાળથી ઝાઝી અંદર છે વિકરાળ
વળતાના ખોટીપા વેડે આવજો

સહિયર, હાથે મેંદી ભેળાં મેણાં-ટોણાં ચિતરે
રાત પડ્યે ખખડે છે શોક્યું જેવી સાંકળ ભીતરે
આવો ત્યારે સીધા મેડે આવજો.

– સ્નેહી પરમાર

પ્રોષિતભર્તૃકાના કંઈ કેટલાય ગીત-કવિતાઓ આપણા વાંચવામાં આવ્યા હશે પણ આ ગીત બધાથી ચાર ચાસણી ચડે એવું છે. પત્ની પતિના આવણાંની રાહ શી રીતે જુએ છે એની વાત તળપદી ભાષામાં રજૂ થઈ છે.

આઠમના અજવાળાનું મહત્ત્વ છે. માતાજીમાં માનનાર માટે તો ખાસ. સુદ પક્ષ હોય કે વદ પક્ષ, આઠમ એટલે બરાબર મધ્યનો દિવસ. અજવાળું પણ સપ્રમાણ. રાત હોય કે પછી વામકુક્ષીની વેળા – પ્રિયતમ વિના સૂવાનું કેવી રીતે ગોઠે ? કપડાં પણ અંગ પર શોભતા નથી. કારણ ? જબ તક ન પડે આશિક કી નજર, શૃંગાર અધૂરા રહેતા હૈ… અને છેલ્લી કડી ‘આવો ત્યારે સીધા મેડે આવજો’ તો સીધી દિલમાં ઘર કરી જાય છે…

*

આણાત = આણે જવાને તૈયાર થયેલી અથવા આણેથી આવેલી
રોંઢો = બપોર અને સાંજના વચ્ચેનો વખત; દિવસના ત્રીજા પહોરનો વખત
ખોટીપો = ખોટી થવું તે; ઢીલ રોકાણ; વાર; વિલંબ

16 Comments »

  1. vineshchandra chhotai said,

    October 26, 2013 @ 2:57 AM

    ભૌજ સરસ સબ્દો દિલ નિ રજુવાત ,ને ……………

  2. નેહા said,

    October 26, 2013 @ 3:02 AM

    તળપદી ભાષામા લખાયેલું સુંદર ગીત

  3. Rina said,

    October 26, 2013 @ 4:15 AM

    Beautiful. ….

  4. Bhadreskumar Joshi said,

    October 26, 2013 @ 6:18 AM

    સ્નેહી છો કે વેરી?

    રડાવો શીદ?

  5. rasikbhai said,

    October 26, 2013 @ 10:27 AM

    ઓ મારા સાહેબા શિદ ને સતાવે , મને તારિ ફિકર તુ કેવિ રાતો વિતાવે.

  6. Darshana bhatt said,

    October 26, 2013 @ 12:37 PM

    વાત તો સાચી છે: પ્રોષિત ભાર્ત્રુકાના વિરહ ગીતો ઘણા મળે છે,પણ
    પતિની પત્નીને પિયર,તેડા, આણાં લઇ જવાની ઉત્કંઠા વ્યક્ત કરતુ
    એક પણ ગીત મારા વાંચવામાં આવ્યું નથી….
    વિવેકભાઈ, તમારી જાણમાં હોય તો જરૂર અહી મૂકજો.

  7. Sureshkumar G Vithalani said,

    October 26, 2013 @ 7:36 PM

    AN EXCELLENT POEM OF A VILLAGE WOMAN’S LONGING FOR HER BELOVED HUSBAND’S ARRIVAL TO HER ‘ PIYAR ‘ TO TAKE HER ALONG WITH HIM TO HER ‘SWASURGRUH’. THANKS FOR SHARING SUCH A WONDERFUL ‘ RACHANA ‘

  8. urvashi parekh said,

    October 27, 2013 @ 4:28 AM

    khuba j saras rachna;

  9. naresh said,

    October 27, 2013 @ 5:31 AM

    વાહ ખુબ સુંદર

  10. sudhir patel said,

    October 27, 2013 @ 3:26 PM

    ખૂબ સુંદર તળપદી બોલીમાં રમતું ગીત!
    વિવેકભાઈની વાત સાથે ૧૦૦% સહમત!
    સુધીર પટેલ.

  11. ravindra Sankalia said,

    October 28, 2013 @ 9:25 AM

    પિયરમા બેઠી બેઠી વ્હાલમની વાટ જોતી વિરહીણીનુ ચિત્ર આબેહુબ દોરાયુ છે.

  12. vimal agaravat said,

    October 28, 2013 @ 4:09 PM

    આવો ત્યારે સેીધા મેડે આવજો….. ક્યાં બાત હૈ સ્નેહેી . ખુબ સરસ ગીત . આ કવિનું મુને અંધારે ઘેલી કરી ગીત પણ માણવા જેવું છે.

  13. Harshad Mistry said,

    October 31, 2013 @ 7:17 AM

    Sunder!!!
    Passed through many times such situation.
    GHAYAL KI GATI GHAYAL HI JANE!!!!

  14. HATIM THATHIA said,

    November 7, 2013 @ 1:09 AM

    I think Gujarati language is unique compare to other languages of India. our PRAKRUT is motre stronger than Sanskrit!!! most of the TALPADI KATHIAWADI ONE WORD IS thosant sentaces!!AND HE SWEETNESS OF OUR LANGUAGE!! this poetry in few words will need thousand words of TIKA FROM our GOVARDHAN RAM, BALWANT MEHTA, Narsinrao Divetia , Anand sanka, the so callled watch Dogs of Sahitya!!!!!!!!!!!Hatim Bagasrawala.to beat Narsinh Mehta Narsinh Rao has INVENTED BHALAN AND PUT ONLY FEW YEARS BEFORE NARSINH MEHTA TO PROOVE THAT THIAWADI-WITH TPOUSAND RESPECT FOR THIS WORD TO K.Munshi-asre not better in Gujarati. say not pioneetr

  15. dr.firdaus dekhaiya said,

    January 9, 2014 @ 9:55 AM

    વાહ … ખુબ સુન્દર કવિતા. વાહ વાહ્.

  16. snehi parmar said,

    January 17, 2014 @ 12:02 PM

    આભાર મિત્રો ….આભાર વિવેક ભાઈ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment