નથી જામતી એક બે અશ્રુઓમાં
અમારી પીડાઓ સવિસ્તર લખાવો.
સુરેન્દ્ર કડિયા

એક ઘડી – નિરંજન ભગત

પરિપૂર્ણ  પ્રણયની  એક  ઘડી, 
                જાણે મધુર ગીતની ધ્રુપદ કડી.

એના  સહજ  સરલ  સૌ  પ્રાસ,
જાણે      જમુનાતટનો   રાસ;
એનો    અનંતને   પટ   વાસ,
                અણજાણ વિના આયાસ જડી.

એનો   એક   જ   અંતરભાવ,
બસ   ‘તુહિ, તુહિ’નો    લ્હાવ,
એ  તો રટણ રટે : પ્રિય આવ,
                આવ, આવ અંતરા જેમ ચડી !

 – નિરંજન ભગત

છંદ અને લય પર સંપૂર્ણ હથોટીની સાબિતિ જેવી રચના. સરળ માળખામાં સામાન્ય શબ્દોની પૂર્તિ કરી એને એક અસામાન્ય રચના કેવી રીતે બનાવાય એનું સરસ ઉદાહરણ. આ ગીત એક વાર હોઠ પર ચડે પછી ઉતારવું મુશ્કેલ બને.

2 Comments »

  1. pragnaju said,

    February 12, 2008 @ 10:00 AM

    નિરંજન ભગતનું મધુરું મધુરું લયબધ્ધ ગીત
    પરિપૂર્ણ પ્રણય માટે લાયકાત કેળવવી પડે જે કૅટલી સહજતાથી વર્ણવ્યું-સરળતાથી સમજાવ્યું
    એના સહજ સરલ સૌ પ્રાસ,
    જાણે જમુનાતટનો રાસ;
    એનો અનંતને પટ વાસ,
    અણજાણ વિના આયાસ જડી.
    એનો એક જ અંતરભાવ,
    બસ ‘તુહિ, તુહિ’નો લ્હાવ,
    એ તો રટણ રટે : પ્રિય આવ,
    આવ, આવ અંતરા જેમ ચડી !
    યાદ આવ્યાં ન્હાનાલાલ
    પ્રેમ ભક્તિ પરબ બપોર ધખતી હતી હતી
    પરબ પ્રેમ ભક્તિની તૃષા છીપાવા ત્યહાં
    હતા સલિલ પ્રણય ભક્તિ સૌંદર્યના.
    અને-
    ચલો વાંસળી, વૃંદાવન, અવ ગોકુળમાં નહિ ગોઠે;
    ત્યજી વાંસવન નીરવ વસીએ મુરલીધરને હોઠે,
    અંગુલિસ્પર્શ તણી આરતમાં ઝુરી રહ્યા છે છેદ,
    સુગંધભીની ફૂંક શ્યામની કરવી નિજમા કેદ.
    શ્વાસ કૃષ્ણનો અડે તો પ્રગટે દીવા બત્રીસ કોઠે;
    ચલો વાંસળી, વૃંદાવન, અવ ગોકુળમાં નહિ ગોઠે.
    આનાથી તો ભલો વાંસના વનમાં લાગે દવ,
    ગોપી ઘેલી થાય નહિ તો બળ્યો બંસી નો ભવ!
    યમુના માં વહી જાય રાખ ને સૂર ઉઠે પરપોટે;
    ચલો વાંસળી, વૃંદાવન, અવ ગોકુળમાં નહિ ગોઠે.

  2. વિવેક said,

    February 13, 2008 @ 1:55 AM

    ખૂબસૂરત રચના…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment