તને પીતા નથી આવડતું મૂર્ખ મન મારા,
પદાર્થ એવો કયો છે કે શરાબ નથી ?
ઘાયલ

ઊભો છું – હેલ્પર ક્રિસ્ટી

સમયના સુકાતાં ઝરણમાં ઊભો છું,
કે હું રાખના કોઈ કણમાં ઊભો છું.

ને ત્યાં કોઈનો હાથ લંબાય ક્યાંથી ?
હું સૂરજની પાછળ કળણમાં ઊભો છું.

કમળ જેમ ખીલ્યાં છે સ્વપ્નો પરંતુ,
તિમિરના સઘન આવરણમાં ઊભો છું.

અનાગતની વાતો કરું કેવી રીતે ?
હજી છિન્ન ગતના સ્મરણમાં ઊભો છું.

ને અણસાર મારો મળી પણ ગયો છે,
હું તો પાછલી કોઈ ક્ષણમાં ઊભો છું.

ભવન આપણું સાવ જર્જર પુરાણું,
હું ખરતી ભીંતોના શરણમાં ઊભો છું.

– હેલ્પર ક્રિસ્ટી

એકે-એક શેર ખરા સોના જેવા…

4 Comments »

  1. bhavesh rabadiya said,

    November 28, 2013 @ 4:18 AM

    vah khub saras gazal

  2. narendarsinh said,

    November 28, 2013 @ 4:20 AM

    અત્યન્ત સુન્દર ગઝલ્

  3. Rajendra karnik said,

    November 28, 2013 @ 5:51 AM

    હેલ્પરને આપ જ્યારે જ્યારે રજુ કરો છો ત્યારે ત્યારે એના શબ્દો આંસુ વહેડાવી હૈયુ ભલે હળવું કરે પણ હેલ્પર વાસ્તવમાં આવો જ હતો. કાવ્ય વાંચતા હેલ્પર જ બોલતો હોય તેવો અહેસાસ કરાવવા બદ્દલ લયસ્તરનો ખુબ ખુબ આભાર.

  4. La' Kant said,

    December 2, 2013 @ 1:48 AM

    “હું તો પાછલી કોઈ ક્ષણમાં ઊભો છું.”
    …A SAD FACT OF LIFE ! WE ARE ALL VICTIMS OF THE NATURAL ARRANGEMENT
    of “Pemdulam Movement ” beteween “PAST ” n “FUTURE” …missing d CHAMRM n joyn of ” WHAT IS !” i.e.—” the PRESENT”
    -La’Kant / 2-12-13

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment