આપણે પોતાને સમજાયા નથી,
જોઈએ એવા વલોવાયા નથી.
ફૂલ જેવું ખીલવા માટે હજી,
મૂળિયાં માટીમાં ધરબાયાં નથી.
અંકિત ત્રિવેદી

ચાલ – જગદીપ સ્માર્ત

અનંત અક્ષાંશથી શૂન્ય રેખાંશ તરફ
ગતિ કરતા સૂર્યને ડૂબી જવા દે…….
પછી ફાનસના અજવાળામાં
કૃષ્ણપક્ષી અંધારી રાતે,
અગાશીમાં
આપણે કઠેરો બનીને ઊભા રહીશું.
તે જ વખતે મકાની ભીંતમાંથી,
એક પીપળાનું પાન
ચોક્કસ બહાર આવશે જ.
જેને વાંચીશું આપણે બન્ને મળીને એક જ આંખે.
ક્યાંક તારી કે મારી
સંવેદનાઓથી વંચિત
એ પીળું પડીને બાવળ બની જાય,
તે પહેલાં-
ચાલ,
એને કર્ણિકાર બનાવી કાનમાં પહેરી લઈએ.

– જગદીપ સ્માર્ત

પીંછીથી કવિતા લખતા આ વિરાટ વ્યક્તિત્વએ કદીમદી પેન પણ ચલાવી છે. સુરતના સપૂત એવા આ ચિત્રકારે અકાળે ચિરવિદાય લીધી તે પહેલા મારા સદભાગ્યે મને તેમની સાથે બે વખત થોડો સમય સાથે ગાળવાનો લ્હાવો મળ્યો હતો. નખશિખ સરળતાની મૂર્તિ એવા જગદીપભાઈના વ્યક્તિત્વમાંથી છલકાતી કરુણા એટલી ટૂંકી મુલાકાતોમાં પણ અનુભવી શકાઈ હતી. એક મિત્રએ અનાયાસે જ આ કવિતા મોકલી અને આ કવિતામાં છલકાતું તેમનું વ્યક્તિત્વ તેઓની સર્વતોમુખી ઊંડી કલાસૂઝનો આછેરો ખ્યાલ આપે છે.

8 Comments »

 1. perpoto said,

  September 9, 2013 @ 7:10 am

  કર્ણના સૂર્ય કુંડળ જગદીપભાઇએ અનાયાસે પ્રગટાવ્યા અને પહેરવાનુ ચિત્ર દોરાય ગયું…

 2. Rajendra Karnik said,

  September 9, 2013 @ 8:09 am

  ભાઈ શ્રી જગદીપને અમારી મુલાકાત કરાવવા બદ્દલ આભાર.

 3. Hasit Hemani said,

  September 9, 2013 @ 8:52 am

  ‘ ચાલ ‘ કવિતા ના મથાળએ બહુ વર્ષો જૂની હ્રદયમાં ધરબાયેલી એક લગભગ ભૂલી ગયેલી યાદ ને જગાડી દીધી. હવે તે કવિતારુપ ધારણ કરે ત્યારે ખરુ પણ તેનુ શિર્ષક ચોક્કસ ‘ ચાલ ને ભાગી જઈએ ‘ હશે.

 4. Maheshchandra Naik (Canada) said,

  September 9, 2013 @ 10:14 pm

  જગદીપભાઈ ખુબ ઋજુ અને સંવેદનશીલ ભાવુક વ્યક્તિત્વ ધરાવતા હતા, એટલે સરસ રચના પ્રાપ્ત થઈ છે………………………..

 5. વિવેક said,

  September 10, 2013 @ 3:19 am

  સુંદર રચના…

 6. VARSHA said,

  September 10, 2013 @ 9:56 am

  have spent many evenings with Jagdeep and friends in Kamati Baug during college, a true artist, his spirit lives on…..

 7. jigar joshi prem said,

  September 12, 2013 @ 12:11 am

  સરસ

 8. Mahendrasinh Padhiyar said,

  September 13, 2013 @ 8:26 am

  સરસ…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment