એટલે તો ફૂલ ખીલ્યા સ્વપ્નનાં,
આંસુ ભીનું આંખનું આંગણ હતું.
બી.કે.રાઠોડ ‘બાબુ’

ગઝલ – દીના શાહ

ફૂલ  કેવાં  પરગજુ  થઈ જાય  છે,
મ્હેંકની  સાથે  રજૂ  થઈ જાય  છે.

તું  જ  મારી  બંદગી,  ને તું ખુદા,
જોઉં  છું જ્યારે વજૂ થઈ જાય છે.

ભીંત પર પડછાયો લાગે છે સરસ,
માનવીનું  એ ગજું થઈ જાય છે ?

જિંદગી  તેં  કેટલા  જખ્મો દીધા !
લાગણી તો પણ હજુ થઈ જાય છે.

એક  નક્શો  પ્રેમનો  છે  દોસ્તો !
યાદ  કોર્યું  કાળજું  થઈ  જાય છે.

પ્હાડ પર પાણીને જોઈ  થાય છે,
પથ્થરો કેવા ઋજુ થઈ  જાય છે !

-દીના શાહ

વ્યવસાયે સ્ત્રીરોગ નિષ્ણાત તબીબ દીના શાહ જે કાબેલિયતથી ઈશ્વરની હયાતિના હસ્તાક્ષરને પૃથ્વી પર અવતારવાનું નિમિત્ત બને છે એ જ કુશળતાથી શબ્દોની પ્રસુતિ કરાવી કવિતા પણ અવતારી શકે છે. આ ગઝલના એક-એક શેર એનું પ્રમાણ બને છે. પ્રેમની ઉત્કટતા શું હોય છે એ જાણવા માટે બીજા શેર પર નજર કરો. પ્રિય પાત્રને ખુદા અને બંદગી કહેનારા શેર તો ઘણા આવી ગયા પણ અહીં જે અભિવ્યક્તિનું નાવીન્ય અને મૌલિક્તા છે એ અભૂતપૂર્વ છે. આપણા જીવનમાં શેનું મૂલ્ય વધુ ગણી શકાય? મંઝિલનું કે રસ્તાનું? મને લાગે છે જે મજા સફરમાં છે એ એના અંતમાં તો નથી જ. ઈશ્વરપ્રાપ્તિ એ મંઝિલ ખરી પણ પૂજા અને તપશ્ચર્યા વધુ સરાહનીય નથી? સાક્ષાત્ ઈશ્વર મળે એનાથી ય મોટી વાત છે આપણી જાતને આપણે ઈશ્વરપ્રાપ્તિ માટે તૈયાર કરીએ. માંહ્યલાને ધોઈને સાફ કરવો એ કદાચ વધુ અગત્યનું છે… અહીં પ્રિયપાત્રને આગળ ધરીને કવયિત્રી કેવી મોટી વાત કહી દે છે ! તું ઈશ્વર પણ ખરો અને તું મારી પૂજા પણ ખરો… પણ તું ખરેખર તો એનાથીય વિશેષ છે. તું નજરે ચડે એટલામાત્રથી જ વજૂ થઈ જાય છે… હું અંદર-બહારથી સાફ થઈ જાઉં છું !

(વજૂ=નમાજ પઢતા પહેલાં હાથ-પગ-મોં ધોઈ જાતને સાફ કરવાની ક્રિયા)

29 Comments »

 1. Sudhir Patel said,

  February 1, 2008 @ 10:53 am

  Congratulations Dina Ben,

  One of the best Gazals I have ever read.
  Every aspect of this Gazal is simply perfect.
  Best luck and Regards.

  Sudhir Patel.
  Charlotte, NC, USA.

 2. pragnaju said,

  February 1, 2008 @ 11:35 am

  સુંદર ગઝલ તથા રસદર્શન.
  તું જ મારી બંદગી, ને તું ખુદા,
  જોઉં છું જ્યારે વજૂ થઈ જાય છે.
  વધુ ગમી.
  યાદ આવી
  तुं ईबादत है खु़द, खु़द ही वजु है
  हाथ क्युं बेवजह धोया करे तुं?
  ‘वजुका तोडदे कुंजा’ અને અનલહક એમ પોકારનાર સૂફી હઝરત મન્સૂર અલ હિજાજની
  ચામડી ઉતારી લેવામાં આવી હતી. છતાં તેણે આખર સુધી અનલહકની ધૂન ચાલુ રાખી હતી.! આ જ સાચું જ્ઞાન છે.કેવલ જ્ઞાન નહિ,પરંતુ વિજ્ઞાન.આ જ્ઞાની પૂર્ણ જ્ઞાની કહેવાય છે.તેનામાં ને ઈશ્વરમાં કાંઈ ભેદ હોતો નથી.
  અને
  વેલન્ટીન માસનો શિરમોર શેર
  એક નક્શો પ્રેમનો છે દોસ્તો !
  યાદ કોર્યું કાળજું થઈ જાય છે.
  એક એ હ સા…………………………સ

 3. dilip ghaswala said,

  February 1, 2008 @ 1:42 pm

  અદભુત ગઝલ…
  દિનાબેન, આપ સુરત નુ ગર્વ..

 4. rajgururk said,

  February 2, 2008 @ 1:45 am

  આ બહુજ સરસ ગજલ ની તરીફ સબ્દો મા થઇ સકે નહિ આભાર

 5. Akbar Lokhandwala said,

  February 2, 2008 @ 2:12 am

  Too good “shadow at wall become human” all good……..reality of life…

  Akbar

 6. Vinod Gundarwala said,

  February 2, 2008 @ 2:23 am

  તું જ મારી બંદગી, ને તું ખુદા,
  જોઉં છું જ્યારે વજૂ થઈ જાય છે.

  Yes, u r my prayer and my God absolutely,

  Keep it up! with fine Gazals
  Many Many Congrates Dr.Dinaben

  bye

 7. Chetan Framewala said,

  February 2, 2008 @ 5:05 am

  તું જ મારી બંદગી, ને તું ખુદા,
  જોઉં છું જ્યારે વજૂ થઈ જાય છે..
  અભિનંદન દીનાબેન,
  આભાર વિવેકભાઈ,આવી સુંદર રચના વંચાવવા માટે.
  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

 8. Dhwani Joshi said,

  February 2, 2008 @ 8:19 am

  જિંદગી તેં કેટલા જખ્મો દીધા !
  લાગણી તો પણ હજુ થઈ જાય છે.

  ખુબ જ ગઝલ.. અભિનંદન…બન્ને Doctrors ને…Dr. સાહિબા અનેDr. સાહેબ .. 🙂

 9. Mohd Aasif Kazi said,

  February 2, 2008 @ 8:43 am

  Its fantastic… very nice and deep poetry keep it up.. by the way where r u practicing?

  Mod Aasif Kazi
  Abu Dhabi, UAE

 10. ઊર્મિ said,

  February 2, 2008 @ 12:28 pm

  Excellent!! પ્રેમનાં મહિનાની ખૂબ સુંદર શરૂઆત કરી દીધી.

  આખી ગઝલ નાના બાળક જેવી જ એકદમ ‘ઋજુ’ લાગી.

  આ ત્રણ અશઆર વધારે ગમી ગયા…

  જિંદગી તેં કેટલા જખ્મો દીધા !
  લાગણી તો પણ હજુ થઈ જાય છે.

  એક નક્શો પ્રેમનો છે દોસ્તો !
  યાદ કોર્યું કાળજું થઈ જાય છે.

  પ્હાડ પર પાણીને જોઈ થાય છે,
  પથ્થરો કેવા ઋજુ થઈ જાય છે !

  તબીબ-કવયિત્રીને ખૂબ ખૂબ અભિનંદન.

 11. manvantpatel@aol.com said,

  February 2, 2008 @ 12:56 pm

  દીનાબહેનને અનેકાનેક શુભેચ્છાઓ !
  કયા પ્રદેશમાઁ સારવાર કરો છો ?????

 12. ડૉ. મહેશ રાવલ said,

  February 2, 2008 @ 1:50 pm

  સુંદર,ભાવસભર અભિવ્યક્તિ-અભિનંદન !
  એમાંય,પથ્થરો ઋજૂ થઈ જવાનીં વાત વધારે ગમીં !

 13. MAYANK TRIVEDI said,

  February 2, 2008 @ 2:11 pm

  જે નજાકત થી ગાયનેકૉલૉજીસ્ટ બાળ શિશુનૅ જન્ન્મ આપે એવી રીતે ડૉ.દીનાબેને ગુજરાતી ગઝલ ને જન્ન્મ આપ્યૉ છે

 14. Harshad Jangla said,

  February 2, 2008 @ 6:11 pm

  નવજાત શિશુ જેવી મ્રુદુ અને મુલાયમ ગઝલ
  અભિનંદન દીના બહેન્

  -હર્ષદ જાંગલા
  એટલાન્ટા યુએસએ

 15. neetakotecha said,

  February 2, 2008 @ 9:30 pm

  ફૂલ કેવાં પરગજુ થઈ જાય છે,
  મ્હેંકની સાથે રજૂ થઈ જાય છે

  ખુબ સરસ

  તું જ મારી બંદગી, ને તું ખુદા,
  જોઉં છું જ્યારે વજૂ થઈ જાય છે

  વાહ વાહ

  ભીંત પર પડછાયો લાગે છે સરસ,
  માનવીનું એ ગજું થઈ જાય છે

  ખુબ જ સરસ

  જિંદગી તેં કેટલા જખ્મો દીધા !
  લાગણી તો પણ હજુ થઈ જાય છે.

  આ તો હ્રદય ને સ્પર્શી ગઈ વાત

  એક નક્શો પ્રેમનો છે દોસ્તો !
  યાદ કોર્યું કાળજું થઈ જાય છે.

  પ્હાડ પર પાણીને જોઈ થાય છે,
  પથ્થરો કેવા ઋજુ થઈ જાય છે

  અરે આ તો બધાજ શેર ખુબ જ સરસ છે ગ્રે888888

 16. hindiwala said,

  February 3, 2008 @ 5:29 am

  can some one translate it into hindi for more??

 17. Ila Delvadiya said,

  February 3, 2008 @ 11:20 pm

  પ્હાડ પર પાણીને જોઈ થાય છે,
  પથ્થરો કેવા ઋજુ થઈ જાય છે

  Really Nice Words..give’s a Exellent Meaning…

 18. ભાવના શુક્લ said,

  February 3, 2008 @ 11:25 pm

  જિંદગી તેં કેટલા જખ્મો દીધા !
  લાગણી તો પણ હજુ થઈ જાય છે.
  એક નક્શો પ્રેમનો છે દોસ્તો !
  યાદ કોર્યું કાળજું થઈ જાય છે.
  …………………………………….
  બહુ ભાવુક રજુઆત….અભિનંદન દિનાબહેનને..

 19. Rajendra Trivedi, M.D. said,

  February 4, 2008 @ 11:57 am

  તું જ મારી બંદગી, ને તું ખુદા,
  જોઉં છું જ્યારે વજૂ થઈ જાય છે.

  એક નક્શો પ્રેમનો છે દોસ્તો !
  યાદ કોર્યું કાળજું થઈ જાય છે.

  અભિનંદન દિનાબહેન…….

 20. chetu said,

  February 4, 2008 @ 12:41 pm

  ખૂબ ખૂબ અભિનંદન …આખી રચના એક્દમ લાગણી ભરી છે અને મારાથી રચયિતા ને નમન થઇ જાય છે…!!

 21. Pinki said,

  February 5, 2008 @ 5:46 am

  તું જ મારી બંદગી, ને તું ખુદા,
  જોઉં છું જ્યારે વજૂ થઈ જાય છે.

  પથ્થર સમ હૃદય પણ ઋજુ થઈ જાય,
  એટલી સાહજિકતાથી વજૂ થઈ જવાની વાત કરી છે.

  એક નક્શો પ્રેમનો છે દોસ્તો !
  યાદ કોર્યું કાળજું થઈ જાય છે.
  પ્રેમની ભૂગોળના અદ્.ભૂત નકશા…..!!

  અને,
  ભીંત પર પડછાયો લાગે છે સરસ,
  માનવીનું એ ગજું થઈ જાય છે
  શેર તો સરસ જ પણ આપનું રસદર્શન આવશ્યક…… !!

  જિંદગી તેં કેટલા જખ્મો દીધા !
  લાગણી તો પણ હજુ થઈ જાય છે.
  દિલની આ તે કેવી દિલદારી ….. !!!

 22. rajgururk said,

  February 5, 2008 @ 6:06 am


  વિતઓ જ જ્યા બનિ જાય ચ્હે દવા જ્યા ડોક્ટર ની

 23. jignesh patel said,

  February 5, 2008 @ 6:10 am

  ત્મારેી લ્ટ્ક્તેી જુલ્ફો ને કાબુમા રાખો,
  તેને ક્ઇક્ના દેીલ ક્રેીયા ગાય્લ,
  હ્વેતો ડાબ્ર આબ્લા નાખો

 24. jignesh patel said,

  February 5, 2008 @ 6:27 am

  swift thing are beautiful
  sowlse and deer,
  lightning that thunder

 25. Lata Hirani said,

  February 5, 2008 @ 1:42 pm

  બહુ જ સરસ ગજ્હલ… અભિનઁદન

 26. GAURANG THAKER said,

  April 29, 2008 @ 10:32 pm

  Gazal no bijo sher bahu saras chhe……Abhinanadan…..

 27. manhar m.mody said,

  May 1, 2008 @ 4:28 am

  ખુબજ ભાવવાહિ અને અર્થ-સભર ગઝલ.

  દિનાબેનના સ્વમુખે આ ગઝલ બુધસભામાં સાંભળવાનો મોકો મળ્યો હતો તે સાંજ યાદ કરીને ગૌરવ અનુભવું છું.

  અભિનંદન દિનાબેન. આભાર લયસ્તરો.

  – ‘મન’ પાલનપુરી (મનહર એમ. મોદી)

 28. vihar said,

  November 21, 2009 @ 10:30 am

  hi

  its fantastic… very nice

  meet u soon in USA
  vihar

 29. vihar said,

  November 21, 2009 @ 10:32 am

  hi

  its fantastic… very nice
  meet u soon in USA

  vihar

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment