પાંપણો ખૂલે સ્વયં ત્યારે હકીકત ઊઘડે,
આપમેળે આંખમાંથી સ્વપ્ન ભૂંસાતું નથી.
હરજીવન દાફડા

વૃક્ષો અને પંખીઓ – થોભણ પરમાર

કેટલાક લોકો
મળવા આવે છે ત્યારે,
ઘરમાં અમને એકલા જોઈને
સ્વાભાવિક રીતે પૂછી લે છે.
‘તમારે કંઈ સંતાન નથી?’
પ્રશ્નની ચર્ચામાં
હવે અમે,
બહુ ઊંડા ઊતરતાં નથી.
ઘર પાછળના વાડામાં જઈને
તેમને –
વૃક્ષ અને કાલીઘેલી ભાષામાં ટહુકતાં
પંખીઓ બતાવીએ છીએ.

– થોભણ પરમાર

8 Comments »

 1. વિવેક said,

  January 29, 2008 @ 9:46 am

  ઓછા શબ્દોમાં કવિતા જે ચમત્કાર કરે છે ખરેખર તો અનુભૂતિની ચીજ છે… થોભણ પરમારની આ કવિતા આપણી કોઈ વેદનાને અડતી હોય એવું નથી લાગતું?

 2. pragnaju said,

  January 29, 2008 @ 10:20 am

  કેટલાય બ્લોગો પર પ્રગટ થયેલી આ રચના ફરી માણી.,
  “વૃક્ષ અને કાલીઘેલી ભાષામાં ટહુકતાં
  પંખીઓ બતાવીએ છીએ”
  પંક્તીઓે- એક કસક અને વેદના અનુભવાય છે!

 3. naman said,

  February 21, 2009 @ 5:34 pm

  very touchy…

 4. Jigar said,

  June 22, 2016 @ 2:50 am

  લીલી લોન,
  વિશાળ ઘરમાં
  આલિશાન ફર્નિચર
  અને ડ્રાઇવ-વેમાં
  ઊભેલ ગાડીઓનો કાફલો જોઈ
  ભારતથી
  અમેરિકા ફરવા આવેલ
  મિત્રો
  કહી બેસે છે
  કે,
  ‘તમારે તો અહીં લીલાલહેર છે!’
  હવે અમે
  આવી વાતોના વર્તુળમાં
  અટવાયા વિના
  બારીએ ઝૂલતા
  પીંજરે
  ટહુકતી
  મેનાથી
  તેમને
  પરિચય કરાવીએ છીએ!

  – પ્રીતમ લખલાણી

  વિવેકભાઇ અને ધવલભાઇ,

  આ બંને અછાંદસો એક જ ફોર્મેટમાં છે.
  ગજબની સામ્યતા છે..
  બંને તરફ એકસમાન વિચારો અને ફોર્મેટ સહજ રીતે સ્ફુરવા શક્ય છે ??

  તમારા મંતવ્યો આપશો…

 5. Jigar said,

  June 23, 2016 @ 2:48 pm

  ??

 6. વિવેક said,

  June 24, 2016 @ 2:45 am

  🙂

 7. Dhaval said,

  June 24, 2016 @ 10:50 am

  સમાંતર કાવ્ય શોધી લાવવા મારે આભાર, જિગર !

  બે કાવ્યો ફોરમેટમાં સમાંતર છે … પણ એકમાં સવાલનો જવાબ છે…. અને બીજામાં સવાલનું clarification છે… વળી બન્ને કાવ્યનું ભાવજગત પણ અલગ છે. બન્ને કાવ્ય તદ્દન સ્વ્ંયસ્ફુરણાથી યવા પણ ચોક્કસ શક્ય છે.. અને એકની પ્રેરણાથી બીજુ થયુ હોય તો પણ બન્ને કાવ્યો એટલા અલગ છે કે એમા copy કરતા adaptation વધારે છે.

 8. Jigar said,

  June 24, 2016 @ 3:35 pm

  ધવલભાઇ,
  thanks for ur detailed clarification.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment