સજન-નેહ નિભાવવો ઘણો દોહ્યલો, યાર:
તરવો સાગર હોડકે, સૂવું શસ્ત્રની ધાર !
નર્મદ

ગઝલ – રિષભ મહેતા

ભરઉનાળે પણ થયો વરસાદમય
હું સ્વયં શ્રાવણ છું તારી યાદમય !

હું ગઝલ કહું ત્યાં જ બે આંખો ઢળી
થઈ ગયું વાતાવરણ ખુદ દાદમય !

જ્યાં હણાયું ક્રૌંચ હું તે વૃક્ષ છું
હું રહું તો શી રીતે સંવાદમય ?!

સૂર્યનો હું પુત્ર છું કે દાસીનો ?
કર્ણ છું; રહેવાનો હું વિવાદમય

કૃષ્ણ ! હું અર્જુન નથી; કુરુક્ષેત્ર છું
હું હજી છું એટલે વિષાદમય !

વાંસળીની જેમ કોરાવું પડે
હોય જો રહેવું તમારે નાદમય.

-રિષભ મહેતા

આ સ્વયંમુખરિત ગઝલનું સૌંદર્ય કશા જ ઉપોદઘાત વિના જ માણીએ તો ?

12 Comments »

 1. Pinki said,

  January 18, 2008 @ 6:32 am

  સાચે જ ગઝલમય થઈ જવાય તેવી રચના……….. !!

 2. Makarand Musale said,

  January 18, 2008 @ 9:33 am

  ક્યા બાત હૈ!! કાફિયા સર્જન કમાલ છે. શબ્દકોષ ને થોડાં નવાં શબ્દો મળ્યાં. અદ્ ભૂત લય-મય ગઝલ.

 3. Natver Mehta said,

  January 18, 2008 @ 10:06 am

  કૃષ્ણ ! હું અર્જુન નથી; કુરુક્ષેત્ર છું
  હું હજી છું એટલે વિષાદમય !

  વાહ!! અતિ સુંદર!!

  પીધું છે પ્રેમ અમિ જાણિ જાણિ
  તારી યાદમાં લાગે એ સ્વાદમય !

 4. pragnaju said,

  January 18, 2008 @ 10:23 am

  સુંદર ગઝલ
  વાંસળીની જેમ કોરાવું પડે
  હોય જો રહેવું તમારે નાદમય.
  અિત સુંદર
  યાદમય !
  દાદમય !
  સંવાદમય ?!
  વિવાદમય,
  વિષાદમય!થી
  ેકાફિયા કમાલ નાદમય!
  એક અનોખો લય ઉપસી આવે છે.

 5. ભાવના શુક્લ said,

  January 18, 2008 @ 10:27 am

  ખરેખર………કાફીયા કમાલના છે.
  અને વળી,
  …………………………………………
  સૂર્યનો હું પુત્ર છું કે દાસીનો ?
  કર્ણ છું; રહેવાનો હું વિવાદમય
  …………………………………………
  એક મહાસંગ્રામ જેવુ અનોખુ ભાવવિશ્વ ખડુ કરી ક્યાય સુધી વાચતા વાચતા વિચારતા રહી જવાય છે. ખુબ સુંદર….ખુબ સુંદર…..

 6. ધવલ said,

  January 18, 2008 @ 1:44 pm

  નિતાંત સુંદર ગઝલ… કાફિયાની નાજુકાઈ અદભૂત રંગ પૂરે છે.

  હું ગઝલ કહું ત્યાં જ બે આંખો ઢળી
  થઈ ગયું વાતાવરણ ખુદ દાદમય !

  વાહ !

 7. ઊર્મિ said,

  January 18, 2008 @ 4:55 pm

  વાહ, ખૂબ જ સરસ ગઝલ છે!

  આ ગઝલ માટે તો મારે કવિશ્રીને અભિનંદન મોકલાવવા જ પડશે… 🙂

 8. ઊર્મિ said,

  January 18, 2008 @ 5:18 pm

  રિષભઅંકલની એકદમ તાજી ગઝલ પણ અહીં માણો…
  http://urmisaagar.com/saagar/?p=489

 9. ગાગરમાં સાગર » Blog Archive » ગઝલ - રિષભ મહેતા said,

  January 18, 2008 @ 5:21 pm

  […] કવિશ્રીની એકદમ તરોતાજા અને અપ્રગટ ગઝલ… લયસ્તરો પર આજે જ મૂકાયેલી એમની બીજી એક ગઝલ પણ માણો. […]

 10. Ila said,

  January 21, 2008 @ 3:35 am

  વાંસળીની જેમ કોરાવું પડે
  હોય જો રહેવું તમારે નાદમય….

  Exellent Meaning in Very Simple Words…

 11. Ila said,

  January 21, 2008 @ 3:45 am

  “વાંસળીની જેમ કોરાવું પડે
  હોય જો રહેવું તમારે નાદમય…”

  Exellent Meaning in Very Simple Words…

 12. હાથ તારા હાથમાં - રિષભ મહેતા « જીવન પુષ્પ … said,

  February 25, 2009 @ 2:46 am

  […] લયસ્તરો પર… ૧. ગઝલ – રિષભ મહેતા ૨. ચાલ, અહીંથી ભાગી છૂટીએ – રિષભ મહેતા ૩. […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment