મારી જ ભીતરે છતાં મારાથી ગુપ્ત છે
ચર્ચાય સઘળુ મધ્યમાં કાંઠાથી ગુપ્ત છે
– અનંત રાઠોડ ‘પ્રણય’

ગઝલ – ઉર્વીશ વસાવડા


(ખાસ ‘લયસ્તરો’ માટે શ્રી ઉર્વીશ વસાવડાએ સ્વહસ્તે લખી મોકલેલ અક્ષુણ્ણ ગઝલ)

શબ્દ ખરવાની કશી ઘટના ઘટી,
હાથ જ્યારે થઈ ગયા કંકાવટી.

મુખવટાને દોષ આપે છે બધા,
હોય છે ચ્હેરા અસલમાં તરકટી.

સાવ સાદી લાગતી આખી કથા,
અંત વેળા નીકળે છે અટપટી.

શ્વાસનું ભાથું હવે ખૂટી ગયું,
જીવ તારે જાતરા કરવી મટી.

આજ લાગે છે કશું અવસર સમું,
આંગણે આવી પીડાઓ સામટી.

-ઉર્વીશ વસાવડા

આ ગઝલ વિશે શું કહીશું? ફક્ત બે જ શબ્દો “અખિલમ્ મધુરમ્” ચાલશે?

18 Comments »

  1. Jayshree said,

    December 29, 2007 @ 2:34 AM

    નહીં ચાલે…..
    તમારો આસ્વાદ તો main course પછીના dessert જેવો છે… એના વગર થોડુ અધુરુ તો લાગે જ ને…!!

    ઉર્વીશભાઇ,
    ખરેખર એક જ નજરે ગમી જાય, અને વારંવાર વાંચવાની ગમે એવી ગઝલ છે.
    એકવાર વાંચી તો બે શેર વધુ ગમ્યા, બીજીવાર વાંચી તો બીજા બે પણ ઘણા ગમ્યા, અને ત્રીજીવાર વાંચી તો હવે નક્કી કરવું મુશ્કેલ છે કે કયો શેર સૌથી વધારે ગમ્યો.

    Excellent…!! Simply Superb….

  2. hemantpunekar said,

    December 29, 2007 @ 3:07 AM

    ખૂબ સુંદર!

  3. gopal parekh said,

    December 29, 2007 @ 3:30 AM

    માશાલ્લાહ, મસ્ત ગઝલ

  4. Pinki said,

    December 29, 2007 @ 6:22 AM

    ‘ મધુરાપતિ અખિલં મધુરં”

    (મધુરાપતિ-લયસ્તરો)

    પાંચ શેર પાંચ ગઝલ ………….. !!!!!

  5. Pinki said,

    December 29, 2007 @ 7:35 AM

    મધુરાધિપતિ

    લખવામાં ભૂલ થઈ છે.

  6. સુનીલ શાહ said,

    December 29, 2007 @ 9:34 AM

    અતી સુંદર…વિવેકભાઈ,આટલી ખુબસુરત ગઝલ માણવાની તક આપી તે બદલ આભાર. આસ્વાદ વીના પણ સરસ સ્વાદ માણી શકાય છે, છતાં થોડું લખ્યું હોત તો માણવાની વધુ મઝા આવતે. બોલો, ભુલ સુધારી લેવી છે…?

  7. Shah Pravinchandra Kasturchand said,

    December 29, 2007 @ 11:25 AM

    પ્રથમ શેરમાં માથું માર્યું પણ સમજાયું નહીં.
    બાકી ચારેચાર શેરોએ તાઝગી ભરી દીધી..

  8. Pragnaju Prafull Vyas said,

    December 29, 2007 @ 11:46 AM

    નરસિંહનો વંશજ રેડિયોલોજીસ્ટ અને સોનોગ્રાફર તબીબની આ પક્તીઓ
    ‘મુખવટાને દોષ આપે છે બધા,
    હોય છે ચ્હેરા અસલમાં તરકટી.’
    પણ તમને તો અંદરનું પણ દેખાય્!
    સાવ સાદી લાગતી આખી કથા,
    ‘અંત વેળા નીકળે છે અટપટી.’
    અને ભીતરનું ભાસે ભયંકર તેનું શું?
    આજ લાગે છે કશું અવસર સમું,
    આંગણે આવી પીડાઓ સામટી.
    કદાચ તેમને પરપીડાઓથી કમાણીનો અવસર સમું લાગતું હશે?
    આવું કદાચ અર્થઘટન થાય—
    તો કવિશ્રી રસદર્શન કરાવે તે યોજનાનો ફરી અમલ થાય તો કેમ?
    સા ચે જ સું દ ર ગ ઝ લ

  9. ધવલ said,

    December 29, 2007 @ 11:56 AM

    શબ્દ ખરવાની કશી ઘટના ઘટી,
    હાથ જ્યારે થઈ ગયા કંકાવટી.

    આજ લાગે છે કશું અવસર સમું,
    આંગણે આવી પીડાઓ સામટી.

    – બહુ ઉમદા ગઝલ ! શબ્દોની સચોટ પસદગી… અને એક એક ચોટદાર શેર !

  10. Harshad Jangla said,

    December 29, 2007 @ 5:09 PM

    વિવેકભાઈ
    હવે તો કાવ્યાસ્વાદ કરાવવો જ પડશે

  11. Group2Blog :: A fabulous Ghazal by Urvish Vasavada said,

    December 29, 2007 @ 6:02 PM

    […] https://layastaro.com/?p=1010 […]

  12. ashu said,

    December 29, 2007 @ 8:32 PM

    શબ્દ ખરવાની કશી ઘટના ઘટી,
    હાથ જ્યારે થઈ ગયા કંકાવટી.

    આજ લાગે છે કશું અવસર સમું,
    આંગણે આવી પીડાઓ સામટી.

    – બહુ ઉમદા ગઝલ ! શબ્દોની સચોટ પસદગી… અને એક એક ચોટદાર શેર !

  13. dipti patel 'shama' said,

    December 31, 2007 @ 1:17 PM

    ખરેખર, ખુબ જ સુંદર. વાંચીને મન ખુશ થઈ ગયું, હવે ચા પીશ, તે થોડી વધારે મીઠી લાગશે!

  14. Pinki said,

    January 1, 2008 @ 2:43 AM

    ” શબ્દ ખરવાની કશી ઘટના ઘટી,
    હાથ જ્યારે થઈ ગયા કંકાવટી.”

    કલમ પકડી ને હાથ લોહીલુહાણ થઈ કંકુવર્ણે રંગાઈ ગયા
    ત્યારે આ શબ્દો ખરવાની ઘટના એટલે કે ગઝલ રચાઈ છે.

    વિવેકભાઈ,
    આપના રસદર્શન વિના પાન ખાધા વિનાનું ભોજન લાગે છે પણ …… !!

  15. DR.GURUDATT THAKKAR said,

    January 1, 2008 @ 4:11 PM

    ઊર્વિશ્જી. અભિનન્દન..

    એકે એક શેરમા સિક્સર ….

    સાભાર અમારા બ્લોગમા સમાવિષ્ટ..

    http://www.neetnavshabda.blogspot.com

  16. Hiral Thaker 'Vasantiful' said,

    January 6, 2008 @ 2:07 AM

    Very Nice…!

    “શ્વાસનું ભાથું હવે ખૂટી ગયું,
    જીવ તારે જાતરા કરવી મટી.”

  17. KAVI said,

    January 7, 2008 @ 1:21 AM

    Anil,
    its always great…………….

  18. Mayank Mehta said,

    January 7, 2008 @ 6:06 AM

    ાહુ beautiful,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,Nice

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment