શબ્દની છેલ્લી ગલીમાં, અર્થથી આગળ જરા,
મૌનની પેલી તરફ ઊભો છું હું, સાંભળ જરા.
વિવેક મનહર ટેલર

ચાલ્યા જુઓ – મુકુલ ચૉકસી

બે’ક હંસો ચાંચ બોળીને ઊડી ચાલ્યા જુઓ,
ને સરોવરમાંથી જળ કેવાં ખૂટી ચાલ્યાં જુઓ.

એક બીજામાં આ પડછાયા ભળી ચાલ્યા જુઓ,
ને આ જીવતાં માણસો અળગાં રહી ચાલ્યાં જુઓ.

જે તૂટે તે લાકડા જેવું ય તરતા રહી શકે,
વહાણ આખેઆખાં તો પળમાં ડૂબી ચાલ્યાં જુઓ.

રાહ જોતા’તા સદીથી એક મહેફિલની અમે,
ને મળી તો આમ અડધેથી ઊઠી ચાલ્યા જુઓ.

કોઇને ગમતા નહોતા તેઓ પણ આજે મુકુલ
અમથું અમથું એક અરીસાને ગમી ચાલ્યા જુઓ.

– મુકુલ ચૉકસી

3 Comments »

 1. La'Kant said,

  May 5, 2013 @ 7:33 am

  એક બીજામાં આ પડછાયા ભળી ચાલ્યા જુઓ,
  ને આ જીવતાં માણસો અળગાં રહી ચાલ્યાં જુઓ.

  જુદાઈના ભાવો પ્રકટ થયા છે…

  “આ કેવા વિરોધાભાસો જિંદગીના ચાલ્યા જુઓ!
  સાવ પાસે પાસે તોય અલગ કેવા ચાલ્યા જુઓ !
  કોના સાથ ટક્યાજીવનભર ‘કંઈક’, ગમ ન કરો!
  છબછબિયાં કર્યા આયુષ્યભર,ને આ ચાલ્યા જુઓ!”
  -લા’કાન્ત / ૫-૫-૧૩

 2. pragnaju said,

  May 5, 2013 @ 11:30 am

  ખૂબ સુંદર ગઝલનો આ શેર
  જે તૂટે તે લાકડા જેવું ય તરતા રહી શકે,
  વહાણ આખેઆખાં તો પળમાં ડૂબી ચાલ્યાં જુઓ.
  વાહ
  દરેક વ્યક્તિના જીવનમાં નિરાશા અને નિષ્ફળતાના પ્રસંગો આવે છે. એવું બને ત્યારે એકાદ ખીલાનો કે પતરાનો વિચાર કરવાને બદલે કે એ બાબતમાં ચોક્કસ પ્રકારની ગણતરીઓ કરવાને બદલે, જિંદગીના આખા જહાજનો વિચાર કરવો જોઈએ અને આપણી ગણતરીઓ ભલે સાચી લાગતી હોય, છતાં જહાજ જ્યાં સુધી આખું હશે ત્યાં સુધી ડૂબવાનું નથી એવી શ્રદ્ધા રાખવી જોઈએ, કારણ કે છેવટનું સત્ય તો એ જ છે.
  સોચ પ્રબીન કરો ન કછુ
  ………….. કિરતાર યહી બિધિ ખેલ રચાયો.

 3. Maheshchandra Naik said,

  May 7, 2013 @ 5:07 pm

  સરસ ગઝલ, કવિશ્રી મુકુલ ચોકસીને સલામ………………………..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment